Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
૨)
કલ્યાણકોનાં વરઘોડા પણ વર્ષોમાં ન નીકળ્યા હોય તેવા ઉમંગ-ઉછરંગથી નીકળતા હતા. જૈન અને અજૈનોના ધર્મસ્થાનકો ઉપર શતાબ્દી મહોત્સવની તથા સિદ્ધિતપના તપસ્વીઓની મંગળ કામનાના બેનરો, સુરેન્દ્રનગરની સમગ્ર જનતાની એકતાની પ્રતીતિ કરાવે તેવા હતા.
સ્વામિવાત્સલ્ય, નવકારશી જમણ, કલ્યાણકોના દિવસોમાં દેરાવાસી સંઘના સર્વ ઘરોમાં મીઠાઈના પેકેટ અને વિશેષતઃ સુરેન્દ્રનગરના તમામ ૨૭ હજાર નાગરિકોના ઘરે ઘરે ૪. ૪ લાડુની શેષની પ્રભાવનાએ તો આખું ગામ ઘેલું કર્યું હતું. જેનો લાભ સંઘના આદેશથી શાહ લલ્લુભાઈ નારણભાઈ પરિવારે લીધો હતો. અને જવાબદારી લાયન્સ કલબ અને અન્ય ખ્યાતનામ ડોકટરો-વકીલો તથા શહેરના સેવાભાવી યુવકોએ લીધી હતી. જિનાલયમાં રોજ થતી નવલી લાખેણી અંગરચનાના દર્શન કાજે તેમજ જિનાલય પર કરેલ ડેકોરેશન -હાલતી ચાલતી રચનાઓ વગેરેને નિહાળવા માટે રાત્રિના સમયે લાંબી લાંબી કતારો લાગતી. જિનાલયની ચારે બાજુ વાતાવરણ લોકોની હિલચાલથી ગાજી ઉઠતું હતું. મહોત્સવના સોનેરી દિવસોમાં સેકડો જિનબિંબોની અંજનશલાકા, નૂતન ચાર દેવકુલિકામાં તેમ જ જિનમંદિરમાં પ્રાચીન, અર્વાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા ત્યાર બાદ અમીઝરણા શ્રાવણ સુદ ૧૪ના થયા હતાં. શ્રાવણ-વદ-૧ના સવારે ૯- કલાક, ૨૭ મિનિટ અને-૧૭ સેકન્ડ શતાબ્દી વર્ષ નિમિત્તે ધ્વજારોહણ કરવાનો લાભ મુંબઈની ખ્યાતનામ પેઢી આર. સુરેશચન્દ્રની કા.વાળા વકીલ ઉમેદચંદ બેચરદાસના સુપુત્રી શ્રી વિનુભાઈ, નવીનભાઈ, રસિકભાઈ પરિવારે રેકર્ડરૂપ ઉછામણી બોલી લીધો બીજા પણ ૩૧ શિખરો