________________
૧ ૦ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આજ્ઞા મળી દીક્ષા તણી કે તુર્ત ચાલી નીકળ્યા,
ઇન્દ્ર રચેલી પાલખીમાં બેસી વન ભણી સંચર્યા. ૨ અર્થ - હવે દીક્ષા લેવા માટે માતાપિતાને શ્રી મહાવીર પ્રભુ મધુર વચને બોઘવા લાગ્યા. વૈરાગ્યભરી વાણીથી ઘણા ઘણા પ્રકારે પ્રભુ તેમને સમજાવવા લાગ્યા. જ્યારે દીક્ષા લેવાની આજ્ઞા મળી કે તુરત ત્યાંથી ચાલી નીકળ્યા અને ઇન્દ્ર રચેલી પાલખીમાં બિરાજમાન થઈ વન ભણી રવાના થયા. રા.
ખંકા મહાવનમાં શિલા પર ઊતરી સમભાવથી વસ્ત્રાદિ તર્જી નિઃસ્પૃહ તન પ્રતિ, સિદ્ધ વંદે ભાવથી; પછ મોહના ફાંસા સમા શિરકેશ ઉખાડી દશા
જો, પંચમુષ્ટિથી વિરે; વ્રત ઉચ્ચરી પાંચે લીઘા. ૩ અર્થ :- ખંકા નામના મહાવનમાં આવી પાલખી પરથી ઊતરી સમભાવથી શીલા ઉપર જઈ પોતાના શરીર ઉપર રહેલ વસ્ત્ર આભૂષણાદિને તજી, શરીર પ્રત્યે પણ સાવ નિઃસ્પૃહ થઈ સિદ્ધ ભગવંતને ભાવથી વંદના કરી. પછી વાળના કારણે શરીરની સુંદરતા રહે છે અને તેથી જીવને મોહ થાય છે; એમ જાણી મોહના ફાંસા સમાન શિરકેશને પંચમુષ્ટિના લોચ વડે ઉખાડી દીધા અને પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરી પ્રભુએ પંચ મહાવ્રત ઘારણ કર્યા. “વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હોળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કોઈ ખૂણામાં રાખવા કોઈ ઇચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખેંચ ખૂંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે?” .ભાગ-૩ (પૃ.૪૨૮) ૩.
કાર્તિક વદની દશમ-સાંજે એકલા વર મુનિ થયા ત્યાં જ્ઞાન મનપર્યાય ઊપન્ય, સ્તુતિ કરી દેવો ગયા. પછી પારણું વીરનું પ્રથમ ખરનું થયું નૃપમંદિરે–
કુલરાય ભક્તિમાન દાતા, પાત્ર ઉત્તમ જ્ઞાની એ. ૪ અર્થ - કાર્તિક વદ દશમની સાંજે પ્રભુ મહાવીર એકલા જ મુનિ થયા. મુનિવ્રત ગ્રહણ કરતાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુની સ્તુતિ કરીને દેવો બઘા દેવલોકે ગયા.
પ્રભુ મહાવીરનું પ્રથમ પારણું ખીરનું રાજાના મહેલમાં થયું. રાજા કુલરાય ભક્તિમાન દાતા હતા, અને જ્ઞાની ભગવંત મહાવીર જેવા ઉત્તમ પાત્ર હતા. ||૪||
ત્યાં પંચ આશ્ચર્યો થયાં, અનુમોદના લોકે કરી, મન-વચન-કાયે પુણ્ય બાંઘે પાત્ર-દાતાને સ્મરી; આળસરહિત યતિઘર્મ પાળે સ્વામી ઉપયોગી અતિ,
સ્વપ્નેય દોષ ન દેખતા, દ્રઢ પરમ ચારિત્રે મતિ. ૫ અર્થ - પ્રભુ મહાવીરના પારણા સમયે પાંચ આશ્ચર્યો અથવા પંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે :- ૧. તેમના ઘરમાં સુગંધી જળ ૨. પુષ્પની વૃષ્ટિ ૩. આકાશમાં દુંદુભીનો ગંભીર ધ્વનિ ૪. વસ્ત્રની વૃષ્ટિ અને પ. દ્રવ્યની એટલે સોનૈયાની વૃષ્ટિ. તે જોઈ લોકોએ તેની અનુમોદના કરી. તે નિમિત્તે