Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 186
________________ ૧ ૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોકલ્યા, અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યાં. ત્યાં પૂષ્પચૂલા સાધ્વી આચાર્ય ભગવંતને શુદ્ધ આહાર પાણી લાવી ગુરુની વૈયાવૃત્ય કરવા લાગી. ગીતાર્થ જ્ઞાની મુનિની સેવામાં આસક્ત થયેલી મહાસતી સાધ્વી પુષ્પચૂલા સર્વ કર્મનો ક્ષય કરવા વડે ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી. દર્શન એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયેલા છે એવા કદાગ્રહી જીવોનો સંગ ન કરવો એમ મનમાં રાખવું તે ત્રીજી સત્સુદ્ધા નામનો ભેદ છે. એ વિષે જમાલીનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે : જમાલીનું દ્રષ્ટાંત - દર્શનભ્રષ્ટની સંગતિ તજવી. જમાલિમુનિ એમના શિષ્યો સાથે વિહાર કરતા શ્રાવસ્તિ નગરીએ પહોંચી ઉદ્યાનમાં ઊતર્યા. ત્યાં જમાલિને દાહવર ઉત્પન્ન થયો. તેથી કહ્યું કે મારે માટે સંથારો તૈયાર કરો. શિષ્યો સંથારો કરવા લાગ્યા. થોડીવાર પછી જમાલિએ પૂછ્યું કે સંથારો થયો? સાધુએ કહ્યું – હા થઈ ગયો. ત્યાં આવી જમાલિએ જોયું તો સંથારો કરવાનું કામ હજુ ચાલુ છે. અને તમે સંથારો થઈ ગયો એમ કેમ કહ્યું? જે કામ કરતું હોય તે કર્યું કેમ કહેવાય. ભગવાનનું આ વચન ખોટું છે. તે વખતે મિથ્યાત્વનો ઉદય થઈ જવાથી એમ બોલવા લાગ્યા. સ્થવિર મુનિએ સમજાવ્યા તો પણ સમજ્યા નહીં. તેથી અમુક મુનિઓ ભગવાન પાસે ચાલ્યા ગયા. પણ પ્રિયદર્શના સાધ્વી જે ભગવાનની પુત્રી અને જમાલિની સ્ત્રી હતી તે તેમની સાથે જ વિહાર કરવા લાગી. એક દિવસ પ્રિયદર્શનાનો ઢંકનામના શ્રાવકના ઘરમાં ઉતારો હતો. ત્યાં પણ પોતાના મનની વાત ઢંકને સમજાવી. તેથી એક દિવસે પ્રિયદર્શના સ્વાધ્યાય કરતી હતી ત્યારે વસ્ત્ર ઉપર ઢંકે અંગારો નાખ્યો. તે જોઈને સાધ્વી બોલી કે હે શ્રાવક, તેં મારું વસ્ત્ર બાળી નાખ્યું. ત્યારે ટંક બોલ્યો એ મત તો ભગવાન મહાવીરનો છે, તમારો નથી. એ સાંભળીને સાધ્વી બૂઝયાં અને જમાલિ પાસે આવી કહ્યું કે ભગવાન મહાવીર કહે છે તે જ સાચું છે. છતાં પણ તેણે નહિ માન્યું. ત્યારે પ્રિયદર્શના સાધ્વીએ ભગવાન પાસે જઈ માફી માગી, અને ફરીથી માર્ગમાં આવ્યા. એમ જે સમકિતથી ભ્રષ્ટ થયા હોય તેનો સંગ કરવો નહીં. ઢંક શ્રાવકને દર્શનભ્રષ્ટનો સંગ થયો તો પણ શ્રદ્ધાનો ત્યાગ કર્યો નહીં, પણ સાધ્વીને ઠેકાણે લાવી. એમ કરવું. હવે અન્ય મતના મિથ્યાદ્રષ્ટિ આગ્રહીઓની સોબતનો ત્યાગ કરવો. એ સમ્યગ્દર્શનની સારી રીતે રક્ષા કરનારી ચોથી પ્રસિદ્ધ શુદ્ધ શ્રદ્ધા છે. એ વિષે ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત જાણવું. ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત - અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરવો. જેમ ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરનો સમાગમ થવાથી પોતાને સતુવસ્તુ સમજાઈ ગઈ, તેથી અન્ય મતાગ્રહીઓના સંગનો ત્યાગ કરી ભગવાનના કહેલા વચનમાં જ શ્રદ્ધા રાખતા થયા. તે અન્યમતિ પાખંડીઓના સંગનો ત્યાગ કરવારૂપ ચોથી શ્રદ્ધાનો ભેદ છે. |૨૭ળા ત્રણ લિંગ શ્રુતરુચિ ગણ લિંગ સુદ્રષ્ટિતણું વળી ઘર્મરુચિ પણ બીજું; આળસ છોડ઼ કરે ગુરુદેવની સેવ ગણો શુભ લિંગ જ ત્રીજું. અર્થ - લિંગ એટલે ચિહ્ન. સમ્યગ્દષ્ટિનું પહેલું ચિહ્ન તે શ્રુત રુચિ અર્થાત્ સત્પરુષના બોઘને સાંભળવાની રુચિ ઉત્પન્ન થવી તે. એ વિષે દ્રષ્ટાંત : સુદર્શન શ્રેષ્ઠીનું વૃષ્ટાંત – સપુરુષનો બોઘ સાંભળવાની પિપાસા. રાજગૃહ નગરની

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200