Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 199
________________ (૧૬) સમ્યગ્દર્શન તેને દર્શન થયા. તેથી દેવપાળે ઘાસની ઝૂંપડી બનાવી તેમાં તે મૂર્તિને સ્થાપના કરીને પુષ્પવડે તેની પૂજા કરી અને નિયમ કર્યો કે હું આપનાં દર્શન-પૂજા કર્યા વગર ભોજન કરીશ નહીં. વરસાદના કારણે સાત દિવસ સુધી દર્શન કરવા જવાયું નહીં, તેથી સાત ઉપવાસ થયા. પછી આઠમે દિવસે પાણીનું પૂર ઊતર્યું એટલે દર્શન કરવા ગયો. ભગવાનની મૂર્તિ આગળ સિંહ બેઠો હતો છતાં તેનાથી ડર્યા વિના ભગવાન પાસે જઈ દર્શન કરીને સ્તુતિ કરી કહ્યું કે હે ભગવાન! આપના દર્શન વિના મારા સાતેય દિવસો વૃથા ગયા. તેના સત્વથી દેવ પ્રસન્ન થઈને બોલ્યો કે - માગ તારે જે જોઈએ તે માગ. દેવપાળ કહે મારે ભગવાનની ભક્તિ સિવાય કાંઈ જોઈતું નથી. છતાં દેવે તુષ્ટમાન થઈ તેને રાજ્ય આપ્યું. તેથી ભગવાનનું મોટું મંદિર બનાવી તેમાં ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરી પછી ત્રણે કાળ ભગવાનની પૂજા ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને ઘર્મના અનેક કાર્યો કરી જૈનધર્મની પ્રભાવના કરીને અંતે દીક્ષા લઈ સ્વર્ગને પામ્યો. [૩૩મા પાંચ લક્ષણ લક્ષણ પાંચ સુદર્શનનાં શમ, મોક્ષરુચિ, ભવખેદ, દયા ને નિઃસ્પૃહીં સંતની વાણી વિષે મન-તલ્લીનતા ગણ “આસ્તિકતા એ. અર્થ - હવે સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ જણાવે છે. જે સમ્યવ્રુષ્ટિ જીવને હોય છે. તેમાં પહેલું શમ એટલે જેના ક્રોધાદિ કષાયો ઉપશમેલા હોય. તે ઉપર દ્રષ્ટાંત – કુગડું મુનિનું દ્રષ્ટાંત – કષાયોનું શમન. જે મોટો અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોધાદિકને શાંત કરે. તેનામાં શમ નામનું પહેલું લક્ષણ છે. તેનાથી સમકિત ઓળખાય છે. કુરગડું મુનિ તિર્યંચ ગતિમાંથી આવ્યા હોવાથી તપશ્ચર્યા થતી નહોતી. તેથી ગુરુએ કહ્યું કે હે વત્સ! તું ક્ષમાનો જ આશ્રય કર. તેમ કરવાથી તે સર્વે તપનું ફળ પામીશ. બીજા ચાર તપસ્વીઓ હતા. તે કુરગડું મુનિને નિત્યભોજી કહીને તેની નિંદા કરતા. એક દિવસે દેવીએ કુરગડું મુનિને વંદન કર્યા અને કહ્યું કે આજથી સાતમે દિવસે એક મુનિને કેવળજ્ઞાન થશે. સાતમે દિવસે કુરગુડું મુનિએ ખીચડીનો શુદ્ધ આહાર લાવી ગુરુ અને તપસ્વીઓને બતાવ્યો. ત્યારે ક્રોઘથી તપસ્વીઓએ તેમાં કફનો બળખો નાખ્યો. તો પણ મનમાં તેને ઘી માની સમભાવથી પોતાના નિત્ય ભોજન કરવાની મનમાં નિંદા કરતાં અને ખીચડી મથતા મથતા શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યા. એમ કષાયને શમાવી સારા ખોટામાં સમભાવ રાખવો એ સમકિતનું પહેલું લક્ષણ છે. બીજાં મોક્ષરુચિ એટલે જેને મોક્ષ પ્રાપ્ત કરવાની જ રુચિ હોય. તે ઉપર દ્રષ્ટાંત – અનાથીમુનિનું દ્રષ્ટાંત - માત્ર મોક્ષ અભિલાષ. અનાથી કુમારને આંખની વેદના ઉત્પન્ન થઈ. માતાપિતાએ અનેક પ્રકારની દવા કરાવી તો પણ વેદના ઘટી નહીં. તેથી અનાથી કુમારે એક દિવસ એમ વિચાર્યું કે જો હું વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી એવી પ્રવજ્યા ઘારણ કરું. એમ વિચારીને શયન કરી ગયો. તેના ઉત્તમ માત્ર મોક્ષ અભિલાષથી તે વેદના શમી ગઈ. પછી બીજે દિવસે તેણે દીક્ષા લીધી. એમ માત્ર મોક્ષ અભિલાષ થવો તે સમકિતનું સંવેગ નામનું બીજું લક્ષણ છે. ત્રીજાં ભવ ખેદ એટલે જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય. તે ઉપર દ્રષ્ટાંત – હરિવહન રાજાનું દ્રષ્ટાંત -- હે જીવ! હવે ઘણી થઈ થોભ. સંસારરૂપી કારાગૃહને ત્યાગ

Loading...

Page Navigation
1 ... 197 198 199 200