Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 191
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૧ બાળકોનું દ્રષ્ટાંત :- કુશંકાનું વિપરીત પરિણામ. એક ગામમાં કોઈ વ્યક્તિને બે પુત્રો હતા. એક પુત્ર શોક્યનો હતો. એક દિવસ અડદની દાળ બનાવી. તેમાં કાળા કાળા છોતરા દેખાયા. તે જોઈને શોક્યના પુત્રને શંકા થઈ કે રાબડીમાં આ બધી માખીઓ છે. આ મારી શોક્યમાતાએ કર્યું છે. આ પ્રમાણે શંકા રાખવાથી તેને વમન થયું. તે જ રીતે રોજ કંઈ ને કંઈ શંકા રાખવાથી ઊલટીઓ થવા લાગી. ઉર્ધ્વતાનો વ્યાધિ થયો અને છેવટે તે મૃત્યુ પામ્યો. પહેલો બાળક નિઃશંકપણે ભોજન કરવાથી સુખી થયો. એને પૂર્ણ વિશ્વાસ હતો કે મારી માતા મક્ષિકાવાળું ભોજન આપે નહીં. તેમ ભગવાને કહેલા તત્ત્વમાં કોઈ દિવસે પણ શંકા કરવી નહીં. ભગવાને કહ્યું તે સંપૂર્ણ સત્ય જ હોય એમ નિઃશંકતા રાખવી. //રા. કુમત-બાવળ ઇષ્ટ ગણે તર્જી સુરતરું સમ સુંગુરુ “કાંક્ષા; સંશય ઘર્મતણા ફળમાં મનમાં ઊગતાં ગણવી વિચિકિત્સા, કુમત-ઘારીંતણી સ્તવના વળી સંગતિ" અંતિમ દોષ ગણો છે. આઠ પ્રભાવક દર્શનના જિનશાસન-દીપક સુજ્ઞ સુણો તેઅર્થ - સમકિતનું બીજાં દૂષણ તે કાંક્ષા છે. કાંક્ષા એટલે ઇચ્છા. બીજા ઘર્મ વિષેનો અંશ કે સર્વથા અભિલાષ કરવો તે. સદગુરુરૂપી કલ્પવૃક્ષને તજીને કુમતવાદીરૂપી બાવળના વૃક્ષને ઇષ્ટ ગણવું. અર્થાત તેની ઇચ્છા કરવી તે કાંક્ષા નામનું દૂષણ છે. જે સમકિતને મલિન કરે છે તે ઉપર દ્રષ્ટાંત – - શ્રીઘરનું દ્રષ્ટાંત – કોઈ પણ દેવ પાસે કંઈ માંગવું નહીં. ગજપુર નગરમાં શ્રીઘર નામે વણિક રહેતો હતો. તે જૈન ઘર્મનું શ્રવણ કરીને રોજ ત્રિકાળ પૂજા કરતો. સર્પ આવ્યો તો પણ તે ભગવાનની ભક્તિ કરવામાં નિશ્ચલ જ રહ્યો. તેની નિશ્ચલતા જોઈને શાસનદેવીએ તે સર્પના માથામાંથી મણિ લઈ તેને આપ્યો, તે સુખે રહેવા લાગ્યો. હવે ઘરમાં કોઈને વ્યાધિ આવવાથી કોઈના કહેવાથી તે અન્ય અનેક દેવોને પૂજવા લાગ્યો. એક દિવસ ઘરમાં ચોરો આવ્યા અને સર્વ ઘન લઈ ગયા. તેથી દુઃખી થવાથી અનેક દેવો પાસે ઘનની આકાંક્ષા કરવા લાગ્યો; કોઈએ કંઈ આપ્યું નહીં, પણ બધા દેવો તેની મશ્કરી કરવા લાગ્યા; કે જા ગોત્રદેવી આપે. તે કહે જા ચંડિકા પાસે. છેવટે શાસનદેવી પાસે જઈ આરાધના કરવા લાગ્યો. તે જોઈ શાસનદેવી બોલી કે અરે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી છે. કુદેવોને મૂકી હવે સાચા દેવાધિદેવને જ ભજ. કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વિના ભજ. આકાંક્ષા રાખવી એ તો દૂષણ છે. સમકિતને દૂષિત કરનાર છે. તે સાંભળી બધું છોડી દઈ શ્રીઘર ઇચ્છા રહિતપણે ફરીથી ભગવાનને જ ભજવા લાગ્યો. થોડાં કાળમાં તે મોક્ષપદને પામશે. - ત્રીજું દૂષણ તે વિચિકિત્સા નામે છે. કરેલી ઘર્મક્રિયાનું ફળ હશે કે નહીં એવી અંશે કે સર્વથા મનમાં શંકા ઉત્પન્ન થવી તે અથવા તે કારણે ઘર્મમાં અણગમો અથવા ઘર્મક્રિયામાં ઉત્સાહ ન થવો તે વિચિકિત્સા નામના સમકિતમાં દોષ ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત – એક શ્રેષ્ઠી પુત્રી ઘનશ્રીનું દ્રષ્ટાંત - કદી જુગુપ્સા કરવી નહીં. ઘનશ્રી નામે એક શ્રેષ્ઠીની પુત્રી હતી. એક વખત ગ્રીષ્મઋતુમાં મુનિ ભગવંત વોહરવા પધાર્યા. તે વખતે શેઠે ઘનશ્રીને કહ્યું કે મુનિઓને વહોરાવ. તે વહોરાવવા લાગી પણ ઉનાળાને લીધે મુનિઓના શરીરમાંથી પરસેવાની દુર્ગઘ આવવા લાગી. તેથી ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. અને વિચારવા લાગી કે આ સાધુઓ પ્રાસુક જળવડે સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ? એ પ્રમાણે એણે જાગુપ્સા કરી. જાનુસારૂપ પાપકર્મની આલોચના

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200