Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 193
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૩ સંઘને એક કપડાં પર બેસાડી આકાશગામિની વિદ્યાના બળથી સુકાળવાળી નગરીએ લઈ ગયા. ઘર્મના સંકટ વખતે મહાપુરુષો વિદ્યાનો પ્રયોગ કરી આ પ્રમાણે પ્રભાવના કરે છે. જે મુનિ, હેતુ, યુક્તિ અને દ્રષ્ટાંત વડે ઘર્મકથા કરીને જનસમુહ ઉપર સચોટ પ્રભાવ પાડી તેમના સંશય એટલે શંકાઓને ચૂરી નાખે તે ઘર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – | સર્વજ્ઞસૂરિનું ધૃષ્ટાંત – ઘર્મકથા પ્રભાવક. શ્રીપતિ નામે એક શ્રેષ્ઠિનો પુત્ર કમલ નામે હતો. તે ઘર્મથી પરાગમુખ અને સાતે વ્યસનોમાં તત્પર હતો. શેઠના કહેવાથી આચાર્યે તેને ઉપદેશ આપ્યો પણ કિંઈ અસર થઈ નહીં. પછી સર્વજ્ઞસૂરિ પધાર્યા. તેમને શેઠે કહ્યું કે મારા પુત્રને ઘમેની રુચિ થાય તેમ કરો. તેથી ગુરુએ તેની વૃત્તિ જાણીને કહ્યું હે કમલ! સ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખિની. સ્ત્રી સબંઘી વાત કરતાં કમલને તેમાં રસ પડવા લાગ્યો. તેથી ગુરુ એક માસ ત્યાં રહ્યા ત્યાં સુઘી રોજ તે આવવા લાગ્યો. સૂરિએ જતી વખતે કહ્યું કે તું કંઈક નિયમ લે. ત્યારે કમલ કહે નિયમ શેનો ? પથ્થર નહીં ખાઉં, ઇંટ ન ખાઉં તેનો નિયમ આપો. એમ કહી ગુરુની મશ્કરી કરી. ત્યારે ગુરુએ કહ્યું કે કમલ એમ કરવાથી કર્મ બંઘાય. પશુ થવું પડે કે નરકમાં જાય. અમારા સમાગમથી કંઈક તારે નિયમ લેવો જોઈએ. તે સાંભળી તે શરમાઈ ગયો અને કહ્યું : અમારી સામે એક ટાલવાળો કુંભાર રહે છે તેની ટાલ જોઈને હું જમીશ એ નિયમ આપો. સૂરિએ એવો નિયમ આપ્યો. તે નિયમનું રોજ પાલન કરે છે. એક દિવસ મોડું થવાથી જમવા બેઠો અને નિયમ યાદ આવ્યો. તેથી કુંભારને ઘેર ગયો. પણ કુંભાર માટી ખોદવા ગયો હતો તેથી તેની પાછળ ગયો. કુંભારને માટી ખોદતાં ચરુ નીકળ્યા. ત્યાં કમલ તેની ટાલ દેખવાથી બોલ્યો કે જોયું-જોયું એમ કહીને દોડવા લાગ્યો. ત્યારે કુંભારે બોલાવીને કહ્યું કે ભાઈ બૂમ માર નહીં. ભલે તું બધું લઈ લેજે. પછી ત્યાં આવીને જોયું તો ચરુ જોયા. ચરુમાંથી થોડું ઘન કુંભારને આપ્યું અને બીજું પોતે લીધું. તેના પરથી તે વિચારવા લાગ્યો કે અહો! પ્રતિજ્ઞા પાલનથી મને ચરુ મળ્યા. માટે તે મહાત્મા મળે તો હવે હું શ્રાવક ઘર્મ અંગીકાર કરું. પછી ગુરુને શોધી, તેમની પાસેથી બારવ્રત અંગીકાર કરી કલ્યાણ સાધ્યું. જે આચાર્ય નય નિક્ષેપ કે પ્રમાણ ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી કે તર્કથી પરમતવાદીઓને જીતી જિનશાસનની શોભાને વધારે તે ત્રીજા વાદી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત – શ્રી વૃદ્ધવાદી સૂરિનું દ્રષ્ટાંત :- વાદી પ્રભાવક. સિદ્ધસેન નામનો બ્રાહ્મણ પંડિત વિક્રમ રાજાનો ઘણો માનીતો હતો. તે મિથ્યાત્વી હોવાથી પોતાની બુદ્ધિના અતિશયપણાને લીધે આખા જગતને નૃણ સમાન માનતો. તેણે પ્રતિજ્ઞા કરી કે “મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.” વૃદ્ધવાદીની કીર્તિ સાંભળી તે સહન નહીં થવાથી સિદ્ધસેન તેમની સાથે વાદવિવાદ કરવા ચાલ્યા. રસ્તામાં તે મળી જતાં તે બોલ્યો કે મારાથી વાદ કરો. ત્યારે વૃદ્ધવાદી બોલ્યા કે બહુ સારું પણ સાક્ષી કોણ છે? સિદ્ધસેન બોલ્યાઃ આ ગોવાળ લોકો સાક્ષી છે. ગોવાળકો બોલ્યા કે સિદ્ધસેન તું જ પ્રથમ વાદ શરૂ કર. સિદ્ધસેન તર્કશાસ્ત્રની વાતો સંસ્કૃતમાં બોલવા લાગ્યો. તેથી ગોવાળીયાઓ કંઈ સમજી શક્યા નહીં. તેથી તે બોલ્યા કે એ તો ભેંસની જેમ બરાડા પાડી કાન ફોડી નાખે છે. માટે આ તો મૂર્ખ છે. તેથી હે વૃદ્ધ! તમે કાંઈક કાનને સારું લાગે એવું બોલો. તે સાંભળી વૃદ્ધવાદી સૂરિ અવસરના જાણ હોવાથી બોલ્યા કે “કોઈ પ્રાણીને મારવો નહીં, કોઈનું ઘન ચોરવું નહીં, પરસ્ત્રી પ્રત્યે નમન કરવું નહી.....” એ સાંભળી ગોવાલીયાઓ

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200