________________
૧૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કર્યા વગર મરણ પામીને તે ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના શરીરમાં અત્યંત દુર્ગધને લીધે ગણિકાએ વિષ્ઠાની જેમ તેને રાજમાર્ગમાં નાખી દીધી. તેથી કોઈ દિવસ પણ જુગુપ્સા કરવી નહીં.
કુમતથારી એટલે ખોટી માન્યતાના ઘરનાર કે વર્તનાર એવા મિથ્યામતવાદીઓની સ્તવના એટલે તેમની પ્રશંસા કરવી તે સમકિતનું ચોથું દૂષણ જાણવું. તે ઉપર દ્રષ્ટાંત –
સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત - મિથ્યાત્વીઓની પ્રશંસા કરવી નહીં. સુમતિ અને નાગિલ બન્ને ભાઈ પરદેશ કમાવા માટે ગયા. રસ્તામાં સાધુઓનો ભેટો થયો. તેથી તેમની સાથે ચાલવા લાગ્યા. નાગિલને કેટલાક દિવસ પછી લાગ્યું કે સાધુઓની ચેષ્ટા અને વાણી કુશીલીયા જેવી લાગે છે. માટે નાગિલે સુમતિને કહ્યું કે ભાઈ આ સાધુઓની સાથે ચાલવું યોગ્ય નથી. આપણે તો કુશીલીયાનું મોટું પણ ન જોવું એમ ભગવાન નેમિનાથ પાસે નિશ્ચય કર્યો છે ત્યારે સુમતિએ કહ્યું–તું તો દોષ જોનારો જણાય છે. મને તો એ સાધુઓ સાથે વાત કરવી યોગ્ય લાગે છે. વળી કહ્યું કે જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તે તીર્થકર પણ હશે કે જેણે તને આવો નિષેઘ કર્યો. એ પ્રમાણે મિથ્યાત્વીઓની પ્રશંસા અને તીર્થકરોની નિંદા કરીને તેણે ભયંકર કર્મ ઉપાર્જન કર્યું. તેથી તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. જ્યારે નાગિલે મિથ્યાત્વીઓની પ્રશંસા કરી નહીં તેથી તે જ ભવે તે મુક્તિને પામ્યો.
વળી તેવા મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી કે તેમની સંગતિ કરવી તે સમકિતનું અંતિમ પાંચમું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત –
ઘનપાલ કવિનું દ્રષ્ટાંત - ભાવથી મિથ્યાત્વીઓની સંગત કરવી નહીં. ઘનપાલ કવિને દ્રવ્યથી રાજા વગેરે મિથ્યાત્વીઓનો પરિચય હોવા છતાં પણ ભાવથી તેવા પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાલે સર્વ દોષરહિત સમકિતને ઘારણ કર્યું તેવી રીતે સર્વ જીવોએ કરવું.
સમ્યગ્દષ્ટિ આત્મા એ પાંચે દૂષણથી દૂર રહે છે.
હવે જિનશાસનને દીપાવનાર દીપક સમા અને સુજ્ઞ એવા જૈન દર્શનના આઠ પ્રભાવકની વાત સાંભળો. ૩૦ના
આઠ પ્રભાવક જે શ્રુતનો પરમાર્થ અપાર છતાં ગુણગામ મુનિ-ઉર સ્ફરે, ઘર્મકથા કરનાર સચોટ પ્રભાવ વડે જનસંશય ચૂરે, વાર્દી પ્રભાવક તર્ક બળે પરવાદ જીંતી જિન-શાસન ઓપે,
જોષી પ્રભાવક ભાખી ભવિષ્ય સુઘર્મ વિષે જનનાં મન રોપે. અર્થ - વીતરાગદર્શનના આઠ પ્રભાવકમાંના પહેલા પ્રવચન પ્રભાવક વિષે જણાવે છે -
જે શ્રત એટલે શાસ્ત્રનો પરમાર્થ અપાર હોવા છતાં પણ, ગુણના ઘરરૂપ મુનિના હૃદયમાં તે શ્રુતનો આશય ભાવ ફરાયમાન થાય છે એવા મુનિ સમય અનુસાર આગમની પ્રરૂપણા કરી ચતુર્વિઘ સંઘને શભમાર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક નામે ઓળખાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
વજસ્વામીનું દ્રષ્ટાંત - પ્રવચન પ્રભાવક. તેઓ આઠ વર્ષના થયા ત્યારે તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને સૂરિએ તેમને આચાર્યપદ આપ્યું.
એક વખત બારવર્ષનો દુષ્કાળ પડવાથી સર્વ સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈ વજસ્વામી સર્વ