Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 195
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૭૫ ' ના, ઘરનો ભાર પોતાની સ્ત્રીને સોંપી પૈસા કમાવવા માટે તે પરદેશ ગયો. તેની સ્ત્રી વજા કુલટા હતી. કાષ્ઠ શ્રેષ્ઠી પરદેશથી ઘેર આવ્યા ત્યારે પોતાની સ્ત્રીનું આવું ચરિત્ર સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જૈનધર્મનો પ્રભાવ વધાર્યો. તેથી તે તપસ્વી પ્રભાવક નામે પ્રસિદ્ધ થયા. જે મુનિ દેવના સહાયથી કે મંત્ર, યંત્ર વગેરે વિદ્યાના બળે કરીને સંઘને સંકટમાંથી બચાવે તે છઠ્ઠા વિદ્યા પ્રભાવક ગણાય છે. તે ઉપર દ્રષ્ટાંત – શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત :-- વિદ્યા પ્રભાવક. શ્રી હેમચંદ્રાચાર્યે વિદ્યાના પ્રભાવથી કુમારપાળરાજાને દ્રઢ જૈનધર્મી બનાવ્યો. નવરાત્રિના દિવસે દેવીના પૂજારીએ આવીને રાજાને કહ્યું કે હે મહારાજ ! કુળદેવી આગળ સાતમને દિવસે સાતસો પાડા, આઠમને દિવસે આઠસો પાડા અને નોમને દિવસે નવસો પાડાનો વઘ કરવાની કુળ પરંપરા આગળથી ચાલી આવે છે. તે પ્રમાણે નહીં કરશો તો દેવી વિઘ્ન કરશે. તે સાંભળીને રાજાએ સૂરિ પાસે જઈ બધી વાત કરી. સૂરિએ કહ્યું કે જે દિવસે જેટલા પાડા હણાય છે તેટલા પ્રાણીઓ તે દેવી પાસે ઘરીને કહેવું કે – હે દેવી! આ શરણરહિત પશુઓ તમારી પાસે મૂક્યા છે, હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. પછી રાજાએ સૂરિના કહેવા પ્રમાણે કર્યું. દેવીએ એકે પ્રાણીનું ભક્ષણ કર્યું નહીં. પરંતુ નવમીની રાત્રિએ હાથમાં ત્રિશૂળને ઘારણ કરી દેવીએ આવી રાજાને કહ્યું કે હે રાજા! પરંપરાથી ચાલતી આવતી રીતને તેં કેમ ભૂલવી દીધી? રાજાએ જવાબ આપ્યો કે હું જીવું ત્યાં સુધી તો એક કીડીનો પણ વઘ કરીશ નહીં. તે સાંભળી દેવીએ રાજાના માથા પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેથી તત્કાળ કોઢનો વ્યાધિ ઉત્પન્ન થયો. રાજા મરવાને તૈયાર થયા. તે વાત ઉદયન મંત્રીએ સૂરિને કહી. તેથી સૂરિએ જળ મંત્રીને ઉદયન મંત્રીને આપ્યું. તે રાજાને છાંટવાથી તેનો દેહ પાછો સુવર્ણની કાંતિ જેવો થઈ ગયો. પ્રાતઃકાળે રાજા ગુરુના દર્શન કરવા ગયો. ત્યાં એક થાંભલે બાંધેલી દેવીને રુદન કરતી દીઠી. ત્યારે સૂરિ બોલ્યા–હે રાજા! તેની પાસેથી કંઈ માંગી લે. ત્યારે રાજાએ તે દેવી પાસે અઢાર દેશમાં જીવરક્ષા માટે કોટવાળપણું માંગ્યું. તે વાત દેવીએ સ્વીકારી. એટલે તેને આચાર્યે બંઘનથી મુક્ત કરી. વિદ્યાના પ્રભાવથી હેમચંદ્રાચાર્યે ચમત્કાર બતાવી જૈન ઘર્મની પ્રભાવના કરી જેથી કુમારપાળ રાજા દ્રઢ જૈનધર્મી થયો. અંજન, ચૂર્ણ કે લેપ વગેરે સિદ્ધ કરેલા પ્રયોગથી કોઈ ઘાર્મિક કાર્ય કરીને જે ઘર્મને ગજાવે તે સાતમા સિદ્ધ પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત – પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત - સિદ્ધ પ્રભાવક. પાદલિપ્તસૂરિ વિહાર કરતા અન્યદા ખેટકપુર નગરમાં આવ્યા. ત્યાં પાદલેપ વિદ્યાના બળે કરી પ્રતિદિન પાંચ તીથએ જઈ વંદના કરીને પછી ભોજન કરતા હતા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. નાગાર્જુન નામનો યોગી પાદલેપ વિદ્યા શીખવા માટે સૂરિ પાસે આવી શ્રાવક થઈને રહ્યો. રોજ સૂરિના ચરણને વંદન કરવાથી ઔષથીઓને ઓળખી લીધી. તેથી તે સર્વ ઔષથીઓને પાણીમાં મેળવી પોતાના પગે લેપ કરી આકાશમાં ઊડવા લાગ્યો. પણ થોડે દૂર જઈ પાછો પડી જાય. તેથી તેના શરીરે ચાઠા પડી ગયા. તે જોઈ સૂરિએ તેને કહ્યું કે શરીરે ક્ષત શાના છે. યોગીએ સત્યવાત કહી. તેથી સૂરિએ રંજિત થઈ તેને વિદ્યા શીખવાડી કે સર્વ ઔષધિઓને ચોખાના ઓસામણમાં એકત્ર કરી પછી લેપ કરવો. તેથી તેને તે વિદ્યા સિદ્ધ થઈ. પછી તે યોગી પણ દ્રઢ શ્રાવક બની ગયો. એકવાર નાગાર્જુને ઘણા દ્રવ્યનો વ્યય કરી સુવર્ણસિદ્ધિ નિપજાવી. પછી ગુરુનો ઉપકાર વાળવા માટે એક રસકુપી ભરીને ગુરુ પાસે મોકલી. તે જોઈ ગુરુએ શિષ્યને કહ્યું કે અમે તૃણ અને સુવર્ણને સરખું

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200