Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 188
________________ ૧ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મજ્ઞાની મુનિનો, સૂરિ એટલે આચાર્યનો, વાચક કહેતા સૂત્ર ભણાવવાવાળા એવા ઉપાધ્યાયનો, સંઘ એટલે સાઘર્મીભાઈઓનો, તથા સમકિતની મહિમાનો હૃદયમાં સદા અહોભાવ રહેવો તે સમકિતનો વિનય છે. આ દસ પ્રકારનો વિનય સમ્યગ્દષ્ટિના હૃદયમાં હોય છે. એ વિષે નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે – ભુવનતિલક રાજકુમારનું દ્રષ્ટાંત - સર્વનો યથાયોગ્ય વિનય કરવો. કુસુમપુરમાં ઘનદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાનો પુત્ર ભુવનતિલક નામે રાજકુમાર છે. સભામાં મંત્રી વગેરે બેઠા છે ત્યાં રત્નસ્થલ નામના નગરનો રાજા અમરચંદ્રનો પ્રઘાન ત્યાં આવ્યો. તેણે કહ્યું કે અમારા રાજાની પુત્રી યશોમતિ આપના પુત્રના વિદ્યાઘરીઓના મુખથી ગવાતા ગુણગાન સાંભળીને કુમાર ઉપર તે અનુરક્ત થઈ છે. તે સાંભળીને ઘનદ રાજાએ તેની સાથે પુત્રના વિવાહ કરવાનું સ્વીકાર્યું અને પ્રધાનો સાથે કુંવરને રવાના કર્યો. રસ્તામાં જતાં અચાનક મૂછ ખાઈને તે રથમાં પડ્યો. તેને બોલાવવા છતાં મૂંગાની જેમ તે બોલતો નથી. મંત્ર તંત્ર વગેરેથી ઘણા ઉપાય કર્યા છતાં ફેર પડ્યો નહીં. તે સમયે થોડે દૂર કેવળી ભગવંત કમળપત્ર ઉપર બેસી દેશના આપતા હતા. ત્યાં પ્રઘાનો ગયા. દેશના સાંભળ્યા પછી પ્રથાને કેવળી ભગવંતને પૂછ્યું કે કુમારને અચાનક દુઃખ પ્રાપ્તિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે ઘાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ભવનાગાર નામના નગરમાં સૂરિ પોતાના ગચ્છસહિત પઘાર્યા હતા. તે સૂરિનો વાસવ નામનો શિષ્ય હતો. તે મહાત્માઓના શત્રુરૂપ હતો. અવિનયવાળો હતો. ગુરુ તેને ઘણું સમજાવતા કે વિનયનું ફળ ગુરુની સેવા કરવી કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનથી વિરતિ આવે છે. વગેરે અનેક પ્રકારે સમજાવવા છતાં તે માનતો ન હતો. એક દિવસ મુનિઓને મારવા માટે તે વાસવ શિષ્ય પાણીમાં તાલપુટ વિષ નાખી દીધું. પછી ભય લાગવાથી જંગલમાં ભાગી ગયો. ત્યાં દાવાનલ લાગવાથી રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી પહેલી નરકે ગયો. અહીં શાસનદેવતાએ સૂરિ વગેરેને તાલપુટવાળું પાણી પીતા અટકાવ્યા. વાસવનો જીવ મસ્યાદિ અનેક ભવોમાં ભટકીને કર્મની લઘુતા થવાથી હવે એ રાજકુમાર થયો છે. તેની પાસે જઈ એનો આ પૂર્વભવ કહેશો તો તે બોલશે. તેમ કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી કેવળી પાસે આવી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત, સિદ્ધ જિનપ્રતિમા વગેરેનો દશ પ્રકારે યથાયોગ્ય વિનય કરવા લાગ્યો. આ પ્રમાણે વિનય કરવાથી સંપૂર્ણ કમનો ક્ષય કરી તે મોક્ષે પધાર્યા. તેમ સમકિત પામવા માટે સર્વનો યથાયોગ્ય વિનય કરવો. ૨૮ાા ત્રણ શુદ્ધિ દેવ-ગુરું-વચને મનશુદ્ધિ", કરે ગુણકીર્તન વાણી-વિશુદ્ધિ; વંદન, સેવન દેહ વડે નહિ અન્યતણું ઘર ઘર્મની બુદ્ધિ. હવે સમ્યગ્દર્શનને નિર્મળ કરનારી મન વચન કાયાની ત્રણ શુદ્ધિ છે. તે આ પ્રમાણે – અર્થ - સાચા દેવ વીતરાગ પ્રભુએ કે નિગ્રંથ ગુરુએ બોઘેલા વચનોને જ સત્ય માનવા અને મિથ્યાત્વીઓના શાસ્ત્રોને અસત માનવા તે પ્રથમ મનશદ્ધિનો પ્રકાર છે. તેના ઉપર દ્રષ્ટાંત - જયસેનાનું દ્રષ્ટાંત - સદૈવ મન શુદ્ધિ રાખવી. ઉજ્જયિની નગરીમાં વૃષભ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની જયસેના નામની સ્ત્રી સમકિતવંત અને પતિવ્રતા હતી. તેને પુત્ર ન હતો. જયસેનાના આગ્રહથી ઋષભ શ્રેષ્ઠીએ બીજા લગ્ન કર્યા.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200