Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 184
________________ ૧ ૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પછી લગ્ન કર્યા. હવે ફાગણ મહિનાની નંદિશ્વરની અઠ્ઠાઈ આવી તેથી રાણી ઉર્વિલાએ ખૂબ ધામધૂમથી રથયાત્રાની તૈયારી કરી. તે જોઈ બૌદ્ધમતી રાણીએ કહ્યું કે મારો રથ પહેલા નગરમાં ફરશે. રાજા કહે ભલે પહેલાં ફરે. ઉર્વિલાએ કહ્યું પહેલા મારો રથ ફરશે તો જ આહાર કરીશ. ઉર્વિલા આચાર્યના દર્શન કરવા ગઈ ત્યાં સર્વ હકીકત જણાવી. ત્યારે વજમુનિએ દેવની સહાયથી એનો રથ પહેલા ફેરવ્યો. તે જોઈ રાજા તથા પટ્ટરાણી પ્રતિબોઘ પામી જૈન ઘર્મનો સ્વીકાર કર્યો. માટે હે જીવ! નિશ્ચયથી સમ્યગ્દર્શનના આઠ અંગને તું નિત્ય ઘારણ કરી જેથી તને મોક્ષમાર્ગની છૂટી કેવળજ્ઞાન પામી તું કૃતકૃત્ય બની જાય. ૨૪. સમ્યવંત મહંત સદા સમ ભાવ ઘરે દુઃખ-સંકટ આવ્ય, બંઘ નવીન પડે નહિ, પૂરવ બંઘ ઘૂંટે નિજ આતમ ભાવે; પૂરણ અંગ સુદર્શનરૂપ, ઘરો શ્રુતજ્ઞાન અનુભવ વાગે, એમ સથે શિવમાર્ગ નિરંતર, મોક્ષ વિષે સુખ શાશ્વત લાગે. અર્થ :- સમ્યવ્રુષ્ટિવંત તે મહંત એટલે મહાપુરુષ છે. તે સદા દુઃખ-સંકટ આવ્યે સમભાવને ઘારણ કરે છે. જેથી તેમને નવિન કર્મનો બંઘ પડતો નથી. તેમજ પોતાના આત્માની ભાવના ભાવવાથી પૂર્વકર્મની પણ બળવાન નિર્જરા થાય છે. આઠેય અંગને પૂર્ણ ઘારણ કરવા એ જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન સહિત શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરો તો અનુભવમાં વિશેષ વૃદ્ધિ થશે. એમ નિરંતર પુરુષાર્થ કરવાથી મોક્ષનો માર્ગ સથાય છે. અને મોક્ષ પ્રાપ્તિ થયે ત્યાં આત્માનું શાશ્વત અનંત સુખ અનુભવાય છે, તેનો કદી પણ નાશ થતો નથી. રપા. જીવ-અજીવ વિચાર કરી, પ્રભુ, આમ્રવ-બંઘ-નિરોઘ ઉપાસું, સંવર-નિર્જર ભાવ વિષે રહીં, મુક્તિ વિના નહિ અન્ય વિમાસું; દેહપ્રમુખથી ભિન્ન ગણી નિજ શુદ્ધ સ્વરૂપ-અનુભવ ચાખું, શુદ્ધ કરી મન, ઘર્મ-વિચાર, સમાધિ વિષે ઉપયોગ જ રાખું. અર્થ :- હે પ્રભુ! હવે હું પણ જીવ અને અજીવ તત્ત્વનો વિચાર કરી આશ્રવ અને બંઘ તત્ત્વના નિરોથનો ઉપાય કરું. તથા સંવર અને નિર્જરા એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. માટે કમનો સંવર કેમ થાય અર્થાત્ કર્મોને આવતા કેમ રોકવા અને બંધાઈ ગયેલા કર્મોની કેમ નિર્જરા કરવી અર્થાત્ તેને કેમ દૂર કરવા તેની ભાવનામાં જ ચિત્તને રોકું. હવે તો માત્ર મોક્ષ અભિલાષ વિના અન્ય પદાર્થના વિમાસણમાં પડું નહીં. કેમકે એ બઘાં જીવને કર્મ બંઘનના જ કારણ છે. મુખ્ય એવા દેહથી આત્માને ભિન્ન ગણી પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનો આસ્વાદ ચાખું. તેમજ હમેશાં મનને શુદ્ધ કરી, ઘર્મ વિચારમાં રોકી આત્માની સ્વસ્થતા કેમ જળવાઈ રહે તેમાં જ મારા ઉપયોગને જોડી રાખું; કેમકે ઉપયોગ એ જ સાધના છે અને ઉપયોગ એ જ ઘર્મ છે એમ ભગવંતનો ઉપદેશ છે. |૨૬ાા. સમકિતના ૬૭ બોલ : ૪ સદહણા જીવ અજીવ પદાર્થ-વિચાર ગુસંગમથી સમયે સત્ "શ્રદ્ધા, બીઓં મુનિ સમકિતી તણી કરવી ગુણરત્ન વિચારી શુશ્રષા;

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200