Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 182
________________ ૧૬૨ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ કર્યું. પછી તે ક્ષુલ્લક રૂપે આવેલ ચોરને રાતોરાત રજા આપી રવાના કર્યો. એમ સભ્યવૃષ્ટિએ અન્નાની બળહીન સાધર્મીઓ વડે ઘર્મમાં લાગેલ દોષોને ઢાંકી, તેને પણ શિક્ષા કરવી. ।।૨૨।। સ્થિર કરે નિજ ભાવ, કુમાર્ગ ભણી ઢળતા અટકાવ્વ સુદૃષ્ટિ, તે સ્થિતિકારી સુગુણ ઘરે શિવ-માર્ગ વિષે સ્થિતિસ્થાપક દૃષ્ટિ; રત્નત્રયી શિવમાર્ગ-સુસાધક ઉપર વત્સલ ભાવ ઘરે જે, વાત્સલ્ય ગુજ઼ સહિત સુદૃષ્ટિ સ્વરૂપ પ્રતિ અનુરાગ કરે છે. હવે સમ્યગ્દષ્ટિનું છઠ્ઠું સ્થિતિકરણ અને સાતમું વાત્સલ્ય અંગ છે તેનું સ્વરૂપ સમજાવે છે. : અર્થ : સમ્યગ્દષ્ટિ જીવ પોતાના ભાવોને કુમાર્ગ એટલે મોક્ષના મિથ્યામાર્ગ ભણી ઢળતા અટકાવી પોતાના સ્વભાવમાં સ્થિર કરે છે, એ સદ્ગુણવડે જેની શિવમાર્ગ એટલે મોક્ષમાર્ગમાં સ્થિતિસ્થાપકવૃષ્ટિ છે અર્થાત્ જે પોતાના ભાવોને મોક્ષમાર્ગમાં જ સ્થિત કરે છે, વિભાવમાં જવા દેતા નથી; એ તેનું નિશ્ચયથી સ્થિતિક૨ણ અંગ છે. કોઈ જીવ ધર્મથી ભ્રષ્ટ થતો હોય તેને અટકાવી પુનઃ ધર્મમાં સ્થિર કરવો તે વ્યવહારથી સ્થિતિકરણ અંગ છે. આ ઉપર કથા છે તે નીચે પ્રમાણે – સ્થિતિકરણ અંગ ઉપર વારિપેણની કથા – રાજા શ્રેણિકનો પુત્ર વારિષેણે વૈરાગ્યભાવ પામી દીક્ષા ગ્રહણ કરી. મંત્રીપુત્ર પુષ્પડાલને ત્યાં વહોરવા માટે ગયા. મિત્ર પુષ્પડાલ તેમને વહોરાવી, વળાવવા માટે સાથે આવ્યો. ત્યાં ગુરુને કહી વારિણ મુનિએ પુષ્પડાલને દીક્ષા અપાવી. પણ પોતાની સ્ત્રી સોમિલા જે કાંણી કદરૂપી હોવા છતા તેને તે ભૂલી શક્યો નહીં. બાર વર્ષ પછી ભગવાન મહાવીરના સમવસરણમાં એક દેવને નાટક કરતો જોઈ પોતાની સ્ત્રીનું સ્મરણ થવાથી ત્યાંથી ઊઠીને ચાલવા માંડ્યું. વારિણ પણ તેના મનની વાત જાણી તેની સાથે ગયો. અને ફરીથી ધર્મમાં સ્થિર કરવા અર્થે તેને પોતાને ઘેર લઈ ગયો અને પોતાની ૩૨ સુંદર સ્ત્રીઓને બતાવી કહ્યું કે આ મારી સ્ત્રીઓ અને યુવરાજ પદને તું ગ્રહણ કર. આ સાંભળી પુષ્પડાલ અત્યંત લજ્જા પામ્યો અને વિચારવા લાગ્યો અહો! એણે કેવો અદ્ભુત ત્યાગ કર્યો છે અને હું મારી કાંણી અને કદરૂપી સ્ત્રીને પણ ભૂલી ન શક્યો. પછી પરમ વૈરાગ્ય પામી તપને વિષે તત્પર થયો. એમ કોઈને ધર્મથી ભ્રષ્ટ થતા પ્રાણીને ઘર્મમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ નામનું સમ્યક્ દૃષ્ટિનું છઠ્ઠું અંગ કહેવાય છે. સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રય છે. એ રત્નત્રયમયી મોક્ષમાર્ગના સત્સાઘક એવા મુમુક્ષુ જીવો ઉપર જે સદા વાત્સલ્યભાવ ઘરે છે; એ સમ્યગ્દષ્ટિનું વ્યવહારથી વાત્સલ્ય અંગ છે. તે આ પ્રમાણે – વિષ્ણુકુમાર મુનિની વાત્સલ્યઅંગ ઉપર કથા -- અવંતિ દેશમાં ઉજ્જયિની નગરીમાં શ્રીવર્મા નામે રાજા હતો. તે નગરીમાં અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સાથે આવ્યા હતા. આચાર્યે વિચાર્યું કે અહીંના ચારે મંત્રીઓ સ્વચ્છંદી છે. માટે કંઈ બોલવું જ નહીં એમ બધા મુનિઓને કહ્યું. રાજા મંત્રી વગેરે દર્શન કરવા આવ્યા પણ કોઈ બોલ્યું નહીં. એક મુનિ બહાર આહાર માટે ગયેલા હતા. રાજા મંત્રીઓ સાથે સામે મળ્યો. ત્યાં મંત્રીઓ સાથે વાદવિવાદ થતાં મુનિએ મંત્રીઓને જીતી લીધા. તેથી આચાર્યે કહ્યું કે જે જગ્યાએ તમારે વાદવિવાદ થયો છે ત્યાં જઈને ઊભા રહો નહીં તો આખા સંઘને વિઘ્ન આવશે. તે મુનિ રાતના ત્યાં જઈ ઊભા રહ્યા. ચારે મંત્રીઓનું અપમાન થયેલું હતું. તેથી સંઘને મારવા માટે તેઓ આવતા હતા. ત્યાં જ રસ્તામાં તે મુનિને જોઈ ચારે જણે મારવા માટે તલવાર ઉગામી કે નગરદેવતાએ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200