Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 180
________________ ૧૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પ્રભાવે વનદેવતાએ ભિલ્લને મારવા માંડ્યો. તેથી તેને કોઈ દેવી જાણી ત્યાંથી જતા વેપારીને આપી દીઘી. તે વ્યાપારીએ પણ તેની સાથે પરણવાની ઇચ્છા દર્શાવી, પણ અનંતમતીએ માન્યું નહીં. તેથી તેને વેશ્યાને ત્યાં આપી. ત્યાં પણ વેશ્યા થવા સંમત થઈ નહીં. તેથી સિંહરાજ રાજાને આપી. રાજાએ રાત્રે બળાત્કાર કરતાં નગરદેવતાએ આવી રાજાને ઉપસર્ગ કર્યો. તેથી ભય પામીને રાજાએ તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં રૂદન કરતી જોઈને કમલશ્રી સાધ્વીએ પોતાની પાસે રાખી. આટલા ઉપસર્ગ થયા છતાં વિઘાઘરે આપેલ વિદ્યાનો ઉપયોગ કર્યો નહીં. અથવા શિયળ ઘર્મથી મને દેવદેવી મદદ કરે એવી ઇચ્છા પણ કરી નહીં. એ તેનો નિષ્કાંક્ષિત ગુણ હતો. હવે અનંતમતીના પિતા શોકના કારણે તીર્થયાત્રાઓ કરતાં જ્યાં અનંતમતી છે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે ફરીથી મેળાપ થયો. પછી પિતાને પુત્રીએ કહ્યું – મેં સંસારનું ભયંકર સ્વરૂપ જોઈ લીધું. માટે હવે મને દીક્ષાની અનુજ્ઞા આપો. પછી દીક્ષા લઈ તપ તપીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ રૂપે તેનો અવતાર થયો. રા. નિર્વિચિકિત્સક ગુણ ઘરે વળી સમ્યગ્દષ્ટિ સદા સુખકારી, ભેદવિજ્ઞાનથી ઓળખતા ચીજ, પુગલ કેમ ગણે દુઃખકારી? દુઃખ ન દે નિજ ભાવ વિના કદી કોઈ, વિચાર સદા શમ વેદે, કોઈ સમે ન રુચે પર ચીજ છતાં બળ વાપરી વેષ તજે તે. અર્થ - હવે સમ્યવૃષ્ટિનું ત્રીજું અંગ નિર્વિચિકિત્સક છે. તેને સમજાવે છે. કોઈપણ વસ્તુ પ્રત્યે દુગંછા કે અણગમો ન લાવવો તે નિર્વિચિકિત્સક ગુણ છે. તે સુખકારીગુણને સમ્યગ્રુષ્ટિ જીવ સદા ઘારણ કરે છે. તે સમ્યદ્રષ્ટિ ભેદવિજ્ઞાનના બળે જડ ચેતનાત્મક વસ્તુના સ્વરૂપને ઓળખે છે. તે એમ માને છે કે જડ એવા પુદ્ગલ તે મને કદી દુઃખ આપી શકે નહીં. મારા જ રાગદ્વેષના ભાવ વિના મને કોઈ કદી દુઃખ આપવા સમર્થ નથી. એમ વિચારીને તે સદા કષાયભાવોને ઉપશમાવે છે. સમ્યદ્રષ્ટિને કોઈ પણ સમયે પર ચીજ પ્રત્યે રુચિ નથી કે રાગ નથી. છતાં બળ વાપરીને પર ચીજ પ્રત્યે તે કદી દ્વેષભાવ કે અણગમો લાવતા નથી. આ અંગ ઉપર ઉદયન રાજાની કથા આ પ્રમાણે છે : - ત્રીજા નિર્વિચિકિત્સા અંગ ઉપર ઉદયન રાજાની કથા : – એકદા સૌઘર્મેન્દ્ર પોતાની સભામાં ઉદયન મહારાજાના નિર્વિચિકિત્સક ગુણની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા વાસવ નામનો એક દેવ જળોદરથી પીડાતા મુનિનું રૂપ લઈ આવ્યો. તેને આહાર માટે બોલાવતાં માયા વડે સર્વ આહાર જલ આરોગીને પછી અત્યંત દુર્ગઘમય ઊલટી કરી. તેના દુર્ગધથી સર્વ સેવકો નાસી ગયા. ત્યારે રાજારાણીએ તે મુનિની સેવા કરી બધું સાફ કર્યું. પરંતુ ફરીથી મુનિએ રાજા અને રાણી પ્રભાવતી ઉપર જ વમન કર્યું. ત્યારે રાજાએ સ્વનિંદા કરી કે આ મુનિને અમે કંઈ વિપરીત આહાર આપ્યો છે, તેથી બિચારા દુઃખી થાય છે. એમ વિચારી ઘણી ભક્તિપૂર્વક બધું સાફ કર્યું. પરંતુ દુર્ગાછા આણી નહીં. ત્યારે દેવે પ્રગટ થઈ બઘી વાત કરી અને સ્તુતિ કરીને સ્વર્ગે ગયો. ઉદયન રાજા અંતે શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈને મોક્ષે પધાર્યા. અને પ્રભાવતી રાણી સંયમ ગ્રહણ કરીને તપ તપી, પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થઈ. ર૧ શુભ અશુભ બહિર પદાર્થ સમાન ગણી, નહિ મૂઢ બને છે, સમ્યવ્રુષ્ટિ અમૂઢે ગણાય, ન મોહવશ પર નિજ ગણે તે;

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200