Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 179
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૫૯ પ્રજાપાળ રાજાની રાણીનો હાર ચોરીને આવતાં કોટવાળે જોયો. તેથી હારને ત્યાં જ નાખી દઈ જે વડ નીચે માળી ચઢ ઊતર કરતો હતો ત્યાં આવીને બધી વાત પૂછી અને કહ્યું કે તને આ મંત્ર આપનાર પુરુષ સાચો છે? માળી કહે હું તેમને રોજ આકાશમાં ઊડતા જોઊં છું. ત્યારે અંજનચોર કહે તો લાવ મને શીકામાં બેસવા દેએણે બેસીને મંત્ર બોલતા એક સાથે જ ૧૦૮ દોરીઓ કાપી નાખી એટલે તુરંત વિદ્યા સિદ્ધ થઈ. અંજને વિદ્યાને કહ્યું કે મને આ મંત્ર આપનાર શેઠ પાસે લઈ જા. વિદ્યા ત્યાં લઈ ગઈ. શેઠને બથી હકીકત જણાવીને અંજનચોરે મુક્તિનો ઉપાય બતાવવા કહ્યું. ત્યારે શેઠ તેને ચારણ મુનિ પાસે લઈ ગયા. તેમણે માત્ર સાત દિવસનું આયુષ્ય બાકી છે એમ જણાવ્યું. તેથી દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રગટાવી શીધ્ર મુક્તિને પામ્યા. એમ સત્ય વસ્તુ મળતાં નિઃશંકપણે ઘર્મની પૂર્ણ આરાધના કરવાથી તત્કાળ મોક્ષ મેળવી શકાય છે. ૧૯ો. ભોગર્વી ચીજ ભેંલે સમજું જન, ભાવિ તણી નહિ લાલચ રાખે. હાલ મળેલ પદાર્થ ચહે નહિ, હેય ગણે રતિભાવ ન ચાખે; રોગ સમાન ગણે સહુ ભોગ સુદ્રષ્ટિ ત્રિકાળ અનિચ્છક માનો, જે પરલોક તથા પરભાવ ચહે નર સમ્યવ્રુષ્ટિ જ શાનો? હવે બીજાં નિષ્કાંક્ષિત અંગ છે, તેનું વર્ણન કરે છે : અર્થ – સમા પુરુષો એટલે જ્ઞાની પુરુષો ભોગવેલ વસ્તુ પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિને ભૂલી જાય છે, ભવિષ્યમાં તેની લાલચ રાખતા નથી. વર્તમાનમાં મળેલ પદાર્થને પણ અંતરથી ચાહતા નથી, સર્વને હેય ગણે છે, તેના પ્રત્યે રતિભાવ એટલે આસક્તિપૂર્વક રાગભાવ રાખતા નથી. ઘર્મ જનિત પણ ભોગ ઇહાં તેમ લાગે અનિષ્ટ તે મનને રે, એ ગુણ રાજતણો ન વિસારું વાલા સંભારુ દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય પુણ્યથી મળેલ ભોગોને પણ તે તો મનથી અનિષ્ટ માને છે. સર્વ ભોગોને તે રોગ સમાન ગણે છે. “ભોગ બૂરે ભવરોગ બઢાવે, વૈરી હૈ જગ જી કે; બૈરસ હોય વિપાક સમય, અતિ સેવત લાગે નીકે.” -છહ ઢાલા એવા સમ્યક દ્રષ્ટિ પુરુષોને ત્રણે કાળમાં અનિચ્છક એટલે નિષ્કાંક્ષિત અંગવાળા માનો. પણ જે દેવલોકાદિ પરલોકના સુખને ઇચ્છે તથા પરભાવ એવા રાગદ્વેષમાં જ આનંદ માને તે નર સમ્યવ્રુષ્ટિ શાના? અર્થાત્ પરપદાર્થમાં જ તેની સુખબુદ્ધિ હોવાથી તે નર સમ્યક દ્રષ્ટિવાન ગણાય નહીં. આ નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે છે : બીજા નિષ્કાંક્ષિત અંગ ઉપર અનંતમતીની કથા – શેઠ પ્રિયદત્ત અને માતા અંગવતીની પુત્રી અનંતમતી હતી. પિતાએ આચાર્ય પાસે આઠ દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેતા અનંતમતીને પણ તે પ્રમાણે વ્રત ગ્રહણ કરાવ્યું. અનંતમતી મોટી થઈ. સગપણ વખતે તેણીએ કહ્યું મારે તો બ્રહ્મચર્ય વ્રત છે. પિતા કહે તે તો માત્ર આઠ દિવસનું વ્રત લીધું હતું. અનંતમતી કહે – આચાર્યું એવું કાંઈ સ્પષ્ટ કર્યું નહોતું. માટે મારે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત છે. પછી હમેશાં તે વિદ્યાકળા અને શાસ્ત્રાભ્યાસમાં વખત ગાળવા લાગી. એક વખત બગીચામાં હીંચકા ખાતા વિદ્યાઘરના રાજાએ તેને જોઈ. તેના પર મોહિત થવાથી તેને ઉપાડી લઈ જતો હતો, તેટલામાં તેની સ્ત્રીને સામે આવતા જોઈ અનંતમતીને લઘુ વિદ્યા આપીને મહા અટવીમાં છોડી દીધી. ત્યાં ભીલોનો રાજા આવ્યો. તેણે તેણીની સાથે રાત્રે દુર્વ્યવહારના વિચાર કરતાં તેના શિયળના

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200