Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 178
________________ ૧૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આમ મરે નહિ જીવ કદી, ભય જ્ઞાન સમીપ કદી નહિ આવે, જ્ઞાન જ નિત્ય નિઃશંકપણે સહજે સમજુ જન તો મન લાવે. અર્થ – હવે આગળની ગાથાઓમાં સમ્યગ્દર્શનના આઠ અંગ જણાવે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગનું સ્વરૂપ સમજાવે છે. કર્મ સંયોગે જીવની સાથે રહેલ પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયબળ તથા શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણનો નાશ થવાથી માણસનું મૃત્યુ થયું એમ લોકો કહે છે. છતાં જીવ તો પોતાના ચેતન પ્રાણથી સદા જીવતો રહે છે. આત્માનું જ્ઞાન જ ચેતનરૂપ છે. તેનો જ્ઞાનપ્રકાશ કદી હણાતો નથી. આમ જીવનું કદી મૃત્યુ થતું નથી. તે તો સદા અજર અમર અને અવિનાશી છે. તેથી મરણનો ભય જ્ઞાનીપુરુષ સમીપે કદી આવતો નથી. આત્માનું જ્ઞાન જ ત્રિકાલિક હોવાથી તે સદા નિત્ય છે એમ નિઃશંકપણે સહજે સમ્યફષ્ટિ સમજુ જન તો મનમાં લાવે છે. એમ નિશ્ચયથી સમ્યકદ્રષ્ટિનું આ નિઃશંકિત નામનું પહેલું અંગ છે. ૧૮ દેહ કપાય ભલે છૂટી જાય, સડે, બગડે ય, ભલે બળી જાતો; જેમ થનાર થશે, નહિ એ મુજ-જ્ઞાની ન સાત ભયે ગભરાતો. કર્મ-વિપાક અનેક રીતે જિન વર્ણવતા, નહિ તે મુજ ભાવો, આત્મસ્વભાવ સુદ્રષ્ટિ ગણે નિજ; એક જ જ્ઞાન વિષે મન લાવો. અર્થ - ફરીથી એ જ અંગને સ્પષ્ટ કરે છે –દેહ કપાય કે ભલે છૂટી જાય, સડે બગડે કે ભલે બળી જાય, જેમ થવાનું હોય તે થાય, એ દેહ મારો નથી એમ જ્ઞાની માને છે. તેથી આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય કે અકસ્માતભય એ સાતે ભયથી તે ગભરાતા નથી. કર્મ વિપાક એટલે કર્મના ફળનું અનેક રીતે જિનેશ્વર ભગવાને વર્ણન કર્યું છે. તે કર્મના કારણ રાગદ્વેષના ભાવો છે. નિશ્ચયનયથી જોતાં તે ભાવો મારા નથી. મારો તો એક શુદ્ધ આત્મસ્વભાવ છે. એમ સમ્યકદ્રષ્ટિ માને છે. તે તો માત્ર એક આત્માના શુદ્ધ જ્ઞાન વિષે મનને રાખે છે. આ નિઃશંકિત અંગ ઉપર અંજનચોરની કથા પ્રસિદ્ધ છે તે નીચે પ્રમાણે છે : પહેલા નિઃશંકિત અંગ ઉપર અંજન ચોરની કથા – એક ઘનવંતર નામનો રાજા અને વિશ્વલોમ નામનો પુરોહિત બે મિત્ર હતા. રાજા જૈન ઘર્મી અને પુરોહિત વેદાંતી હતો. બેય દેહ છોડી અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ નામના દેવ થયા. ત્યાં બેયની ચર્ચા થઈ કે કયો ઘર્મ શ્રેષ્ઠ. તે તપાસવા બેય ચકલારૂપે બની પહેલા વેદાંતના ત્રઋષિ જમદગ્નિ તપ કરતા હતા, તેની દાઢીમાં આવી બેઠા અને બોલ્યા કે અપુત્યાની ગતિ નથી. આ સાંભળી તેઓ ચલાયમાન થયા અને લગ્ન કર્યા. પછી બન્ને દેવો જિનદત્ત શેઠ ઉપવાસ કરી જ્યાં સ્મશાનમાં ધ્યાનમાં ઊભા હતા. તેમને આખી રાત ઉપસર્ગ કર્યા પણ તે ચલાયમાન થયા નહીં. તેથી દેવતાઓ તેમને આકાશગામિની વિદ્યા આપી સ્વર્ગે ગયા. માળી પાસેથી રોજ તે શેઠ ફુલ લઈને આકાશમાં ઊડતા જોઈ માળીએ તે વિદ્યા મને શીખવો કે જેથી હું પણ તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવી શકું. તેથી શેઠે કહ્યું કે કાળી ચૌદસની રાત્રે વડની ડાળીએ ૧૦૮ દોરડાનું શીકું બાંઘી તેની નીચે જમીન પર તલવાર ભાલા વગેરે હથિયારો ઊભા ગોઠવવા. પછી શીકામાં બેસી નવકાર બોલીને એક એક દોરડાને કાપવું. તેમ કરવા જતાં માળીને શંકા થઈ કે જો વિદ્યા સિદ્ધ ન થઈ તો આ ભાલા તલવારથી મારું મૃત્યુ થઈ જશે. તેથી ત્યાં ચઢ ઊતર કરે છે. એટલામાં અંજનચોર જે વેશ્યા માટે

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200