Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 181
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૬૧ સિદ્ધ ભજી; "ઉપબૃહણ કે ઉપગૃહન ગુણ સુદ્રષ્ટિ ઘરે જે, પુષ્ટ કરે નિજ આતમશક્તિ, દબાવ વિભાવ, સ્વભાવ વરે છે. અર્થ – હવે સમ્યવૃષ્ટિનું ચોથું અંગ અમૂઢદ્રષ્ટિ અને પાંચમું અંગ ઉપગૃહન અંગ છે, તેના વિષે સમજાવે છે : જે દેવ-કુદેવને, ગુરૂકુગુરુને, થર્મ-અધર્મને, ભક્ષ્ય-અભક્ષ્યને, પુણ્ય-પાપને એવા શુભ-અશુભ સર્વ બાહ્ય નિમિત્ત પદાર્થોને સમાન ગણી પોતાના આત્માને મૂઢ બનાવતા નથી. એ અમૂઢ દ્રષ્ટિવાન કહેવાય છે. આ વ્યવહારથી કથન છે. એ ઉપર રેવતી રાણીનું દ્રષ્ટાંત તે આ પ્રમાણે : અમૂઢ દ્રષ્ટિ ઉપર રેવતી રાણીની કથા - એકદા વિદ્યાઘર રાજાએ ગુણાચાર્ય પાસે ક્ષુલ્લક દીક્ષા ગ્રહણ કરી. પછી તીર્થે જતાં, આચાર્યને પૂછ્યું કે કોઈને કંઈ કહેવું છે ? ત્યારે ગુણાચાર્ય બોલ્યા કે સુવ્રતમુનિને વંદન કહેજો અને મહારાણી રેવતીને આશીર્વાદ કહેજો. ગુરુએ મહારાણી રેવતીને આશીર્વાદ શા માટે કહ્યા હશે? તેની પરીક્ષા કરું એમ વિચારી એક દિવસ દેવે અસુરોથી વંદન કરાતા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. બીજા બઘા જોવા ગયા પણ રેવતી ન આવી. પછી વિષ્ણુનું અને પછી જટાધારી શંકરનું રૂપ ઘારણ કર્યું. તો પણ રેવતી ન આવી. તેથી હવે મુનિઓથી નમન કરાતા તીર્થંકરનું રૂપ ઘારણ કર્યું. બધા લોકો આવ્યા પણ રેવતી ન આવી. રાણી રેવતીએ વિચાર્યું કે તીર્થકર ચોવીશ જ હોય. આ કોઈ માયાવી છે. પછી ક્ષુલ્લકે વાસ્તવિક રૂપ લઈ રેવતીદેવીને વંદન કર્યું. અને ગુરુનું આશિષવચન સંભળાવ્યું. તથા બધી વાત કહી. લોકોમાં તેના અમૂઢદ્રષ્ટિ ગુણની પ્રશંસા કરી. તે દેવ સ્વસ્થાને ગયો. રેવતી રાણી પણ અંતે દીક્ષા પાળીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવરૂપે અવતરી. એવા સમ્યફષ્ટિ જીવો અમૂઢદ્રષ્ટિવાન ગણાય છે. જે મોહને વશ થઈ આત્માથી સર્વ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પરપદાર્થને પોતાના માનવા એ નિશ્ચયથી મૂઢતા છે. સમ્યવ્રુષ્ટિ જીવ પોતાનો આત્મા જે સિદ્ધ જેવો છે તેના શુદ્ધ સ્વરૂપને ભજી ઉપબૃહંણ કહો કે ઉપગૃહન કહો તે અંગને ઘારણ કરે છે. અર્થાત્ સ્વરૂપને ભજી પોતાની આત્મશક્તિને પુષ્ટ કરે છે. અને વિભાવ એટલે રાગદ્વેષના ભાવોને દબાવી અર્થાત્ તેનું ઉપગૃહન કરી પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. એ નિશ્ચયથી કથન છે. જ્યારે કોઈના દોષને જાહેરમાં પ્રગટ ન કરવો તે વ્યવહારથી ઉપગૃહન અંગ કહેવાય છે. આ વિષે જિનદત્ત શેઠની કથા પ્રચલિત છે તે નીચે પ્રમાણે : ઉપગૃહન અંગ ઉપર જિનેન્દ્ર શેઠની કથા - રાજા યશોઘરનો પુત્ર સુવીર નામે હતો. સાતે વ્યસનો સેવનાર હોવાથી ઘરથી તેને કાઢી મૂક્યો. પછી તે ચોરોનો આગેવાન થયો. જિનેન્દ્ર શેઠે અત્યંત કીમતી વૈર્યમણિની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરાવી હતી. તે જાણી ચોરોની પલ્લીમાંનો એક સર્ય નામનો ચોર તેને આ પ્રતિમા ચોરી લાવવાનું કામ સોંપ્યું. તે ક્ષુલ્લકનો વેષ લઈ લોકોમાં નામાંકિત થતો શેઠના ઘરે આવ્યો. શેઠને પણ તેના ઉપર વિશ્વાસ આવ્યો અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનો રક્ષક કર્યો. એકદા શેઠની સમુદ્રયાત્રાએ જવા માટેની તૈયારી થતી જોઈ તે જ રાત્રિએ મૂર્તિ લઈ તેણે ભાગવા માંડ્યું. પણ મણિના તેજથી રસ્તામાં કોટવાળ તેને પકડવા પાછળ પડ્યો. હવે પકડાઈ જશે એમ જાણી તે શેઠને શરણે ગયો. શેઠે તેને ચોર જાણ્યો પણ ઘર્મની નિંદા ન થાય તેમજ તેનો દોષ ઢાંકવા માટે કોટવાલને એમ કહ્યું કે આ પ્રતિમાને તો મેં જ મંગાવી હતી. એમ કહી સમકિતીના ઉપગૃહન અંગનું રક્ષણ

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200