Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 174
________________ ૧ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દુર્લભ ચંદન બાવળ માફક મૂરખ રાખ કરી રડવાનો, તેમજ વિષયલોભ વિષે ભવ દુર્લભ હે! જીંવ, વ્યર્થ જવાનો. અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયનો ઇચ્છક જીવ આત્મિક સુખને ચાહતો નથી, તે પોતે જ પોતાનો વૈરી બને છે. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?” (વ.પૂ.૬૨૦) જેમ મનુષ્યભવરૂપી નંદન બાગમાં આવી કોઈ અમૃત પીવાનું મૂકી દઈ વિષપાન કરે તેના જેવું છે. અથવા દુર્લભ એવા ચંદનના લાકડાને બાવળની જેમ બાળીને રાખ કરવાથી અંતે રડવાનો વખત આવે; તેમ હે જીવ! પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ગાળેલ દુર્લભ એવો મનુષ્યભવ વ્યર્થ ખોવાથી અંતે દુર્ગતિમાં રડવાનો જ સમય આવશે. ગાલા રત્ન ન લે જન રત્નબૅમિ જઈ, સંગ્રહ કાષ્ઠ તણો કર લાવે, ઘર્મ તજી, ભવ ભોગ-પરિગ્રહ-સંગ્રહમાં નર તેમ ગુમાવે; પથ્થર-ભાર સમાન ગણો શમ, સંયમ, બોઘ, તપાદિ ગુણો યે સમ્યગ્દર્શન યુક્ત બઘા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગણો એ. અર્થ :- રત્નભૂમિમાં જઈને પણ જે જીવ રત્નોને ન લેતા, કાષ્ઠ એટલે લાકડાના ભારાનો જ સંગ્રહ કરીને લાવે, તેમ ઘર્મ તજી આ મનુષ્યભવને ભોગ તથા પરિગ્રહના સંગ્રહમાં જે જીવ વ્યર્થ ગુમાવે તે પણ તેના જેવું જ આચરણ કરે છે. તે સંબંધી પરમકૃપાળુદેવ દ્રષ્ટાંતથી જણાવે છે : “ચાર કઠિયારાના દ્રષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે –ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીઘા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતના લાકડાં ખપે કે નહીં, માટે મારે તે લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાખી દઈ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાખી દઈ રત્નચિંતામણિ લીઘો. એકે સોનુ રહેવા દીધું. (૧) આ જગ્યાએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીઘા અને બીજાં ન લીધું તે પ્રકારનો એક જીવ છે; કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુઘરી નહીં. (૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. (૩) સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. (૪) રત્નચિંતામણિ જેણે લીઘો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો.” (વ.પૃ.૯૯૦) શમ એટલે કષાયનું ઉપશમન, સંયમ એટલે ઇન્દ્રિયો, મન આદિનો સંયમ, સપુરુષનો બોઘ તથા તપ આદિ ગુણો એ સર્વ સમ્યગ્દર્શન વગર પથ્થરના ભાર સમાન ગણાય છે. જ્યારે સમ્યગ્દર્શન યુક્ત એ બઘા ગુણો અમૂલ્ય રત્ન સમાન ગણવામાં આવે છે. “શમ, બોઘ, વૃત, તપાદિ ગુણ, પાષાણ-ભાર-સમા વૃથા, પણ તેજ જો સમ્યકત્વયુત તો પૂજ્ય ઉત્તમ મણિ યથા.” -આત્માનુશાસન /૧૦ના છે જીંવ કર્મ-મલિન અનાદિથ, બંઘન આઠ રીતે કરતો એ; આસ્રવ, બંઘતણું બીજ, તે પણ ક્રોઘ, મદાદિ થકી ઘરતો તે;

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200