Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 167
________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૭ રૂપ નજરે આવતું નથી. કેમકે તે અરૂપી પદાર્થ છે. તો કોની સાથે વદવું? અર્થાત્ બોલવું? એનો હે જીવ તું વિચાર કર. “જે મને રૂપ દેખાય, તે તો જાણે ન સર્વથા; જાણે તે તો ન દેખાય, કોની સાથે કરું કથા?” -સમાધિશતક (૧૯ાા કોઈ મને સમજાવે', “પરને બોઘ દઉં” ગાંડાની ચેષ્ટા સમ સર્વ ગણાય જો; વચનાતીત, સ્વરૂપે નિર્વિકલ્પ હું', એમ વિચાર્યું વાણી પણ રોકાય જો. જય૦ ૨૦ અર્થ - કોઈ મને સ્વરૂપ સમજાવે અથવા હું કોઈને સ્વરૂપનો બોઘ આપું, એવો જે સર્વ વ્યવહાર તે અંતર્માત્માને ગાંડાની ચેષ્ટા સમાન જણાય છે. કેમકે આત્મા તો વચનાતીત એટલે વચનથી અગોચર છે, વચનથી તે જણાવી શકાય એમ નથી. તથા તે આત્મા નિશ્ચયથી જોતાં તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમ વિચાર કરવાથી તેની વાણી પણ મૌનપણાને ભજે છે અને અંતર્મુખવૃત્તિ થાય છે. પરિણા બાહ્ય અને અંતર્વાચાને રોકતાં, યોગી પ્રગટાવે પરમાત્મ-પ્રદીપ જો; સર્વે ઇન્દ્રિયના સંયમને સાઘતાં કર મન સ્થિર, પરમાત્મા, તેજ સમીપ જો. જય૦ ૨૧ અર્થ :- બાહ્યવાણી અને અંતર્વાચા એટલે સંકલ્પવિકલ્પને રોકીને યોગીપુરુષો પરમાત્મસ્વરૂપમય પ્રકષ્ટ દીપકને પ્રગટાવે છે. સર્વ ઇન્દ્રિયોના સંયમને સાથી મનને સ્થિર કર તો પરમાત્મસ્વરૂપ તારા, સમીપમાં જ તને ભાસશે. “ઇંદ્રિયો સર્વ રોકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મસ્વરૂપ તે.” -સમાધિશતક ||૧| તાઁ બહિરાત્મપણું અંતમાં સ્થિર થા; સર્વે સંકલ્પોથી ભિન્ન સ્વ મ જો પરમાત્માનું, ભાવે અંતર્ આતમા; દૃઢ અભ્યાસે થાયે સ્થિર તદ્રુપ જો. જય૦ ૨૨ અર્થ :- બહિરાત્મપણું ત્યાગીને તું તારા અંતરાત્મામાં સ્થિર થા. કેમકે પરમાત્માનું સ્વરૂપ સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત છે. એમ અંતર્વાત્માની સદા ભાવના હોય છે. તે પોતાના દ્રઢ અભ્યાસથી સમય આબે તદ્રુપ એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં તલ્લીન થાય છે. રા. નિત્ય, નિરંજન, પરમાનંદ સ્વરૂપ છે, જ્ઞાન અનંતનું પરમાત્મા તો ઘામ જો; શુદ્ધ, બુદ્ધ ને શાંત, શિવ અનૂપ તે, દેહરહિત ને દેહસહિત બે નામ જો. જય૦ ૨૩ હવે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરે છે : અર્થ - પરમાત્માનું પરમાનંદ સ્વરૂપ તે સદા નિત્ય છે, શાશ્વત છે, નિરંજન એટલે કર્મરૂપી કાલિમાથી રહિત છે. પરમાત્મા તો અનંતજ્ઞાનના ઘામ છે. તે શુદ્ધ છે, બુદ્ધ એટલે જ્ઞાની છે અને કષાયરહિત હોવાથી શાંત છે. તે અનુપમ શિવ એટલે મોક્ષસ્વરૂપ છે. એવા પરમાત્માના દેહરહિત અને દેહસહિત એવા બે નામ છે. અરિહંત ભગવાન કે કેવળી ભગવાન તે દેહસહિત હોવાથી સાકાર પરમાત્મા છે અને સિદ્ધ ભગવાન તે દેહરહિત હોવાથી નિરાકાર પરમાત્મા કહેવાય છે. ૨૩ વર્ણ, ગંથ કે સ્પર્શ, શબ્દ રસ જ્યાં નહીં, જન્મ-મરણ વિણ જેહ નિરંજન નામ જો; ક્રોઘ, માન, મદ, માયા, મોહ રહ્યાં નથી, સ્થાન-ધ્યાન વિણ તે જ નિરંજન રામ જો. જય૦ ૨૪

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200