Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 171
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫ ૧ “સમકિતદાયક ગુરુતણો, પ્રત્યુપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતાં ક્રોડ ઉપાય.” -શ્રી યશોવિજયજી શ્રી ગુરુ, જીવની પશુગતિ અને નરક નિગોદાદિક ગતિઓને ટાળી મોક્ષરૂપી વૃક્ષના બીજની વાવણી કરી, તેને બોઘરૂપી પાણી પાવીને વઘારે છે. પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે; એ ગુણ રાજ તણો ન વિસારુવાલા સંભારું દિનરાત રે.” -આઠ દૃષ્ટિની સઝાય જે જીવો ભૂતકાળમાં સિદ્ધ અવસ્થાને પામ્યા, વળી ભાવિ એટલે ભવિષ્યકાળમાં પણ જે મનુષ્યો સિદ્ધ પદને પામશે, તેમજ હાલમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી જે મનુષ્યો સિદ્ધગતિને પામે છે, તે સર્વ સમ્યગ્દર્શનવંત જ હશે, અર્થાત્ સમ્યગ્દર્શન વગર કોઈ પણ જીવ મુક્તિને પામી શકે નહીં. જરા કેવળથી નહિ કોઈ અધિક સુદેવ મનાય મનોહર ભાવે, ગ્રંથરહિત ગુરુથી નહીં અઘિકો જગમાં ગુરુ ઉરથી લાવે; કેવળી-ભાષિત ઘર્મ દયામૅળ અંકુર ઉર વિષે પ્રગટે છે, તે વ્યવહારથી સમ્યગ્દર્શન, નિશ્ચય આત્મ-અનુભવ દ તે. હવે વ્યવહાર સમ્યગ્દર્શન કોને કહે છે તે જણાવે છે – અર્થ - આ જગતમાં કેવળજ્ઞાનથી અધિક કોઈ જ્ઞાન નથી. એવા જ્ઞાનને જે ઘારણ કરે તેને મનોહરભાવે અર્થાત અંતઃકરણના પૂજ્યભાવે જે સાચા દેવ માને, તથા જેની મિથ્યાત્વરૂપી ગ્રંથિ એટલે ગાંઠ ગળી ગઈ છે અર્થાત્ જે આત્મજ્ઞાની છે એવા ગુરુથી જગતમાં કોઈ મહાન ગુરુ નથી, એવો ભાવ જેના હૃદયમાં હોય. તેમજ કેવળી પ્રરૂપતિ દયામૂળ ઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ જગતમાં છે એવા ભાવના અંકુર જેના હૃદયમાં પ્રગટ થયા હોય. તે જીવને વ્યવહારથી સમ્યગ્દર્શન છે એમ કહી શકાય. નિશ્ચય સમ્યગ્દર્શન તો આત્માનો સાક્ષાત અનુભવ આપે તેને કહેવાય છે. “ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” (વ.પૃ.૫૯૯) //૩ સમ્યગ્દર્શનની ઝૂરણા સહ સમ્યગ્દર્શન ચિંતવતા જે, તે જીંવ ત્યાગ-વિરાગ વઘારી, ગુસંગમ ઘારી સુદ્રષ્ટિ થતા તે; સ્વપ્ન વિષે પણ સમ્યગ્દર્શન દૂષિત જે ન કરે સુવિચારી, તે જીંવ સમ્યભાવ વિષે રમ, કર્મ ખપાવ વરે શિવનારી. અર્થ - સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની જેને ઝૂરણા જાગી છે તે દર્શન પરિષહ છે. તેને ઘીરજથી વેદાય તો તેમાંથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ વિષે શ્રીમદ્જી જણાવે છે કે – “પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું–તેને “દર્શન પરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ઘીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.” (વ.પ્ર.૩૧૭) તે જીવ સમ્યગ્દર્શન એટલે ભેદજ્ઞાનને ચિંતવે છે. જેમ કે :

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200