________________
છે કે મારે પણ સેને પાલનહાર ન મરે” માટે જ બધા માનવે બે પ્રકારના છે. જંગલી અને સામાજિક, સામાજિકમાં –પણ આર્ય અને અનાર્ય આર્યમાં પણ–વંશ પરંપરાગત શુદ્ધિવાળા અને ઈતર, વંશ પરંપરાની શુદ્ધિવાળાઓમાં જવાબદારી ઉપાડી શકે તેવા અને બિનજવાબદાર, જવાબદારમાં પણ દુન્યવી જીવનવાળા અને આધ્યાત્મિક જીવનવાળા, આધ્યાત્મિક જીવનવાળાઓમાં પકાર સાથે પરોપકારાર્થે જીવન ટકાવવાવાળા અને કેવળ પોપકારાર્થે જીવન ટકાવવાવાળા આમ જેમ જેમ આગળ વધીયે તેમ તેમ ઊંચું સ્થાન આવે જ્યારે સંખ્યા ઘણી એાછી મળતી જાય.
ઉપર જણાવેલ દરેક સ્થાનમાંથી આધ્યાત્મિક જીવનને પકાર સાથે પરોપકારાર્થે જીવનાર ચંપાશ્રીજી જેવાં નામ પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવી શકે છે.
આ ઉપરથી એમ ખ્યાલ આવશે કે–ચંપાશ્રીજી નામની કેટલીક મહત્વભરી કિંમત છે. કેટલીય હદ સુધીનાં ઉચ્ચ સ્થાને વટાવ્યા બાદ ચંપાશ્રીજી જેવાં નામ પ્રાપ્ત કરવાની ચેગ્યતા આવે છે, આવાં નામ મેળવવાં તે દૂર રહે પણ જે જીવે પામી શકવા જેટલી ગ્યતા સુધી પણ આવતા નથી તેવા તે જગતમાં અનેક પ્રાણીઓ છે અને ક્ષણે ક્ષણે અનંત ઉપજે છે અનંત મરે છે માટે તેવા ની તેટલી મહત્તા હોતી નથી કે જેટલી મહત્તા આવાં નામવાળાઓની હોય છે.
વર્તમાન સમયની આગળ પડતી દરેક સ્ત્રીઓ જેવી કે