________________
૧૩
માતાએ પણ આવી પડેલી જવાબદારીને માથા ઉપરથી ઉતારી હળવા થવા માટે મોટી બહેનનાં લગ્ન લેવાનાં હતાં તેમની સાથે આપણું ચરિત્રનાયક સાંકળીબેનને પણ ખંભાતના જ ઉચ્ચ કુટુંબમાં પ્રતિષ્ઠા પામેલા ચોકશી નેમચંદ મગનલાલ સાથે વ્યવહારિક-સાંસારિક સંબંધથી જોડવામાં આવ્યા. યાને લગ્નગ્રંથીથી જોડવામાં આવ્યાં, જ્યારે તેમની ઉંમર ૯ વર્ષની હતી. તેઓ તે ધર્મ માર્ગમાં રત હતા. તે ઉંમરમાં તેમને “લગ્ન શું? એ વસ્તુને ખ્યાલ સરખે એ ન હતે.
દીક્ષા
બને બેનેના લગ્ન ધામધુમથી પતી ગયા બાદ મોટીબેન સમરથને તે ઉંમરલાયક ગણ સાસરે વળાવી પણ આપણું ચરિત્રનાયક શ્રી સાંકળીબેનની ઉંમર તે માત્ર નવ જ વર્ષની રહેવાથી તેમની માતાએ માત્ર લગ્ન કર્યા તેટલું જ સાસરે વળાવ્યાં ન હતાં. તેઓ તે પિતાની સખીઓ સાથે આનંદ કરતાં અને માતાની આપેલી કુલીનતાની અને ધર્મની શિખામણેમાં તન્મય બનતાં હતાં. તે અરસામાં લગ્ન થયાં ને હજુ એક વર્ષ પણ પૂરું નહિ થયું હોય ત્યાં તે તેમના પતિ નેમચંદ ભાઈની તબિયત ન દુરસ્ત બની અને તે અનેક ઉપચારોથી પણ ન સુધરી. સાંસારિક રિતરિવાજ મુજબ આપણું ચારિત્ર-નાયકને સાસરે મોકલવામાં આવ્યાં. પણ અહીં તે જે દિવસે સાસરે આવ્યા તે જ દિવસે નેમચંદભાઈનું સ્વર્ગગમન થયું. અને પિયરને જ પિતાનું ઘર માનવ સાસરું શું કહેવાય