________________
પૂ. ગંભીરવિજયજી અને પછીથી શાસનસમ્રાટું આચાર્ય દેવેશ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મ. શ્રીનું અજ્ઞાનુવતીપણું પામી પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રવૃત્તિમાં આગળ વધવા લાગ્યા. જેથી તેમના ઉપર પૂ. ગુરુજી મ. શ્રીને અનહદ પ્રેમ વધતે હતે. અને પૂ. ચરિત્ર નાયિકા પણ પૂ. ગુરુજી મ. આદિના વિનય, વૈયાવચ્ચમાં પણ તલ્લીન રહેતાં. અને તેથી તેમના અત્યંત પ્રીતિપાત્ર બનવાથી દિનપ્રતિદિન અભ્યાસમાં સારી એવી પ્રગતિ સાધવા લાગ્યાં, અને પહેલું ચાતુર્માસ વિશાળ જૈનપુરી સમાન અમદાવાદમાં કર્યું.
તેઓશ્રીના ચાતુર્માસની અને પરિવારની યાદી અલગ આપ વામાં આવેલ હોવાથી અહીં તેઓશ્રીનાં વિશિષ્ટ કાર્યોની જ નોંધ લઈશું.
' પૂ. ચરિત્રનાયિકાએ જે પૂ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી પાસે દીક્ષા લીધી હતી તેમનું જીવન ઘણું જ ઉચ્ચ કોટિનું રસિક અને પ્રઢતાભર્યું છે. જેમણે જૈનશાસનમાં મહાન કાર્યો એવી. સુંદર રીતે કર્યા છે કે જે સારા સાધુ મહાત્મા માટે પણ કઠિન હોય. જેથી તેઓશ્રીની જીવનરેખા ખંભાત તેમજ બીજા અનેક ક્ષેત્રોને લેકેના હૃદયમાં હજુ પણ અંકાઈ રહી છે.–અનેરી છાપ પાડી રહી છે. તેમના પ્રથમ શિષ્યા તરીકે આપણાં ચરિત્ર નાયિકા ચંપાશ્રીજી વિશાલ વશવૃક્ષના બીજાપણુરૂપ થયાં.