Book Title: Prabuddha Jivan 2010 03 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન લેખક: ડૉ. જયકુમાર જલજ, અનુ. : ડૉ. શેખરચંદ્રજી જૈન ભગવાન મહાવીરના ૨૬મા જન્મોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશની રાજ્ય સમિતિએ ‘ભગવાન મહાવીર કા બુનિયાદી ચિંતન" ને હિન્દી પુસ્તિકાનું પ્રકાશન કર્યું હતું. ભગવાન મહાવીરના ચિંતનના મર્મજ્ઞ અને વિખ્યાત સાહિત્યકાર, પ્રાધ્યાપક ડૉ. જયકુમાર જલજે આ પુસ્તિકાનું સર્જન કર્યું. આ પુસ્તિકાની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ તેમજ આ પુસ્તિકાનો અંચે, ઉર્દુ, સંધી, મરાઠી, કન્નડ અને ગુજરાતી ભાષામાં અનુવાદ થયો અને એ ભાષાની પણ ઘણી આવૃત્તિ થઈ. મૂળ પુસ્તિકા ૩૦ પાનાની છે, અહીં તો માત્ર થોડાં અંશો જ પ્રગટ કર્યા છે. ડૉ. જયકુમાર જલજ અને ડૉ. શેખરચંદ્રજીનો ઋણ સ્વીકાર કરીએ છીએ. —તંત્રી) દેહાવસાન થયેલું. તેઓ હવે અપેક્ષાકૃત સ્વતંત્ર થયા. ભાઈ પાસેથી આજ્ઞા માંગી. તેમનો સંકોચ જોઈ રોકાઈ રહ્યા. દિગંબર મતાનુસાર છેવટે માતા-પિતા સહિત સહુની આજ્ઞા લઈ ઘરેથી નીકળી પડ્યા. સાડાબાર વર્ષ સુધી મૌન તપસ્યા કરતા રહ્યા અને માત્ર ચિંતન તથા ધ્યાનથી તેઓએ સત્યની પ્રાપ્તિ કરી. ૫૫૭ ઈ. પૂ. ૧૩ ઑક્ટોબર, બુધવાર, વૈશાખ શુક્લ ૧૦મીના દિવસે બિહાર પ્રદેશના વૃંભક ગામની ૠજુફૂલા નદીના કિનારે શાલવૃક્ષની નીચે આ ઘટના ઘટિત થઈ. ત્યાર પછી સૌ તેઓને સર્વજ્ઞ કહેવા લાગ્યા. જ્ઞાન અને ચિંતનના પગે યાત્રા કરવાને કારણે તેમના વિચારો અને નિષ્કર્ષોના પાયા ખૂબ જ મજબૂત, ઊંડા અને સર્વકાલિક છે. મહાવીરની તપસ્યાએ તેમની સમક્ષ આ પાયાનું સત્ય પ્રકટ કર્યું કે પદાર્થ/વસ્તુ/દ્રવ્ય કે સત્ મહાન છે. માટે પછી તે જીવન હોય કે અજીવ તેઓની સાથે સન્માનની દૃષ્ટિથી જોવું જોઈએ. આ અદ્ભુત અનુભવની અસાધારણતા માત્ર આટલી વાતથી સમજી શકાય છે કે આને સમજવા માટે વિજ્ઞાનને લગભગ ૨૫૦૦ વર્ષનો સમય લાગ્યો. ૨૦મી શતાબ્દીમાં આઈન્સ્ટાઈનના માધ્યમથી આને સમજી શકાયું. આને સમજવા માટે રાજનીતિ શાસ્ત્રને લગભગ સવા બે હજાર વર્ષ સુધી પ્રતીક્ષા કરવી પડી. ફ્રાન્સની ક્રાંતિ વખતે જ તે સમજી શકાયું. જોકે આઈન્સ્ટાઈન મૂળભૂત રીતે માત્ર જડ પદાર્થોના સંદર્ભે ફ્રાન્સની ક્રાંતિ તેને માત્ર માનવીય સંદર્ભોમાં જ સમજી શક્યા. જ્યારે મહાવીરે આનો સાક્ષાત્કાર સંપૂર્ણ જડચેતનના સંદર્ભે કર્યો. તેઓએ માત્ર માનવાધિકાર અથવા પ્રાણીઓના અધિકારની જ નહિ પણ સંપૂર્ણ જડ-ચેતનના અધિકારોની ચિંતા કરી. મહાવીરનો જન્મ ઈ. પૂ. ૫૯૯ (599 BCE) શનિવા૨ ૧૯ માર્ચ વર્ષમાં ચૈત્ર માસ, શુકલ પક્ષ, ત્રયોદશી તિથિ, મધ્યરાત્રિએ બિહાર પ્રાન્તના વૈશાલી પાસેના કુંડગ્રામમાં થયો. કુંડગ્રામ જ્ઞાતૃ ક્ષત્રિયોનું ગણરાજ્ય હતું. મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થ તેના ગણ પ્રમુખ હતા અને માતા ત્રિશલા જેઓનું એક નામ પ્રિયકારિણી હતું તેઓ વૈશાલી ગણરાજ્યના લિચ્છવી વંશના મહામાન્ય રાષ્ટ્રાધ્યક્ષ ચેટકના બહેન કે પુત્રી હતા. પુત્રના ગર્ભમાં આવતાની સાથે જ રાજ્યમાં ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી. માટે તેમના પિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. વળી નાનપણથી જ બુદ્ધિની નિર્મળતા અને અનેક વીરતાપૂર્ણ કાર્યોને કારણે વર્ધમાનને ‘સન્મતિ’ અને મહાવીર'થી સંબોધવા માંડ્યા. મહાવીરને લોકતંત્ર અને ગણતંત્રની વિચારસરણી સંસ્કાર તો તેમના માતા-પિતા દ્વારા વારસામાં મળ્યા જ હતા પણ પોતે પણ તે પ્રમાણેના ગણરાજ્યોના ખુલ્લા અને ખીલેલા વાતાવરણમાં મોટા થયા હતા. મહાવીરના જીવનમાં કોઈ રહેવાયાપણું નથી. તેમના જીવન સાથે સંકળાયેલી ઘટનાઓ પ્રમાણિત કરે છે કે તેમનું જીવન દોડધામ વાળું નહિ પણ વિચારવંત, શાંત, તટસ્થ અને વસ્તુને કોઈ પણ પૂર્વાગ્રહ વગર સમજવા માટે પ્રસ્તુત રહ્યું છે. ગ્રહણ કરવાની ભાવુક ઉતાવળ પણ નહિ અને છૂટી જવાનો કોઈ પશ્ચાતાપ પણ નશે. જીવનમાં કોઈ નાટકપણું નહિ, કોઈ તમાશો નહિ. તેઓનું જીવન એક મેદાની નદીની જેમ શાંત વહેણ જેવું હતું. માટે ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરનું સંન્યાસ ગ્રહણ કોઈ અશ્રુભરેલી કે તાત્કાલિક ધટનાનું પરિણામ નથી. બલ્કે તે ચિંતન-મનનની લાંબી પ્રક્રિયાનું પરિણામ રહ્યું હશે. શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકો અષાઢ શુદિ ૬ બ્રામા ગામ નગર ત્ર ૧૩ વિષકુંડગ્રામ નગર કાર્તિક વદ ૧૦ ક્ષત્રિયકુંડગ્રામ નગર વૈશાખ સુદ ૧૦ ઋજુવાલિકા નદીના કિનારે શાળ આસો વિદ ૦)) પાવાપુરી ૫ શ્વેતાંબર માન્યતા છે કે તેઓ (૧) ચ્યવન કલ્યાણક પરણેલા હતા. જ્યારે દિગમ્બર (૨) જન્મ કલ્યાણક માન્યતા છે કે તેઓએ લગ્ન કર્યા (૩) દીક્ષા કલ્યાણક ન હતા. શ્વેતાંબર મતાનુસાર ૪) કેવલજ્ઞાન કલ્યાક જ્યારે તેઓ ૨૭ વર્ષના હતા ત્યારે તેમના મા-બાપનું પૂર્ણ નિર્વાણ કલ્યાણક પોતાના પર્યાવ૨ણ, જળ, જંગલ, જમીન વગેરેની રક્ષા માટે ચિંતિત વિશ્વને આ જાણીને સુખદ આર્ય થશે કે મહાવીર આ બધાને નિર્જીવ નહિ-પણ સજીવ માને છે. મહાવીરની દૃષ્ટિમાં સંસારના પ્રાણીઓ બે પ્રકારના છે-ત્રસPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36