________________
૨૨
પ્રબુદ્ધ જીવન
શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત
લોક વિદ્યાલય, વાલુકડ (પાલીતાણા) ચેક અર્પણ કાર્યક્રમ
-મથુરાદાસ એમ. ટાંક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા ૨૫ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતરાજ્યની કોઈ એક સંસ્થા માટે દાનની અપીલ કરે છે.
દાનની અપીલ કરતાં પહેલા બે-ત્રણ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવે છે તેમાંથી જે સંસ્થા આર્થિક સહાય માટે વધારે લાયક હોય તેની વરણી સંઘની કાર્યવાહક સમિતિમાં કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે લોક વિદ્યાલય વાલુકડ-પાલીતાણાને આર્થિક સહાય કરવી એમ ઠરાવવામાં આવ્યું હતું.
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન લોક વિદ્યાલય માટે રૂપિયા
પચીસ લાખ ત્રેપન હજા૨ ત્રણસો ઓગણચાલીસ જેવી માતબર રકમ મળી જેને અર્પણ ક૨વાનો કાર્યક્રમ વાલુકડ મુકામે શનિવા૨ તા. ૯મી જાન્યુઆરી ૨૦૧૦ના રોજ રાખવામાં આવ્યો હતો. સંઘની છેલ્લા ૨૫ વર્ષની પ્રણાલિકા છે કે આપણે દાન, દાન લેનારના આંગણે જઈ આપવું.
સંઘના હોદ્દેદારો, સભ્યો, દાતાઓ મળી કુલ ૧૯ ભાઈ-બહેનો શુક્રવાર તા. ૮મી જાન્યુઆરી ૨૦૧૦ના રોજ રાતના ૯-૨૫ કલાકે બોમ્બે સેન્ટ્રલથી ભાવનગર એક્સપ્રેસમાં રવાના થઈ, શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે સોનગઢ સ્ટેશને પહોંચ્યા હતાં. સોનગઢ સ્ટેશને
માર્ચ ૨૦૧૦
વાલુકડના કાર્યકરો લક્ઝરી બસ લઈને આવેલ, તેમાં સૌ રવાના થઈ, પાલીતાણામાં પાલણપુર જૈન યાત્રિક ભવનમાં ઉતર્યાં. સ્નાનાદિ ક્રિયાઓ પતાવી સૌ લોક વિદ્યાલય, વાલુકડ (કાર્યક્રમના સ્થળે) જવા બસમાં રવાના થયાં. વાલુકડ પહોંચતા લોક વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શિરોયાએ બધાને ભાવથી આવકારી સ્વાગત કર્યું તેમજ સ્કુલની વિદ્યાર્થિનીઓએ બધા મહેમાનોને ચાંદલો કરી ગુલાબનું ફુલ આપી અભિવાદન કર્યું.
લોક વિદ્યાલય, વાલુકડ તરફથી ત્રિવિધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલો કાર્યક્રમ સવારના મહિલા મહા વિદ્યાલય સંકુલનું શિલાન્યાસ શ્રીમતી મંજુલાબેન અનુભાઈ તેજાણી અને શ્રીમતી રેખાબેન જસમતભાઈ વીડિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહા વિદ્યાલય માટે ૭૧ લાખનું દાન શ્રી અનુભાઈ તેજાણી અને જસમતભાઈ વીડિયાએ તેમના પૂજ્ય માતુશ્રીના સ્મરણાર્થે ‘માતુશ્રી રામુબા દેવરાજભાઈ તેજાણી અને શાંતાબા નાનુભાઈ વીડિયા નામ આપવામાં આવ્યું હતું. આ રીતે આ બે ભાઈઓએ પોતાની માતાનું ઋણ ઉતારવાનો યશ લીધો હતો. આ પ્રસંગે પૂ. શ્રી રાજશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમજ પૂ. સાધ્વીજી પૂ. બહેન મહારાજ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ હાજર હતાં.
વાલુકડ મુકામે ઈતિહાસ સર્જાયો કે એક સાથે ૪ કૉલેજોની જુદી જુદી ફેકલ્ટીનીનું અહીં નિર્માણ થવાનું છે.
આ કાર્યક્રમ પછી પધારેલા બધા મહેમાનો અને પાલીતાણાથી આવેલા સંઘના બધા સભ્યોને ભોજન કક્ષમાં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા આમંત્ર્યા હતાં. ભોજનાદિ કાર્ય પતાવી, મહેમાનોને વાલુકડ સંકુલના બધા વિભાગો બતાવી, માહિતી અપાઈ હતી. ત્યાર પછી કાર્યક્રમ માટે તૈયાર કરેલા શામિયાણામાં બધાં ગોઠવાઈ ગયાં હતાં.
કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં વાલુકડના ભાઈ-બહેનોએ પૂજ્ય શ્રી ગણપતિની સ્તુતિ રજુ કરી હતી.
પ્રારંભમાં લોક વિદ્યાલય, વાલુકડના ટ્રસ્ટી ડૉ. ઝેડ. પી. ખેનીએ વાલુકડ પધારેલા બધા મહેમાનોને અને મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનો, પરિચય આપ્યો, તેમજ સંસ્થાના કાર્યની ખૂબ જ સુંદર રૂપરેખા આપી. બધા વાલુકડ મુકામે પધાર્યાં તે માટે ખૂબ અભિનંદન આપ્યાં હતાં.
ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો સર્વશ્રીગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, ગુરૂ આશ્રમ, બગદાણાના મનજી બાપા, દલસુખભાઈ ગોધાણી તેમજ સંઘના પ્રમુખશ્રી રસિકલાલ લહેરચંદ શાહ અને મંત્રી ડૉ. ધનવંતરાય તિલકરાય શાહ, અનુભાઈ દેવરાજભાઈ તેજાણી અને જસમતભાઈ નાનુભાઈ વીડિયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પછી મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું પુસ્તક અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.
આજના પ્રસંગે ઘણાં દાનની જાહેરાતો દાતાઓના નામ સાથે થઈ હતી. આશરે ૭૫/૮૦ લાખના દાનના નામો જાહેર થયાં હતાં. ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કાંતિભાઈ ઉકાણીએ ૧૧ લાખના દાનની જાહેરાત કરી હતી. આ બધામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું ૨૫,૫૩,૩૩૯/દાન એ અનેરૂં હતું.
પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં લોક વિદ્યાલય, વાલુકડના મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી નાનુભાઈ શિરોયાએ સંઘનો ચેક રૂા. ૨૧,૭૮,૩૩૯/- અર્પણ કરવામાં આવ્યો તેમજ રૂા. ૩,૭૫,૦૦૦/- વાલુકડને દાતાઓએ મોકલ્યાં હતાં. કુલ દાનની રકમ રૂા. ૨૫,૫૩,૩૩૯/- થઈ.
એ પ્રસંગે પૂ. આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે સરસ સંસ્કાર આપતી આવી વિદ્યાલયોને ખરેખર વિદ્યાતીર્થ કહેવું જોઈએ. દાતાઓ પોતાની માતાને યાદ કરી દાન આપે છે તે ખરેખર પ્રશંસનિય છે.
ત્યારબાદ સંઘના મંત્રી ડૉ. ધનવંતભાઈએ પોતાના વક્તવ્યમાં