________________
માર્ચ, ૨૦૧૦
એવે સમર્થ આ એવું ઘડિયાળ હતું કે જેના કાંટા રાત્રે અંધારામાં ઝગમગ થતાં. વળી એમાં એક નાનકડો કાંટો હતો, એ તો આખો દિવસ દોડ્યા જ કરતો ! અટકવાનું નામ લે નહીં, ઘાંચીના બળદની જેમ ગોળગોળ ફર્યાં કરે અને એક વાર ફરવાનું શરૂ કર્યું તો થોડી જ વારમાં પાછો એ ત્યાં આવીને ઊભો રહેતો હતો.
પ્રબુદ્ધ જીવન
મારું હતું ને મેં જ ખોયું,' જ્યારે ભીખાને તો એમ લાગતું હતું કે એનું નહોતું અને એણે ખોયું. વિચારમગ્ન ભીખો મંદિરના ઓટલા પર બેસી રહ્યો. મનોમન વિચારતો હતો કે હવે બસ, અહીં જ મંદિરના ઓટલા પર બેસી રહેવું છે. મારે કોઈની પાસે જવું નથી અને કશું કરવું નથી. આ મિત્રોય કેવા છે કે મારી મદદે આવતા નથી. આમ ને આમ રાતના દસ વાગ્યા. મંદિરના દરવાજા પણ બંધ થઈ ગયા. ચોરા ઉપરના હનુમાનજીનો દીવો પણ ઓલવાઈ ગયું. ચારે બાજુ અંધકાર પ્રસરી ગયો અને અચાનક આ અંધારામાં કોઈ ભીખાના ખમીસની ચાળ (અંગરખાનો છાતી નીચેનો Ăર) ખેંચતું લાગ્યું.
ભીખાએ પોતાના એ વડીલ પાસેથી અપાર આશ્ચર્યો ધરાવતી ઘડિયાળ પહેરવા માગી. પહેલાં તો વડીલે આનાકાની કરી. આ છોકરો એને તોડી નાખશે તો એ ઘડિયાળને ‘રિપેર' કરનાર ક્યાંથી મળશે ? ભીખાએ તો હઠ પકડી અને કહ્યું કે 'આ ઘડિયાળને હું જીવની જેમ કે જાળવીશ. સતત મારી સાથે રાખીશ. એને એક પળ પણ રેઢી મૂકીશ નહીં.' આથી નદીએ ધરામાં સ્નાન કરવા ગયેલા ભીખાલાલ આતો એનો મિત્ર જગત ઊભો ઊભો હસતો હતો. પોતાના માથે
ભીખો ચોંકી ગયો. ભયભીત બન્યો અને ગભરાઈને પાછળ જોયું
ઘડિયાળ સાથે લઈને ગયા હતા. ઘરમાં મૂકે અને કોઈના હાથમાં ચડે તો! એ દિવસે નદીએ નાહી, ધોઈને સાંજે પાછા ફર્યા. આરતીના સમર્થ બધા ગોઠિયાઓ ભેગા થયા. આનંદભેર આરતી કરી અને પછી અંધારું થતાં સહુ ઘર તરફ પાછા ફર્યા.
આવે સમયે ભીખાલાલના મનમાં વિચાર જાગ્યો કે કેટલા વાગ્યા હશે ! અને તરત જ અંધારામાં ઝગમગતી ઘડિયાળના કાંટા યાદ આવ્યા. એણે પહેરણના ખિસ્સામાં હાથ નાંખ્યો, તો ખ્યાલ આવ્યો કે ઘડિયાળ તો નદીકિનારે આવેલા પીપળાના થડની બખોલમાં પડી હશે. ધરામાં સ્નાન કરવા જતી વખતે બખોલમાં એ સાચવીને મૂકી હતી. નાહ્યા પછી ઝટપટ કપડાં પહેરીને રોજની માફક ઘેર આવ્યો અને ઉતાવળમાં ઘડિયાળ લેવાનું વીસરી ગયો.
ભીખાને માથે તો આફ્તનો પહાડ તૂટી પડ્યો. એક તો વડીલ ઘડિયાળ આપવાની આનાકાની કરતા હતા અને પોતે હઠ કરીને મેળવી હતી. માંડ માંડ એમણે ઘડિયાળ આપવાની તૈયારી બતાવી અને શરત કરી હતી કે આને જીવની પેઠે જાળવજે. હવે શું થશે ? વડીલના મારની બીક નહોતી, પરંતુ વડીલના મનમાં પોતાને વિશે કેવો ખોટો અભિપ્રાય બંધાશે એ વિચારથી ભીખો શરમમાં ડૂબી ગયો. પોતે વડીલને કઈ રીતે મોં બતાવશે ? હવે કરવું શું ?
મનમાં એમ પણ થયું કે વડીલને આડુંઅવળું સમજાવી દઉં, પણ તેથી શું? વડીલે મારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે હવે હું એમને છેતરું ? મિત્રોને વાત કરી એટલે સહુએ હમદર્દી બનાવવા માંડી. પરંતુ ઘડિયાળ પાછી મેળવવાની કોઈની પાસે ઉપાય નહોતો. મિર્ઝાએ ગમગીન ચહેરે વિદાય લીધી. ભીખો વિચારમાં પડ્યો કે ક્યાંથી આ ઉપાધિ વહોરી લીધી! ઘડિયાળ બતાવીને મિત્રો પર વટ પાડવાનો વિચાર કેમ આવ્યો ?
૨૭
કોઈ લક્ષાધિપતિની સઘળી દોલત લૂંટાઈ જાય અને જેટલું દુઃખ થાય એના કરતાંય વિશેષ દુઃખ ભીખાને થવા માંડ્યું. લક્ષાધિપતિને એનું સઘળું ધન ગુમાવવા છતાં મનથી એટલો સંતુષ્ટ હોય છે. ‘હશે,
મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય અને કોઈ મિત્ર આટલી બધી બેફિકરાઈથી હસે, એ ભીખાને માટે અસહ્ય બની રહ્યું. એણે કહ્યું, ‘જગત, હુંય નઠારો નીકળ્યો. ભીડમાં મદદ કરે તે ભેરુ કહેવાય, પણ તને ક્યાં કઈ મારી ચિંતા-ફિકર છે.’
ભીખાએ પોતાના મનની અકળામણ વ્યક્ત કરી મુશ્કેલીનો મુંઝારો ઘણી વાર આવી અકળામણથી વ્યક્ત થતો હોય છે. જગતે કહ્યું, ‘અરે ! એમાં આવો ઢીલો શું થઈ ગયો છે ? ચાલ, થા તૈયાર! જઈને ઘડિયાળ લઈ આવીએ. કોઈનેય ખબર નહીં પડે અને જલદી પાછા આવી જઈશું.’
ગભરાયેલા ભીખાલાલના મનમાં બાળપણથી જ ભયનું નિરંકુશ રાજ્ય હતું. એના ચિત્તમાં ભયના સંસ્કારો લદાયા હતા અને આથી એકો જગતને કહ્યું, ‘ગાંડો થયો છે ? અત્યારે જવાય ? જવાના રસ્તામાં બે ગોઝારા ફૂવા આવે છે, ત્યાં ચુડેલ વસે છે તે તું જાણે છે ને! અને એથીય વધારે આ અંધારી રાતે ઊંડાં કોતરમાં કોઈ જંગલી જાનવર સામું મળે તો ? ના, ભાઈ ના, ઘડિયાળ મેળવવા માટે જીવ ગુમાવવો નથી.'
ભીખાએ ધ્રૂજતા અવાજે કહ્યું, ત્યારે એના જવાબમાં જગત બોલ્યો, ‘સાવ નમાલો છે. ઓટલે બેઠો બેઠો રોયા કર. તારાથી બીજું કંઈ નહીં થાય. જીવતા માનવીને મરેલાં મડદાં ડરાવવા લાગે ત્યારે થઈ રહ્યું, મર્દ છે કે કોણ ? વળી તારી સાથે હુંય આવું છું. આપણે બે છીએ. પછી શું ? જાણતો નથી કે એક જણ એટલે કંઈ નહીં અને બે જણ એટલે બે એકરે અગિયાર.'
જગત આત્મવિશ્વાસથી બોલતો હતો. વળી ભીખો કરી કે નહોતો. દિવસે કો એ કામ કરી આપે, પણ બાળપણમાં સાંભળેલી ભૂતપ્રેતની વાર્તા એના મનમાં એવી જડ થાલી ગઈ હતી કે અંધારું અને ભયજનક લાગતું હતું. રાત્રિ એને કાળરાત્રિ જેવી ભાસતી હતી. નિશાળમાં ખેલકૂદમાં ભીખો સૌથી મોખરે રહેતો હતો. ઊંચા કૂદકા અને લાંબા કૂદકાની હરીફાઈમાં તો કોઈ એવો માડીજાયો નહોતો કે એ ભીખાને ટપી જાય.