________________
માર્ચ ૨૦૧૦
પુસ્તકનું નામ : પ્રબુદ્ધ સો લેખક : તારાબહેન રમણલાલ શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર પટેલ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. મૂલ્યઃ રૂ।. ૧૦૦/-, પાના ૧૩૦,આવૃત્તિ પ્રથમ, નવેમ્બર-૨૦૦૯
મહાપુરુષોના જીવન પ્રેરક અને માર્ગદર્શક
હોય છે. તેથી તેમના જીવનચરિત્રો વંચાય તે
અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખી તારાબહેન શાહે આ ચરિત્રો આલેખ્યા છે. આ પુસ્તકમાં જિનશાસનના પ્રભાવશાળી પુરુષોના જીવનચરિત્રોના નામો આ પ્રમાણે છે. (૧) આર્ય વજ્રસ્વામી, (૨) અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર, (૩) પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી (૪) વિદ્વાન
રમણલાલ ચી. શાહ, (૫) શ્રી રાકેશભાઈ ઝવેરી.
જિનશાસન આવી પ્રભાવક પ્રતિભાઓથી ગૌરવવંતુ બન્યું છે. અહીં આલેખાયેલ દરેક મહાપુરુષનું જીવન સામાન્ય માનવ કરતાં ઉચ્ચ હતું, કોઈ ને કોઈ રીતે ખાસ હતું-વિશેષ હતું.
આર્ય વજ્રસ્વામીનું જીવન વૈરાગ્ય અને જ્ઞાન થકી અદ્દભુત હતું. શ્રીમની સાધના અપૂર્વ હતી અને પંડિત સુખલાલજીનું જ્ઞાન અભૂતપૂર્વ હતું. રાકેશભાઈ વર્તમાન યુગમાં ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી
રહ્યા છે. રમણલાલ ચી. શાહની વિદ્વતા અને સૌમ્યતાના સુમેળથી સૌ કોઈ પરિચિત છે.
તારાબહેન શાહે આ સર્વ પ્રભાવક પુરુષોના જીવન સરળ અને સુબોધ શૈલીમાં આલેખ્યો છે. વાચકોને જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મની પ્રેરણા આપતું આ પુસ્તક સાચા અર્થમાં પ્રબુદ્ધનો ચો જવાની પ્રેરણા આપે તેવું છે.
XXX
પુસ્તકનું નામ : ધ જૈન ફિલોસોફી' લેખક : The Jaina Philosophy, Speechs
& Writtings of Virchand R. Gandhi વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો
પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડેશન મુંબઈ પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જેન કૉડ્રેશન, મહેતા બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ
માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. ફોન:૦૨૨-૨૨૬૩૨૨૨૦.મૂલ્ય રૂ।. ૨૦૦/-, પાના ૨૮૮, આવૃત્તિ ચોથી, ૨૦૦૯.
વીરચંદ રાધવજીના મૃત્યુ પછી દસ વર્ષે જૈન ફિલોસોફી' પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું ચિંતક અને દાર્શનિક એવા વીરચંદ ગાંધી એક એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે જૈન દર્શનને
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
Qડૉ. કલા શાહ
પશ્ચિમની દુનિયા સમક્ષ ખુલ્લું મૂક્યું, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અડગ શ્રદ્ધા આ પુસ્તકમાં વ્યક્ત થયાં છે. જૈન ધર્મના સિદ્ધાંતોને ગહનતાથી લેખકે સ્પષ્ટ કર્યાં છે. તેઓ માત્ર જૈન ધર્મ જ નહિ પણ અન્ય ધર્મોનું જ્ઞાન પણ ધરાવતા હતા. તે ઉપરાંત યોગ, માનસશાસ્ત્ર, આહારવિજ્ઞાન વગેરે વિષયોથી પણ જ્ઞાત હતા. તેઓ ભારતની વાસ્તવિકતા, તેની સમૃદ્ધસાંસ્કૃતિક પરંપરા તથા આધ્યાત્મિકતા, લોકોની ધાર્મિક જીવન પદ્ધતિ અને ઔદ્યોગિક પ્રગતિ વગેરેનું તાદ્દશ્ય ચિત્ર આ પુસ્તકમાં દોર્યું છે.
આમ અહીં તેમણે ભારતના સાચા પ્રતિનિધિ તરીકેની છાપ ઊભી કરી છે.
XXX
પુસ્તકનું નામ : ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા' શ્રી વીરચંદ રાધવજી ગાંધીનું ચરિત્ર) વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો લેખક : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ફેડરેશન, પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફેશન, મહેતા
બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ
માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩. ફોન: ૦૨૨-૨૨૬૩૨૨૨૦
મૂલ્ય રૂા. ૧૦૦/-, પાના ૧૭૬, આવૃત્તિ પ્રથમ,
૨૦૦૯.
આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં યોજાઈ હતી. આ ધર્મ પરિષદમાં ૨૯ વર્ષના યુવાન વીરચંદ રાઘવજી ગાંધી જેન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજરી આપી પોતાની વિસ્તા અને વાગ્ધારા વડે તેમાં સહુને સ્તબ્ધ કરી દીધા. તેઓએ અનેક વિષયો પર
આગવી છટા, ઊંડો અભ્યાસ અને વિશિષ્ટ ચિંતન શક્તિ અલ્પ આયુષ્યમાં પ્રાપ્ત કર્યા હતાં. કુમારપાળ દેસાઈનું આવી વ્યક્તિનું ચરિત્ર લખવાનું સ્વપ્ન હતું અને તે પુસ્તક દ્વારા સાકાર થયું છે.
જૈન ધર્મના જ્યોર્તિધર અને ભારતીય
સંસ્કૃતિના ઉદ્ગાતા એવા વીરચંદ રાઘવજીનું વ્યક્તિત્વ એક સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયું છે. તેમના વ્યક્તિત્વની નવી નવી ક્ષિતિજો લેખકની સંશોધન વૃત્તિ અને અભ્યાસ દ્વારા ખુલી થઈ છે. પ્રવાહી, પ્રમાણભૂત અને છટાદાર શૈલીમાં
૩૫
લખાયેલ ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા' નામનું વીરચંદ રાઘવજી ગાંધીનું આ ચરિત્ર તેમના વ્યક્તિવના અનેક મોલિક અને નવીન પાસાઓનું નિરૂપણ કરે છે. તે ઉપરાંત આ પુસ્તકમાં ઈ. સ. ૧૮૮૬માં પ્રકાશિત થયેલ વીરચંદ રાધવન
ગુજરાતીમાં લખેલ‘રડવા-ફુટવાનીહાનિકારક
ચાલ
નિબંધ પ્રકાશિત કર્યો છે. પરિશિષ્ટોમાંથી વીરચંદ
ગાંધી વિશેની મૂલ્યવાન સામગ્રી પ્રાપ્તિ થાય છે.
પ્રથમ વાર આવો સર્વગ્રાહી ગ્રંથ પ્રકટ થયો છે જે અત્યંત આવકાર્ય છે. XXX
પુસ્તકનું નામ : The Yoga Philosophy શ્રી વીરચંદ રાઘવજી નિબંધો તથા વ્યાખ્યાનો વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો લેખક : કુમારપાળ દેસાઈ
પ્રકાશક : વર્લ્ડ જેન કીન્હેડરેશન, પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન, મહેતા
બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩, ફોન : ૦૨૨-૨૨૬૩૨૨૨૦
મૂલ્ય ૩ રૂ।. ૧૫૦/-, પાના ૨૦૬, આવૃત્તિ ત્રીજી,
૨૦૦૮.
વીરચંદ ગાંધીએ ઓરિયન્ટ ફિલોસોફીના ઉપક્રમે વ્યાખ્યાનો આપેલા હતા. ધ યોગ
ફિલોસોફી' એ વીરચંદ ગાંધીનું ભારતના તત્ત્વજ્ઞાન, પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં એક વિશિષ્ટ પ્રદાન છે. ઈ. સ. ૧૮૯૩માં ચિકાર્ગોમાં વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મ વિશે એમાંય ખાસ કરીને અનેકાન્ત વિશે વ્યાખ્યાન આપી બધાંને જૈન ધર્મથી પરિચિત કર્યા
હતા. આ પુસ્તકમાં ‘યોગ’, ‘હિપ્નોટિઝમ', ‘શ્વાસોશ્વાસનું વિજ્ઞાન’ તથા ‘ધ્યાનની શક્તિ' જેવા વિષયોને આવકાર્યાં છે અને તે દ્વારા આવા ગંભીર વિષયો પર સુંદર પ્રકાશ પાડ્યો છે.
અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ આ પુસ્તકમાં તેમના મહુવાના રહેઠાા, તેમાં પ્રાપ્ત કરેલ વિવિધ મેડલ્સ, તેમને મળેલ માનપત્ર, તેમની સ્મૃતિમાં ભારત સરકારે પ્રકાશિત કરેલ સ્ટેમ્પ્સ (ટપાલ ટિકિટ) વગેરેના ફોટાઓ પુસ્તકને સુંદર
તથા દર્શનીય બનાવે છે.
અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેનાર યુવાવર્ગને વાંચવા, વિચારવા તથા વસાવવા અને પ્રેરણા આપતું આ પુસ્તક છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754