Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16 Author(s): Chimanlal Chakubhai Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ તા. ૧-૫'૭૯ મીરાંમાંથી શ્રી માતાજી બન્યાં, અંતરની ઝંખના પ્રમાણે કાળક્રમે સમસ્ત પૃથ્વીનાં બાળકો ઉપર પ્રેમ વર્ષાવવાં લાગ્યાં. શ્રી માતાજી કહે છે: “ધ્યેય વિનાનું જીવન હંમેશા દુ:ખી જીવન જ હોય છે. તમારે સૌ કોઈને જીવનનું ધ્યેય હાવું જોઈએ પરંતુ એ ન ભૂલશે કે તમારી જીવન જે પ્રકારનું હશે તે પ્રમાણે જ તમારા ધ્યેયનું સ્વરૂપ બંધાશે. પ્રભુધ્ધ જીવન તમારું ધ્યેય ઉચ્ચ અને વિશાળ રાખો, ઉદાર અને આસકિત વિનાનું રાખો. એમ કરશો તો તમારું જીવન તમારે પાતાને માટે તેમ જ અન્ય સર્વને માટે એક કિંમતી વસ્તુ બની રહેશે. પરંતુ તમારા આદર્શ ભલે ગમે તે હા, પણ જ્યાં સુધી તમે તમારી પેાતાની અંદર પૂર્ણતા પ્રાપ્ત નહિ કરી હોય ત્યાં સુધી એ આદર્શના તમે પૂર્ણ રીતે સાક્ષાત્કાર નહિ કરી શકો. આ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ પગલું છે સચેતનતા. તમારે પેાતાને વિશે સચેતન બને, તમારા સ્વરૂપના જુદા જુદા ભાગો વિષે સચેતન બને અને તે દરેકના જુદા જુદા કાર્ય વિશે સચેતન બનો.” શ્રી. માતાજી પ્રાર્થનામાં કહે છે: “ વિનાશનો વંટોળિયા ભૂતકાળને વાળી ઝૂડીને સાફ કરી રહ્યો છે, તેમાં બધી જ ભૂલા, બધા જ પૂર્વગ્રહ બધી જ ગેર સમજૂતીઓ અદશ્ય થઈ જવી જોઈએ. . પ્રકાશ સંપૂર્ણપણે વિશુદ્ધ બની જવા જોઈએ અને એમ થતાં તું તેની અંદર પૂર્ણપણે આવિર્ભાવ પામી શકશે. પ્રભુ, તારી પાસે શકિત રહેલી છે. હું આ પરમ ચમત્કાર સિદ્ધ કરી આપશે જ. આ રીતની ચેતનામાં તે વિજયની નિશ્ચિતતા મૂકી આપી છે. ” શ્રી માતાજી બાળકને આદર્શ બાળક બનવા કહે છે: “ હિંમતવાન બને અને તમારી જાતને આટલું બધું મહત્ત્વ ન આપે. તમે તમારા નાનકડા અહંના કેન્દ્રની આસપાસ જ તમારી તમામ વૃત્તિઓને ગોઠવી છે એટલે જ તમે ઉદાસ અને સંતુષ્ટ છે. પોતાની જાતને ભૂલી જવી; એ જ બધાં દુ:ખોના ઈલાજ છે. ” “ઓ કદીયે ન ભૂલશે કે તમે એકલા નથી. પ્રભુ તમારી સાથે છે. અને તમને મદદ કરી રહેલાં છે, માર્ગ બનાવી રહેલાં છે. એ એક એવા સાથી છે જે કદીય તમારો સાથ ત્યજતા નથી. એ એક એવો મિત્ર છે જેને પ્રેમ આવાસન આપે છે, બળ આપે છે. શ્રદ્ધા રાખો અને તમારે માટે તે બધું કરી દેશે.” અને છેલ્લે આપણે શ્રી અરવિંદ આપણને શું કહેવા આવ્યા હતાં તે શ્રીમાતાજીનાં જ શબ્દોમાં કહીએ. શ્રી અરવિંદ આપણને કહેવા આવ્યા હતા : “સત્યને પામવા માટે આપણે પૃથ્વીને છેડી જવાની જરૂર નથી. આપણા આત્માને પામવા માટે આપણે જીવનને છેા.ડી –જવાની જરૂર નથી. પ્રભુ સાથે સંબંધમાં આવવા માટે આપણે – જગતના ત્યાગ કરવાની જરૂર નથી – અથવા તો માત્ર અમુક જ માન્યતાઓ ધરાવવાની નથી. પ્રભુ તે સર્વત્ર અને સર્વ વસ્તુઓમાં રહેલા છે અને જો તે છુપાયેલા છે, તો તેનું કારણ એ છે કે આપણે તેમને શોધી લેવાનું .. કષ્ટ ઉઠાવતાં નથી. –ઢામિની જરીવાલા પ માન પ્રાચીન કાળમાં, મુનિઓનાં આચરણને તે માટે મૌન શબ્દને પ્રયોગ થતા. મુનિ જે કંઈ કરતા તે બધાને ‘મૌન' કહેવામાં આવતું. મુનિઓની એક ખાસિયત વિશેષ રીતે તરી આવતી. તેઓ ઓછું બેાલતા. તેથી પછીના સમયમાં, વાણીના સંયમ માટે ‘મૌન’ શબ્દના પ્રયોગ રૂઢ બન્યો, વાણીના સંયમનો મહિમા અનેક જગાએ ગાવામાં આવ્યા છે. જીવનમાં અનેક પ્રસંગાને મૌન કાર્યસાધક નીવડે છે. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, કે મૌન સાથે સાધનમ્ । એટલે કે મૌન દ્વારા સર્વ અર્થ સિદ્ધ થઈ શકે છે. વાણીના સ્વચ્છંદ પ્રયોગથી કંઈ પ્રાપ્ત થતું નથી એવા પ્રચ્છન્ન અર્થ પણ એ સુવાકયમાંથી જાણી શકાય છે. જગતમાં આપણી આસપાસ વ્યર્થ જીમાજોડી કરનારા અનેક માનવેાને આપણે જોઈએ છીએ, ઘણીવાર આવી પ્રવૃત્તિથી મતભેદ ઊભા થાય છે અને મૈત્રીના સંબંધ તૂટી જાય છે. વ્યર્થ જીભાજોડી કોઈક વ્યકિત માટે પ્રાણઘાતક નીવડી હેાય એવા સમાચાર ઘણીવાર વૃત્તપત્રામાં ચમકે છે. આ કારણે જ સંતાએ વાચાળતાની નિદા કરી છે અને મૌનની પ્રશંસા કરી છે. અરબસ્તાનમાં એક કહેવત જાણીતી છે,કે મૌનના વૃક્ષ ઉપર શાંતિનાં ફળ બેસે છે. બાઈબલમાં પણ કહેવામાં આવ્યું છે, કે જે પેાતાની વાણી ઉપર કાબૂ રાખતા નથી તે પાતે વિનાશને નાતરે છે. એક ચિંતકે જણાવ્યું છે, કે હું શા માટે મૌનભાવે રહ્યો તેનું મને કયારેય દુ:ખ થયું નથી; હા, એ વાતનું દુ:ખ અનેક વાર થયું છે કે હું શા માટે બોલી ઉઠયા ? મહાત્મા ગાંધીજીએ પણ મૌનના મહત્ત્વને કાં પારખ્ખુ ના હતું ? તેથી જ તે સપ્તાહમાં તેઓ એક દિવસ મૌનનું આચરણ કરતા. પૂજય વિનેાબાજી પણ મૌનના હિમાયતી છે અને મૌનના સુદીર્ઘ આચરણ માટે જાણીતા છે. મૌનના આચરણથી પેાતાના અજ્ઞાનને છૂપાવનારા દંભીની અહીં વાત કરવામાં આવી નથી. અહીં તે। શાન, વિવેક અને સંયમની ત્રિપુટીથી સિદ્ધ થયેલ વાણીના સંયમને જ મહિમા ગાવામાં આવ્યા છે. સ્વચ્છંદ રીતે બકવાસ કરનારને આત્માની શાંતિ મળે ખરી ? ના, મૌન અને એકાન્ત આત્માના સર્વોત્તમ મિત્રા મનાયા છે. હૃદયગૃહામાં પ્રવેશ ઈચ્છનારે આત્મશુદ્ધિ અર્થે મૌનના સહારા અવશ્ય લેવા પડશે. મૌનના લાભને સમજાવતું એક દષ્ટાંત ખૂબ જાણીતું છે. તેની વિગત નીચે મુજબ છે. બે સ્ત્રીઓ વચ્ચે કાયમ ઝઘડા થયા કરતા. આવી રોજની રામાયણથી કંટાળીને તેમાંની એક સ્ત્રી એક સંત પાસે ગઈ. ઝઘડાના નિવારણ માટે સંતે તેને એક જડીબુટ્ટી આપી અને સાથેસાથ જણાવ્યું કે ઝઘડો થાય ત્યારે આ વસ્તુ દાંત વચ્ચે દબાવી રાખવી. આ ઈલાજ કામિયાબ સાબિત થયા તેથી પેલી સ્ત્રીએ સંત પાસે આવી જડીબુટ્ટીની ચમત્કારિકતાની પ્રશંસા કરી. સંતે જણાવ્યું કે એ ચમત્કાર જડીબુટ્ટીના નથી પણ મૌનના છે. જયારે તે જડીબુટ્ટી દાંત વચ્ચે રાખવામાં આવતી ત્યારે બેાલવાની પ્રવૃત્તિ બંધ રહેતી અને ઝઘડાને આગળ વધવા માટેનું દ્વાર વસાઈ જતું. આમ મૌન વેરઝેરને નાબૂદ કરવામાં મહત્ત્વના ભાગ ભજવે એટલું સક્ષમ શરૂ સાબિત થયું છે. પ્રશ્ન થાય કે બધાને મૌનનું આચરણ પસાય ખરું? ‘બાલેતેનાં જ બાર વેચાય’ એ કહેવત તો આની વિરોધી ઠરશે. આના જવાબમાં કહેવાનું કે મૌનના અર્થ છે વાણી ઉપરનો કાબુ, જો કોઈ કંપનીનો સેલ્સમેન પેાતાના માલનાં વખાણ કરે અને થોસાથ બીજી કંપનીના માલની નિંદા કરે તે અનિષ્ટ પ્રસંગ ઊભા થાય, શું બાલ અને શું ન બેલવું તેના વિવેક પણ મૌન જ ગણાય. ચૂંટણીના પ્રચારક પણ આવા વિવેકથી અનેક વાદિવવાદને દૂર ઠેલી શકે, કોઈના મર્મને આઘાત થાય એવું ન બાલવું એમ ‘મનુસ્મૃતિ’માં પણ કહેવામાં આવ્યું છે. ધાર્મિક દષ્ટિએ વિચારતાં પણ લાગે છે, કે એકાગ્રતા સિદ્ધ કરવા માટે મૌન ઉપયોગી છે. વાચાળતા અતિ લાવે છે. જયારે મૌન તે શાંતિનું સર્જન કરે છે. વાણીના સદંતર અભાવની નહીં પણ વાણીના વિવેકરૂપી મૌનની હિમાયત શ્રી માતાજીએ પણ કરી છે. આપણે આવા મૌનનું આચરણ કરવાની ટેવ પાડીએ તો સારાં પરિણામ બહુ દૂર નહીં રહે. અરુષુ શાં. જોષીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 158