________________
|| ઘરણેન્દ્ર - પદ્માવતી - પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | શ્રી વર્ધમાન સૂરિવર વિરચિત આચાર દિનકર ગ્રન્થાર્તગત શાન્તિક વિધાન સ્વરૂપ ત્રિદિવસીય
શ્રી અહંદુ મહાપૂજન વિધિ
આવશ્યક સૂચનાઓ : * અરિહંત પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ સ્વરૂપ, પરમશાંતિ પ્રદાયક, પરમમંગલમય અને પરમ મંત્રમય મહા
પ્રભાશાલી આ અનુષ્ઠાન છે. હૃદયના જેટલા ભાવથી કરાય તેટલા પ્રમાણમાં કર્મ નિર્જરાનું નિમિત્ત બને છે. ને ત્રણ દિવસ ચાલનારું આ પ્રભાવશાલી શાંતિક વિધાન છે. * આ વિધાન જયાં કરવાનું હોય તે સ્થળને ધોઈ ધૂપીને શક્ય હોય તો લીંપણ કરીને પવિત્ર કરવું. તથા
છોડ, ધ્વજા, પાતકાઓ, તોરણો, બેનરો, આસોપાલવ વગેરેથી સુશોભિત કરવું. આ ત્રણેય દિવસની પૂજન સામગ્રી ઉત્કૃષ્ટ પ્રકારની ચઢતા ભાવે લાવવી. • સ્ટેજ (૧૨' x ૧૨') વગેરે બનાવવા પૂર્વક ભવ્ય રીતે ગોઠવવી.
સાત પીઠના સાત તથા અષ્ટમંગલના પટ્ટ કે યંત્રોના પાટલા પણ તેના ઉપર ગોઠવી રાખવા. જ બીજા દિવસે થનાર સપ્તપીઠના પૂજન માટે ત્રણ સ્ટેપવાળો હવનકુંડ બનાવી રાખવો. તેને ધોળાવીને
પવિત્ર કરવો. તાંબાનો આવા પ્રકારનો તૈયાર હવનકુંડ હોય તો પણ ચાલી શકે. ભૂમિ ઉપર માટી પાથરીને અથવા ઈંટો ગોઠવી તેના ઉપર સ્થાપન કરવો.