Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 112
________________ ખાટુંમ ૯૫ નહોતી. પોતે થોડી ભૂખે મરતી હોય એવું લાગે. જ્યાં પ્રવાસીઓ જ બહુ આવતા ન હોય, આવવા દેવામાં ન આવતા હોય ત્યાં હોટેલ બિચારી શું કરે ? એની ચાલમાં કરકસર જણાતી હતી. હોટેલમાં પહોંચતાં જ સ્થાનિક રોટેરિયન મિત્રો અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનો મળવા આવી ગયા. તેઓની સાથે જુદા જુદા કાર્યક્રમોની વિચારણા થઈ. બીજે દિવસે સવારે અમે ખાટુંમમાં ફરવા નીકળ્યા. નૈસર્ગિક દૃષ્ટિએ ખાટુંમ એક રમણીય સ્થળ છે. સૈકાઓ પૂર્વે રખડુ જાતિઓએ વસવાટ માટે આ સ્થળની બહુ ઔચિત્યપૂર્વક પસંદગી કરી હતી. અહીં ઇથિયોપિયામાંથી નીકળીને આવતી હ્યુભૂરી નાઈલ અને વિક્ટોરિયા સરોવરમાંથી નીકળીને આવતી વ્હાઇટ-શ્વેત નાઈલનો સંગમ છે. અહીંથી તે બંને એક થઈને ઇજિપ્તમાં વહે છે. દુનિયામાં નાઈલ એક એવી મોટી લાંબી નદી છે કે જે પૂર્વ-પશ્ચિમને બદલે દક્ષિણમાંથી ઉત્તર તરફ વહે છે. નાઈલ નદીના સંગમને કારણે રણ જેવા પ્રદેશમાં હવામાનમાં ફરક પડ્યો છે અને આસપાસની જમીન ખેતીને લાયક ફળદ્રુપ બની છે. નદીના વહેણના આકાર ઉપરથી તે કાળના આદિવાસી લોકોએ એને નામ આપ્યું “ખાટ્મ.” ખામ એટલે હાથીની સૂંઢ. નદીનો વળાંક અહીં હાથીની સૂંઢ જેવો છે. આફ્રિકાના આદિવાસીઓને નામ આપવા માટે હાથી જ યાદ આવે ને ! અહીં નાઈલની બંને બાજુ શહેર વસ્યું છે. બીજી બાજુના શહેરને ઓમદુરમાન કહે છે. વચ્ચે નદી ઉપર પુલ છે. આમ તો એક જ મોટું શહેર ગણાય, પણ ખાટુંમ કરતાં ઓમદુરમાન વધુ સુઘડ અને સમૃદ્ધ દેખાય છે. વસ્તુત: બેઠા ઘાટનાં, માળ વગરનાં અડોઅડ જૂનાં ઘરો અને ધૂળિયા રસ્તા બધે જ છે. આશરે છ લાખની વસ્તીવાળા આ શહેરનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. જૂની પેઢીના માણસો કહે છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ચળકાટ ખાટુંમમાં હતો તે હાલ નથી રહ્યો. ખાટ્મમાં પચરંગી પ્રજા છે. મુખ્યત્વે સુદાની લોકો છે. સાડાછ ફૂટ ઊંચા, શરીરે ભરાવદાર, ગોળ મોઢું, મોટું કપાળ, જાડા હોઠ, માથે ગૂંચડાવાળા કાળા વાળ, ચામડી હબસી કરતાં સહેજ ઓછી કાળી, લાંબી બાંયનો અને એડી સુધીનો સફેદ ઝભ્ભો, ખભે ખેસ અને માથે સફેદ પાઘડી (અથવા ટોપી) વગેરે સુદાનીને ઓળખવાનાં લક્ષણો છે. ખાટુંમમાં આરબો છે, હબસીઓ છે અને આરબ-હબસીના મિશ્રણવાળી પ્રજા તે નુબિયનો છે. અહીં યુરોપિયનો છે, અમેરિકનો છે, ભારતીય લોકો છે અને ચીનાઓ પણ છે. જૂના વખતમાં ખાટ્મમાં સોનું, હાથીદાંત અને રૂ-કપાસનો મુખ્ય વેપાર હતો. સૈકા પહેલાં ગુલામોનું મોટું બજાર અહીં ભરાતું. હવે આધુનિક વ્યવસાયો વધ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170