Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે – ભાગ ૩ ગલ પક્ષીઓની ઊડાઊડ. અહીં હવામાનની અનિશ્ચિતતા રહ્યા કરે. ઘડીકમાં વાતાવરણ ખુશનુમા થાય, ઘડીકમાં ઠંડો જોરદાર પવન ફૂંકાય, તો ઘડીકમાં ઝરમર વરસાદ ચાલુ થાય. થોડી વાર કોઈ દુકાનના છાપરા નીચે ઊભા રહી જવું પડે. ટુસ્સોમાં અમે જે જોવા જેવાં સ્થળો જોયાં તેમાં એક હતું “પોલેરિયા'. એમાં પોલ (Pole) એટલે ધ્રુવપ્રદેશની ફિલ્મ બતાવવામાં આવી. એમાં જાણે હેલિકોપ્ટરમાં બેસીને સાવ નજીકથી આપણે જોતા હોઈએ એવો સરસ અનુભવ થયો. ધ્રુવપ્રદેશમાં આવેલા સ્પિટ્સબર્ગનના ટાપુઓ, પક્ષીઓ, પશુઓ, માછલીઓ, બરફની બિહામણી રચનાઓ વગેરે જોતાં આપણે સાક્ષાત્ હિમપ્રદેશમાં ફરતા હોઈએ એવું લાગે. કેમેરાની કળાએ દુર્ગમ કે જીવલેણ સ્થળોનાં દૃશ્યો આપણા ચરણે ધરી દીધાં છે. પોલેરિયા” પછી અમે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું પ્લેનેટોરિયમ જોયું. અહીં ટિકિટ આપવા માટે ભારતીય જેવી લાગતી એક શ્યામવર્ણી યુવતી હતી. તે ઇંગ્લિશ અને નોર્ડિક (નૉર્વેજિયન) ભાષા અખ્ખલિત બોલતી હતી. પૂછતાં જાણવા મળ્યું કે તે શ્રીલંકાની છે. શાન્તિપ્રિય નૉર્વેએ શ્રીલંકાના ઘણા માણસોને પોતાના દેશમાં કાયમી વસવાટ આપ્યો છે. ટુસ્સો જેવા ધ્રુવપ્રદેશમાં શ્રીલંકાનાં ઘણાં કુટુંબો વસે છે એ જાણીને અમને આનંદ થયો. માણસનું ભાગ્ય એને ક્યાંથી ક્યાં લઈ જાય છે ? પ્લેનેટોરિયમમાં અમને Northern Lightsનાં દૃશ્યો બતાવવામાં આવ્યાં. ઉત્તર-ધ્રુવના પ્રદેશોમાં એની શિયાળાની દીર્ધરાત્રિ દરમિયાન આકાશમાં વિવિધરંગી પ્રકાશના લિસોટા – Aurora Borealis થાય છે અને બદલાતા રહે છે. કુદરતની આ એક અજાયબી છે. એનાં દશ્યો નિહાળતાં રોમાંચ અનુભવાયો. આ દશ્યો ઉપરાંત નોર્વેની ઉત્તેર આવેલા સ્પિટબર્ગન, નોવાયા ઝેમલ્યા વગેરે ટાપુઓનાં ભવ્ય અને કરાલ દૃશ્યો અમે જોયાં. આપણે જાણે હેલિકોપ્ટરમાં બેસીને જોતાં હોઈએ એવો અનુભવ પહેલાં તો સારો લાગ્યો, પણ પછી હેલિકૉપ્ટરના ઝડપી અને જોખમી વળાંકો જોતાં, આપણે ખુરશીમાં બેઠાં હોઈએ છતાં સમતુલા ગુમાવતા હોઈએ એવું અનુભવાય. કોઈને ચક્કર આવે કે ગભરામણ થાય. એટલા માટે ફિલ્મની શરૂઆતમાં જ એવી સૂચના આપવામાં આવી હતી કે “આવું લાગે તેઓએ તરત આંખ બંધ કરી દેવી. ન સહન થાય તો બહાર ચાલ્યા જવું. તમારી તબિયત બગડે તો એ માટે વ્યવસ્થાપકો જવાબદાર નથી.” ઉત્તર ધ્રુવનાં આવાં ડરાવનારાં દૃશ્યો જાતે ત્યાં જઈને ક્યાં જોઈ શકાય એમ છે? કેમેરાની કલાના એ આશીર્વાદ ! પ્લેનેટોરિયમ જોઈ, પાછા ફરી, ભોજન લઈને અને મફત કૉફી પીને અમે ફરવા નીકળ્યા. સાંજ તો માત્ર ઘડિયાળમાં પડવા આવી હતી, બહાર તો ખાસ્સે અજવાળું હતું. અમે બસમાં બેસી, પુલ ઓળંગી બીજી બાજુના ટાપુ પર ગયા. ખાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170