Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૨ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ નેન્સીના ઘરે ચાર દિવસ તો જોતજોતામાં પૂરા થઈ ગયા. જાણે મહિનાઓથી રહેતા હોઈએ અને વર્ષોનો સંબંધ હોય એવું લાગ્યું. સમયનું બંધન ન હોત તો થોડા દિવસ વધુ રોકાવાનું ગમે એવું હતું. અમે હિસાબ ચૂકવીને સામાન સાથે તૈયાર થયા. નેન્સીએ એક જાડો ચોપડો અમારી સમક્ષ ધર્યો - નામ, સરનામું અને ટૂંકા અભિપ્રાય માટે. દસ વર્ષથી આ ચોપડો ચાલે છે. કેટલા બધા દેશ-વિદેશના પ્રવાસીઓ એમને ઘેર રહી ગયા છે ! આ ચોપડાએ આપણાં તીર્થસ્થળોના પંડાઓની યાદ અપાવી. નેન્સીનું ઘર અમારા માટે તીર્થસ્થળ જેવું બન્યું. અમે અભિપ્રાય લખ્યો : એક વિરલ અભુત અનુભવ. ઘર છોડતી વખતની અમારી પ્રાર્થનામાં નેન્સી પણ જોડાયાં. એમની ભાવભીની વિદાય લઈ અમે વાલ્ટિઝના રસ્તે ચાલ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170