Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૬ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ લોકોએ એશિયા માઇનોર પર કબજો મેળવ્યો હતો. આ બાજુ રોમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. એમ કરતાં ઈ.સ. ૧૪૫૩માં ઑટોમાન વંશના સુલતાન અહમદે યુદ્ધ કરીને કોન્સેન્ટિનોપલ ઉપર વિજય મેળવ્યો. ત્યારથી અહીં તર્ક લોકોનું આધિપત્ય વધી ગયું. હવે કોન્સેન્ટિનોપલ “ઇસ્તંબુલ' બની ગયું. અહીં તંબુલ નામના જૂના મુખ્ય વિસ્તાર પરથી ઇસ્તંબુલ નામ પડ્યું. અહીં ઇસ્લામ ધર્મનો પ્રચાર થયો. અહીં એક હજાર જેટલાં દેવળોને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યાં. હગિયા સોફિયા પણ મસ્જિદ બની ગયું. એના બહારના ભાગમાં ઘુમ્મટો અને મિનારાઓની રચના પણ થઈ ગઈ. (હવે આ દેવળ મ્યુઝિયમ તરીકે વપરાય છે.) હેગિયા સોફિયા જોયા પછી અમે ઇસ્તંબુલની સુપ્રસિદ્ધ નીલ મસ્જિદ (Blue Mosque) જોવા ગયા. ઇસ્તંબુલના પ્રવાસે જનારે આ મસ્જિદ અવશ્ય જોવી જોઈએ. આ એક ભવ્ય ઉત્તેગ ઐતિહાસિક ઇમારત છે. આજે પણ તે મસ્જિદ તરીકે – ધર્મસ્થળ તરીકે નિયમિત વપરાય છે. સુલતાન અહમદે એ બંધાવી હતી. એની એક મહત્ત્વાકાંક્ષા હતી કે ગમે તેટલું ખર્ચ થાય તો પણ પોતાની મસ્જિદ હેગિયા સોફિયાના દેવળ કરતાં બધી જ રીતે ચડિયાતી બનવી જોઈએ. ઊંચાઈ, પહોળાઈ, આકૃતિ, ઘુમ્મટોની સંખ્યા, કલાકારીગરી, સુશોભનો, પથ્થરો, રંગો, ધાતુઓની ગુણવત્તા – એમ બધી જ રીતે મસ્જિદનું નિર્માણ હેગિયા સોફિયા કરતાં શ્રેષ્ઠ થયું છે. આટલા ઊંચા વિશાળ ઘુમ્મટના પથ્થરોનું વજન ઝીલવા માટે આધારસ્તંભો પણ એટલા જ મોટા હોવા જોઈએ. આપણી કલ્પના કામ ન કરે એટલા જાડા, ઊંચા, કોતરકામવાળા સ્તંભો આ મસ્જિદમાં છે. એમાં નીલ એટલે કે ઘેરા ભૂરા, ક્યાંક મોરપિચ્છના રંગ જેવા રંગની મોઝેઇક ટાઇલ્સની સંરચના એવી સરસ થઈ છે અને બારીઓ વગેરેમાં રંગબેરંગી પારદર્શક કાચમાંથી આવતા પ્રકાશથી વાતાવરણ એવું પ્રેરક લાગે છે કે જાણે કોઈ દિવ્ય અનુભૂતિ ન થતી હોય ! મસ્જિદનો ઘુમ્મટ એટલો મોટો અને ઊંચો છે કે નીચે ઊભેલો માણસ વામન જેવો લાગે. સામાન્ય રીતે મસ્જિદના એક, બે કે ચાર મિનારા હોય છે. જૂના વખતમાં આસપાસ દૂર સુધી લોકો સાંભળી શકે એ રીતે બાંગ પોકારવા માટે ઊંચા મિનારા બંધાતા. પણ પછી કોઈ બાંગ પોકારવા ઉપર ચડતું ન હોય (હવે તો ક્યાંક તેમાં માઇક મુકાય છે) તો પણ મિનારા મસ્જિદનું એક આવશ્યક, ઓળખરૂપ અંગ બની ગયું છે. સુલતાન અહમદે આ ભૂરી મસ્જિદના ચાર નહિ પણ છ મિનારા કરાવ્યા છે. વળી, પ્રત્યેક મિનારાની ટોચ એવી ઝીણી અણીદાર બનાવી છે કે જાણે કે અણી કાઢેલી મોટી પેન્સિલની આકૃતિ ન હોય ! ભૂરી મસ્જિદે આ પૃથ્વી પરની એક વિરલ ભવ્ય સ્થાપત્યકૃતિ છે. મસ્જિદ નિહાળ્યા પછી અમને એક રેસ્ટોરાંમાં લંચ માટે લઈ જવામાં આવ્યા. અમારા શાકાહારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રેસ્ટોરાંનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170