Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪૬ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ લાગી. રામશરણનું ડ્રાઇવિંગ વ્યવસ્થિત હતું. એક બહેને ભજનની કેસેટ વગાડવા મને પહેલેથી આપી રાખી હતી તે પાછી આપતાં મેં કહ્યું, “લો તમારી કેસેટ પાછી. ભજન સાંભળવાં હોય તો હવે જાતે જ ગાવાં પડશે.” ગાડી બરાબર લયમાં ચાલતાં વહેલાં ઊઠેલાં કેટલાંક મિત્રોનાં મસ્તક સવારની શીતળતામાં સમતુલા ગુમાવવા લાગ્યાં હતાં. ડ્રાઇવરના હાથપગ ઉપરાંત એનું મોટું પણ ચાલતું (ખાતું કે વાતો કરતું) રહે તો એનાં નયનોને આળસ ન આવે એ માટે મેં એને ચોકલેટ આપી અને વાતે વળગાડ્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે એ ચિત્રકૂટમાં જ રહે છે. પિતા ગુજરી ગયા છે. મા લોકોનું ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ ભાઈબહેનમાં પોતે સૌથી મોટો છે. ખાસ કંઈ ભણ્યો નથી. એના એક વડીલ પડોશી મોટર મિકેનિક છે. એને ત્યાં પાંચેક વર્ષ કામ કરીને પોતે ગાડી રિપેર કરવાનો સારો અનુભવ લીધો છે. ડ્રાઇવિંગ તો બગડેલી અને રિપેર કરેલી ગાડીઓની ટ્રાયલ લેતાં લેતાં જ શીખી જવાયું છે. પછી લાઇસન્સ મળતાં ભાડે જીપ ફેરવવાનું મન થયું. એ પડોશી મિકેનિક જ વ્યાજે પૈસા અપાવ્યા અને પોતાને ત્યાં રિપેર થવા આવેલી આ ખખડી ગયેલી જૂની જીપ વેચાતી લઈ આપી. છ મહિનાથી ભાડે ફેરવવાનું ચાલુ કર્યું છે. લાંબી વરદી ન હોય તો પોતે આજુબાજુનાં ગામડાંની હેરાફેરા કરે છે. જે મળે તેમાંથી લોનના હપ્તા ભરે છે. પોતાની શાદી થઈ ગઈ છે પણ વહુ હજુ નાની છે એટલે ઘરે રહેવા આવી નથી. રામશરણે પોતાની ગામઠી હિંદી બોલીમાં કરેલી નિખાલસ વાતોમાં ભારતનાં અસંખ્ય ગરીબ કુટુંબોની કરમકહાણીનો પડઘો સંભળાતો હતો. હવે સતના નજીક આવી રહ્યું હતું. સામેથી હજુ એક પણ મોટરગાડી આવી નહોતી. કોઈ કોઈ ગ્રામીણ માણસો રસ્તામાં બરાબર વચ્ચે ચાલતા હતા. હોર્ન વગાડવા માટે મેં રામશરણને કહ્યું તો એ બોલ્યો, “હોર્નની જરૂર નથી. જીપના ખખડાટ અવાજથી જ માણસો આઘા ખસી જાય છે.' એ સાંભળીને અમારામાંના એકે કટાક્ષમાં કહ્યું, “અલ્યા, પરદેશમાં તો અનિવાર્ય હોય તો જ હોર્ન વગાડાય છે, પણ તું તો એમના કરતાંય આગળ વધી ગયો. જરૂર હોય તો પણ તું હોર્ન નથી વગાડતો.” રામશરણે માત્ર સ્મિત કર્યું, પણ આગળ જતાં એક વળાંક પાસે ગાડી એકદમ પોતાની નજીક આવી જતાં માણસોને ભાગવું પડ્યું ત્યારે અમે ચિડાયાં : “હૉર્ન વગાડતાં તને તકલીફ શી પડે છે ?' છેવટે એણે મૌન તોડ્યું, “હોર્ન ચાલતું નથી.' “તું ? હૉર્ન નથી ચાલતું ? તો પછી ગાડી કેવી રીતે ચલાવાય ? કોઈ વાર અકસ્માત થઈ જાય.” અમે ચિન્તા અને ખેદ અનુભવ્યાં. રામશરણ લાચારીથી શાંત રહ્યો. અમે સતના વટાવી ખજુરાહોના રસ્તે આગળ વધ્યાં. ડુંગરાળ પ્રદેશમાં રસ્તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170