Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 160
________________ - - - - - - - - - - ખજુરાહો ૧૪૩ અમારા ખાવાપીવાના સામાન સાથે કાર્યાલય પાસે પહોંચી ગયાં. વાતાવરણમાં ઠંડી હતી એટલે ગરમ કપડાં પણ પહેરવા પડ્યાં હતાં. અમે કાર્યાલય પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં એક જીપ ઊભી હતી પણ એ અમારે માટે નહિ હોય એમ, એની દયા આવે એવી જર્જરિત હાલત જોઈને લાગ્યું. એમાં કોઈ ડ્રાઇવર પણ નહોતો. અમે રાહ જોતાં થોડે આઘે રાખેલા બાંકડાઓ ઉપર બેઠાં. હજુ પરોઢનું અજવાળું થયું નહોતું. બત્તીઓ હતી પણ એના અજવાળામાં કરકસર હતી. શિયાળાની ઠંડક અદબ વાળવા ફરજ પાડતી હતી. થોડી વારે પંદરસોળ વર્ષનો લાગતો શ્યામ વર્ણનો એક અટકો છોકરો અમારી પાસે આવ્યો. એણે પૂછ્યું. “સા'બ, આપ ખજુરાહો જવાનાં છો ?' હા; તને કોણે કહ્યું ?' આપ બધાં સવારી જેવાં લાગો છો એટલે. આપ જીપમાં જવાનાં છોને ?' “હા, અમે અમારી જીપની રાહ જોઈએ છીએ.” જીપ તો આ આવી ગઈ છે, સા'બ. આ જીપમાં જ જવાનું છે. બેસવા માંડો.” આવી ભંગાર જીપમાં? અને એનો ડ્રાઇવર ક્યાં છે ?” હું જ ડ્રાઇવર છું, સા'બ.” 'તું ડ્રાઇવર છે ?' અમે ત્રણચાર જણ એકસાથે બોલી ઊઠ્યાં. ડ્રાઇવર નહિ પણ એના હેલ્પર કે ક્લીનર જેવા લાગતા છોકરાની વાતમાં અમને ભરોસો ન બેઠો. કોઈ અજાણ્યાની સાથે ફસાઈ ન જઈએ એટલે અમે વધુ વાત કરવાનું ટાળ્યું. અમે ઊભાં ન થયાં એટલે અમારા અવિશ્વાસની ગંધ એ પારખી ગયો. કોઈકના ઘરાક લઈ બીજો જ કોઈ જીપવાળો ચાલ્યો જાય એવી ઘટના ક્યાં નથી બનતી ? એટલે રાહ જોવામાં જ ડહાપણ છે એમ અમને લાગ્યું. છોકરો પોતાની જીપ પાસે જઈને ઊભો રહ્યો. અમે વાતે વળગ્યાં. જીપની રાહ જોતાં જોતાં તો પોણો કલાક થઈ ગયો. બીજી કોઈ જીપ આવી નહિ. અમારી અધીરાઈ વધી. કાર્યાલય બંધ હતું. અમે માંહોમાંહે વિચાર કર્યો કે ધારો કે બીજી કોઈ જીપ હવે ન જ આવે તો શું કરવું? ખજુરાહો જવા માટે તો આજનો જ દિવસ છે. સમય કપાતો જાય છે. કાં તો આ જીપમાં બેસીએ અને કાં તો પાછાં જઈએ. “જીપ ભલે ભંગાર દેખાય, આપણે ક્યાં કોઈને બતાવવું છે ? એકે કહ્યું. પણ એ ખરેખર ડ્રાઇવર છે કે હાંકે છે ?' બીજાએ કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170