Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 159
________________ ખજુરાહો ખજુરાહોનો પ્રવાસ કરવાની તક તો ઘણી વાર સાંપડી છે પરંતુ પહેલી વાર જે વિલક્ષણ અનુભવ થયો હતો તે અદ્યાપિ અવિસ્મૃત છે. શૃંગારરસિક શિલ્પાકૃતિઓને કારણે વીસમી સદીમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામવાથી ખજુરાહો દેશવિદેશના અનેક પર્યટકોની યાદીમાં ઉમેરાતું રહ્યું છે. વસ્તુતઃ ખજુરાહોનાં મંદિરોનાં સમગ્ર શિલ્પસ્થાપત્યમાં રતિશિલ્પનું પ્રમાણ તો દસ ટકા જેટલું પણ નથી, પણ નિષિદ્ધ વસ્તુ વધુ ધ્યાન ખેંચે એ ન્યાયે ખજુરાહોની આવી ખ્યાતિ ચોમેર વિસ્તરી છે. એટલે માત્ર કૌતુક ખાતર જ નહિ, ગહન અભ્યાસ માટે પણ અનેક વિદગ્ધ વ્યક્તિઓ ત્યાં આવવા લાગી છે અને ભારતના આ ઐતિહાસિક સ્થળ વિશે સમર્થ, સચિત્ર સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે. પહેલી વાર ખજુરાહો જવાનો અમારો કાર્યક્રમ અણધાર્યો ગોઠવાઈ ગયો હતો. દર વરસે કારતક મહિનામાં મધ્ય પ્રદેશના તીર્થધામ ચિત્રકૂટમાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ તરફથી વિશાળ પાયે નેત્રયજ્ઞનું આયોજન થાય છે, જેનો લાભ હજારો ગરીબ દર્દીઓને મળે છે. આ નેત્રયજ્ઞમાં સેવા આપવાનો અવસર અમને કેટલાક મિત્રોને સાંપડ્યો હતો. કાર્તિકી પૂર્ણિમા પછી અમારો સેવાકાળ પૂરો થતો હતો અને મુંબઈ પાછાં ફરીએ તે પહેલાં વચ્ચે એક દિવસ મળતો હતો. આસપાસનાં જોવા જેવાં સ્થળોનો અમે વિચાર કરતાં હતાં ત્યાં કોઈકે કહ્યું કે એક દિવસમાં ખજુરાહો પણ જઈ આવી શકાય. અમારી મંડળીમાંથી કોઈએ ખજુરાહો જોયું નહોતું એટલે એની મુલાકાતની દરખાસ્ત તરત સ્વીકારાઈ ગઈ. આમ તો ખજુરાહો જોવા માટે એક દિવસ ઓછો ગણાય તો પણ આવો અવસર જવા ન દેવો એવો બધાનો મત પડ્યો. એ માટે શી વ્યવસ્થા થઈ શકે તે અંગે ટ્રસ્ટના કાર્યાલયમાં મૅનેજ૨ને મળ્યા તો જાણવા મળ્યું કે નવ જણ માટે તો જીપ જ ભાડે ક૨વી સારી પડે. વહેલી સવારે નીકળીએ તો જોવા-ફરવા માટે વધુ સમય મળે. સાંજે વેળાસર પાછા ફરવાનું સલાહભર્યું છે. જીપ કિલોમીટ૨ના ભાવે આવે છે. અહીં જીપ તમને જૂની મળશે પણ ભાવ બધાના એકસરખા, વાજબી હોવાથી કશી છેતરામણી નથી થતી. ભાડાની ૨કમ ડ્રાઇવરને સીધી આપી શકાય અથવા આવ્યા પછી કાર્યાલયમાં જમા કરાવી શકાય. બધી માહિતી મેળવ્યા પછી અમે મૅનેજ૨ને જ જીપની વ્યવસ્થા કરી આપવા કહ્યું. તપાસ ક૨ાવીને એમણે કહ્યું કે સવારે બરાબર સાડા પાંચ વાગે કાર્યાલય પાસે અમારા માટે જીપ આવીને ઊભી રહેશે. બીજે દિવસે સવારે અમે બધાં સમયસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170