Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 139
________________ ૧૨૨ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ આપણી પાસે આગવા વિશિષ્ટ શબ્દો નથી, કારણ કે ભૌગોલિક રચનાઓના પ્રકારો અનેક છે. સાઉન્ડ શબ્દ પણ જુદી જુદી રચનાઓ માટે પ્રયોજાય છે. અહીં સાઉન્ડ એટલે સમુદ્રનો એક નાનો ફાંટો પર્વતોની વચ્ચે અમુક અંતર સુધી ગયો હોય અને છેડે લગભગ અર્ધવર્તુળાકારે અટકી ગયો હોય. એટલે જ સાઉન્ડને સમુદ્રના હાથ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે હાથમાં છેડે આવતો પંજો પહોળો હોય છે. જ્યાં સમુદ્રકિનારે પર્વતોની હારમાળા હોય ત્યાં જ સાઉન્ડ હોઈ શકે. સાઉન્ડ એ ક્યોર્ડ (ગિરિસમુદ્ર)નો જ એક લઘુ પ્રકાર છે. એમાં પાણી મહાસાગર જેવાં ઊંડાં ન હોય અને ઘૂઘવાતાં ન હોય. ન્યૂઝીલૅન્ડમાં એના દક્ષિણ દ્વિપમાં ચાર્લ્સ સાઉન્ડ વગેરે ઘણા સાઉન્ડ છે. એમાં મિલ્ફર્ડ સાઉન્ડ, ડાઉટફુલ (Doubtful) સાઉન્ડ, જ્યૉર્જ સાઉન્ડ, થૉમ્પસન વગેરે વધુ પ્રખ્યાત છે. ડાઉટફુલ સાઉન્ડનું નામ એના અનિશ્ચિત હવામાનને કારણે પડ્યું છે. એટલે જ સૌથી વધુ સહેલાણીઓ મિલ્ફર્ડ સાઉન્ડમાં જવાનું પસંદ કરે છે. વળી, મિલ્ફર્ડના જંગલમાં કેડીએ કેડીએ પગપાળા જનારા પણ હોય છે. મિલ્ફર્ડ બંદરમાં અમે ટિકિટ લઈ ‘મિલ્ફર્ડ હેવન' નામની સ્ટીમરમાં બેઠા. સ્ટીમર જતી વખતે ડાબી બાજુના કિનારે ચાલવાની હતી અને પાછા આવતાં જમણી બાજુ. સ્ટીમર ઊપડી એટલે ગાઇડ યુવતીએ માઇકમાં માહિતી આપવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે ઘણા વળાંકવાળો મિલ્ફર્ડ સાઉન્ડ સોળ કિલોમીટર લાંબો છે. એની શોધ ઈ.સ. ૧૮૨૩માં જૉન ગ્રોનો નામના એક બ્રિટિશ શોધસફરીએ કરી હતી. સીલનો શિકાર એની શોખની પ્રવૃત્તિ હતી. તે સીલની પાછળ પાછળ આ પાણીમાં આવી ચડ્યો અને એણે જોયું કે પોતે સમુદ્રમાંથી આ ફ્લોર્ડમાં ભૂલમાં દાખલ થઈ ગયો છે. છેડે આવતાં એને જણાયું કે આ તો સાઉન્ડના પ્રકારનો ક્યોર્ડ છે. એણે આ જગ્યાનું નામ બ્રિટનના પોતાના વતન મિલ્ફર્ડ ઉપરથી આપ્યું હતું. ત્યારથી આ જગ્યા મિલ્ફર્ડ સાઉન્ડ તરીકે જાણીતી છે. દુનિયાનાં કેટલાંક અત્યંત સોહામણાં સ્થળોમાં મિલ્ફર્ડ સાઉન્ડની ગણના થાય છે. હજારો વર્ષથી મનુષ્યના હસ્તક્ષેપ વિના આ સ્થળે પોતાનું સૌન્દર્ય સાચવી રાખ્યું છે. ધીરે ધીરે આગળ વધતી સ્ટીમરમાં અમારે યથેચ્છ બેસવાનું હતું, પરંતુ મનભર અનુભવ તો ઉપરના ખુલ્લા ડેકમાં ઊભા રહીને ચારેબાજુ જોવાનો હતો. ગાઇડે કહ્યું કે ‘આપણી જમણી બાજુ પાણીમાં નજર નાખતા રહેજો. અહીં સમુદ્રમાં ડોલ્ફિન ઘણી છે, તમે નસીબદાર હશો તો પાણી બહાર કૂદતી જોવા મળશે.’ મિલ્ફર્ડ સાઉન્ડમાં નાના નાના ધોધ ઘણા છે. મોટા ધોધમાં બોવેન ધોધ છે. લગભગ પાંચસો ફૂટ ઊંચેથી એનું પાણી દરિયામાં પડે છે. કપ્તાને ધીમે ધીમે સ્ટીમરને ધોધની નજીક એટલી સરકાવી કે એના ઊડતા જલસીકોમાં ભીંજાવું ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170