Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 146
________________ ૧૨૯ ફેરબંન્કસનાં નેન્સી હોમબર્ગ ભણાવતી હતી ત્યારે અહીંની આદિવાસી જાતિના લોકોના અભ્યાસ માટે કેટલીક વાર આવી હતી. ત્યારથી મનમાં એમ થયું કે મારે નિવૃત્ત જીવન ફેરબૅક્સમાં ગાળવું, કારણ કે અહીંની શાન્તિ અદ્દભુત છે. એ તો તમે શિયાળામાં રહો ત્યારે અનુભવે સમજાય એવી વાત છે. સદ્ભાગ્યે મારા પતિ પણ સંમત થયા. તેઓ એન્જિનિયર હતા. અમે અહીં આ ઘર વેચાતું લીધું. અલાસ્કામાં જ્યારે સોનું નીકળ્યું હતું ત્યારે શ્રીમંતોનો આ બાજુ ધસારો થયો હતો. એ વખતે કોઈક શ્રીમંતે પોતાના માટે આ મોટું મજબૂત ઘર બંધાવ્યું હતું. એમણે પોતાને માટે બહાર કૂવો પણ ખોદાવ્યો હતો. તમે બહાર જશો તો જમણી બાજુ ખૂણામાં એ જોવા મળશે. હજુ પણ એ ચાલુ છે અને એનું પાણી તદ્દન સ્વચ્છ અને પી શકાય એવું છે.' નેન્સીની વાતોમાં અમને રસ પડ્યો. અમે પૂછ્યું કે “તમને ઘુવડમાં આટલો બધો રસ કેમ પડ્યો ?' નેન્સીએ કહ્યું, “મારા પતિ ગુજરી ગયા પછી હું ઘરમાં એકલી છું. દીકરો શિકાગોમાં એક પેટ્રોલ કંપનીમાં કામ કરે છે. વરસમાં એકાદ વખત તે આવી જાય છે. અમારી પાસે સંપત્તિ સારી છે. પણ લોકોની સાથે હળવા-મળવાનું થાય એટલે ઉનાળામાં પ્રવાસીઓને રાખું છું. શિયાળાની ત્રણ મહિનાની અંધારી રાત્રિમાં હું ઘરમાં એકલી હોઉં છું. મને એકલતાનો ડર નથી, પણ રાત્રે જાગનાર પક્ષી ઘુવડની જીવંત આકૃતિઓ ઘરમાં હોય તો વસ્તી જેવું લાગે છે, મને એ ગમે છે.' માણસના મનના ખ્યાલો કેવા ભાતીગળ હોય છે ! નેન્સીએ અમને ઘરના જુદા જુદા કમરા બતાવ્યા. જાણે કે ગ્રંથાલય હોય એટલાં બધાં પુસ્તકો હતાં અને સંગ્રહસ્થાન હોય એટલી બધી કલાકૃતિઓ હતી, આરસની, લાકડાની, માટીની, કાગળની, રંગબેરંગી પથ્થરોની. દીવાલો પર ચિત્રો અને ફોટાઓ પણ એટલાં બધાં અને તે દરેકની પ્રાપ્તિનો ઇતિહાસ જુદો જુદો. ઘુવડની વિવિધ પ્રકારની શિલ્પાકૃતિઓ પારદર્શક કાચના દરેક કબાટમાં અને દરેક રૂમમાં તથા બાથરૂમમાં જોવા મળી, જાણે કે આપણી સામે તાકીને જોતું હોય એવી રીતે ગોઠવેલી. ઘરમાં બસ ઘુવડ, ઘુવડ, ઘુવડ. સમય હતો એટલે અમે ફેરબૅક્સમાં ફરવા નીકળ્યા. પહોળા વિસ્તારોમાં પથરાયેલા ફેરબૅક્સમાં પ્રદૂષણમુક્ત નીરવ શાંતિ અનુભવાતી હતી. અહીં જગ્યાની અછત નથી, ગીચ વસ્તી નથી. કાયમી વસવાટ માટે સૌ કોઈને નિમંત્રણ છે, પણ અહીં અંધારી દીર્ઘ રાત્રિની જીવલેણ ઠંડીમાં રહેવા આવે કોણ ? અમે અલાસ્કન યુનિવર્સિટી જોઈ. યુનિવર્સિટીમાં અમે મ્યુઝિયમ જોયું. ત્યાં જોવા જેવી, ખાસ તો જુદી જુદી જાતિઓને લગતી વસ્તુઓ ઘણી છે, પરંતુ અમારું વિશેષ ધ્યાન ખેંચ્યું પ્રવેશદ્વાર પાસે કાચમાં રાખેલી એક મોટી જંગલી ભેંસે. મસાલો ભરીને રાખેલી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170