Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 145
________________ ૧૨૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ એમણે કહ્યું, “મને ઇન્ડિયન લોકો બહુ ગમે. એમાં પણ તમારાં પત્નીને સંબોધીને) તમારી રંગબેરંગી ઇન્ડિયન સાડી જોતાં આનંદ થાય છે.” નેન્સીએ અમારે રહેવા માટેનો રૂમ બતાવ્યો. એમાં અમે અમારો સામાન મૂકી દીધો. રૂમ ખાસ્સો મોટો, આઠદસ માણસ સૂઈ શકે એવડો હતો. આ ષટ્રકોણિયા રૂમનું રાચરચીલું જૂના જમાનાની યાદ અપાવે એવું, સીસમ જેવા લાકડાનું હતું. રૂમમાં પલંગ જાડા, મોટા અને મજબૂત હતા. તે એટલા ઊંચા હતા કે નીચા મા અને નીચે રાખેલા બાજોઠ પર પગ મૂકીને ચડવું પડે. નેન્સીએ ખુલાસો કર્યો કે જૂના વખતમાં જ્યારે હીટરો નહોતાં ત્યારે શિયાળાની ઠંડીમાં જમીન એટલી બધી ઠરી જતી કે પલંગ વધુ ઊંચો હોય તો ઠંડી ઓછી લાગે. કોતરકામવાળું એક બારણું બતાવીને એમણે કહ્યું, “એ કબાટ નથી, પણ બાથરૂમનું બારણું છે.” મેં બારણું ખોલ્યું કે તરત પાછો હઠી ગયો. એક પક્ષી ઊડતું મારી સામે આવતું જણાયું. નેન્સીએ કહ્યું, ડરો નહિ, એ સાચું પક્ષી નથી. રમકડું છે. છતમાં દોરીથી લટકાવેલું છે. બારણું ઉઘાડતાં હવાનો જે ધક્કો લાગે છે એથી પક્ષીની પાંખો ફડફડે છે અને તે આપણી સામે આવતું લાગે છે.' આ પક્ષી તે ઘુવડ હતું. હતું રમકડું પણ જીવંત લાગે. મેં કહ્યું, “તમને ઘુવડ ગમતું લાગે છે. બહારના ખંડમાં પણ ઘુવડની કેટલીક શિલ્પાકૃતિઓ જોવા મળી.' હા, ઘુવડ મારું પ્રિય પક્ષી છે. મારા ઘરમાં તમને બે-ચાર નહિ, પણ બસોથી વધારે કલાકૃતિઓ જોવા મળશે.” આપણે ત્યાં નિશાચર ઘુવડ અપશુકનિયાળ ગણાય છે, પણ અહીં તો ઘુવડોનો ઢગલો હતો. નેન્સીનો શોખ કંઈક વિચિત્ર ઘેલછા જેવો લાગ્યો, અલબત્ત પાશ્ચાત્ય દેશોમાં ઘુવડ માટે એવો પૂર્વગ્રહ કે મિથ્થામાન્યતા નથી. અમે સામાન ગોઠવી, સ્વસ્થ થઈ નેન્સી પાસે બેઠાં. પરસ્પર પરિચય થયો. નેન્સી અમેરિકામાં મિક્રિયાપોલિસ નામના શહેરમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં અધ્યાપિકા હતાં. તેઓ દુનિયામાં ઘણું ફર્યાં છે અને ભારત પણ આવી ગયાં છે. આગ્રાનો તાજમહાલ એમણે જોયો છે. વિદેશમાં ઘણા લોકોમાં એવો ખ્યાલ પ્રવર્તે છે કે તાજમહાલ ન જોયો હોય ત્યાં સુધી ભારતનો પ્રવાસ અધૂરો ગણાય. ભારત અને ભારતીય પ્રજા-સંસ્કૃતિ વિશે નેન્સીને બહુ માન છે. હું તથા મારાં પત્ની ભારતમાં અધ્યાપનના ક્ષેત્રમાં હતાં અને હવે નિવૃત્ત થયાં છીએ એ જાણીને નેન્સીને આનંદ થયો. તમે ફેરબૅક્સમાં રહેવાનું કેમ પસંદ કર્યું ?' મેં સહજ પૂછ્યું. એમણે કહ્યું, “હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170