Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 131
________________ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ અને રશિયાના ઉત્તર પ્રદેશમાં વિવિધ આદિવાસી જાતિઓ વસેલી છે. એમાં પણ કોઈ એક જ જાતિમાં પશુપાલન કરનાર અને માછીમારી કરનાર લોકોની રહેણીકરણીમાં ફ૨ક છે. આ બધી જાતિઓ – વિશેષત: નૉર્વે-સ્વીડનની જાતિઓ નોર્ડિક (Nordic)તરીકે ઓળખાય છે. હજારેક વર્ષ પહેલાં આ પ્રદેશના વાઇકિંગ તરીકે જાણીતા લોકોનું દરિયાઈ પ્રભુત્વ ઘણું હતું. નૌકાવિદ્યામાં કુશલ એવા આ લોકો જબરા, સાહસિક, મહત્ત્વાકાંક્ષી અને કલાના શોખીન હતા. કેટલાક લુચ્ચા, અનીતિમય, આક્રમક અને ઘાતકી પણ હતા. મારવું અને મ૨વું એમને માટે સહજ હતું. નૉર્વેની પશ્ચિમનો સમુદ્ર એટલે જાણે એમના બાપાનું રાજ્ય. અજાણ્યા કોઈ પણ વહાણને તેઓ લૂંટી લેતા. તેઓ દરિયામાં ચાંચિયાગીરી કરતા અને કિનારા પરનાં ગામોમાં જઈને લૂંટફાટ ચલાવતા. જૂના વખતમાં નૉર્થ કેપ પાસે બે કપ્તાનો પોતપોતાનાં સઢવાળાં વહાણમાં સો સો ખલાસીઓનો કાફલો લઈને નીકળતા. એકનું નામ હતું હુંડ. તે બ્યારકોય જાતિનો હતો. બીજાનું નામ હતું કાર્લે, તે લેંગોય જાતિનો હતો. બંને જિગરજાન દોસ્ત હતા. સાથે વહાણ હંકારતા, સાથે વેપા૨ ક૨વા જતા અને સાથે લૂંટ પણ ચલાવતા. તેઓ લૂંટેલો માલસામાન વેચતા અને પુષ્કળ નાણાં કમાતા. ૧૧૪ એક વખત તેઓ બ્યારમી નામના ગામમાં લૂંટ ચલાવીને ઘણી વસ્તુઓ ઉઠાવી લાવ્યા. એમાં એક દેવળનું ચાંદીનું બહુ મોટું વાસણ પણ હતું. બીજી બધી વસ્તુઓ તો તેમણે અડધી અડધી કરીને વહેંચી લીધી, પણ ચાંદીના કલાત્મક વાસણની સમસ્યા ઊભી થઈ. બંનેને તે ગમતી હતી અને રાખવી હતી. એમાંથી ઝઘડો થયો. છેવટે નક્કી કર્યું કે બંનેએ દરિયાકિનારે રેતીમાં પોતાની જાતિના રિવાજ પ્રમાણે તલવાર વડે દ્વન્દ્વયુદ્ધ કરવું અને જે જીતે તે વાસણ લઈ જાય. તે પ્રમાણે બંને સજ્જ થયા. બંનેમાં હુંડ જબરો હતો. એણે હુંકાર સાથે કહ્યું, ‘કાર્લો દોસ્ત ! આજે તો તને અમારી બ્યા૨કોય જાતિના ખમીરનો પરિચય થશે.’ એમ કરતાં તલવારયુદ્ધ શરૂ થયું. બંનેને ઈજા થઈ. પણ પછી હુંડે કાર્લોને એટલો બધો ઘાયલ કરી નાખ્યો કે તે ત્યાં જ ઢળીને મૃત્યુ પામ્યો. હુંડે ચાંદીનું વાસણ લઈ લીધું. બે દિલોજાન દોસ્તની દોસ્તી ચાંદીના એક વાસણને ખાતર કરુણાંતિકામાં પરિણમી. જૂના વખતમાં આ માર્ગરોયા ટાપુમાં ટ્યુન્સ નામના ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. એક દિવસ દરિયામાં એવું ભયંકર વાવાઝોડું થયું કે તેઓ ભયભીત થઈ ગયા. પોતાનું વહાણ ચોક્કસ ડૂબી જશે અને તેઓ બંને મૃત્યુ પામશે એવો ડર લાગ્યો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં તેઓ અત્યંત ભાવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170