Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ * પ્રસ્તાવના. જૈન શાસ્ત્રો--આગમે અને અન્ય ગ્રંથની ચાર વિભાગમાં વહેચણ કરવામાં આવી છે. 1 દ્રવ્યાનુયેગ, 2 ગણિતાનુગ, 3 ચરણકરણાનુગ અને 4 ચરિતાનુગ અથવા ધર્મકથાનુગ. આ ચાર અનુગ પૈકી દ્રવ્યાનુગ જેન સિદ્ધાંત અને અન્ય ગ્રંથનું રહસ્ય જાણવાને પરમ ઉપગી છે, પરંતુ તે બુદ્ધિમાનેને વિશેષ ગમ્ય છે. ગણિતાનુગ બુદ્ધિમાનોની બુદ્ધિ ખીલવવાનું સાધન છે અને દ્રવ્યાનુયેગને જ પુષ્ટ કરનાર છે. ચરણકરણનુગ દ્રવ્યાનુયેગના વેત્તાને “જ્ઞાનનું ફળ વિરતિ” સિદ્ધ કરવા માટે ઉત્કૃષ્ટ સાધન છે અને મોક્ષપ્રાપ્તિના ઈચ્છક જનોને અહર્નિશ આલંબન કરવા યોગ્ય છે. ચોથે ધર્મસ્થાનુગ બાળજીવોને પરમ ઉપકારી છે. ઉત્તમ મહાનુભાવ-ગ્રંથકર્તાઓ તે સર્વ જીવનું હિત થાય તેનાજ ઈચ્છક હોવાથી અને જેનો બહોળો ભાગ આ પંક્તિમાંજ આવે તે હેવાથી ધર્મકથાનુયોગના અંગભૂત અનેક ચરિત્રે પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચી ગયા છે. પ્રાકૃત ભાષામાં વસુદેવહિંડી, પઉમરિયમૂ વિગેરે અનેક ચરિત્રાત્મક ગ્રંથો વિદ્યમાન છે અને સંસ્કૃત ભાષામાં શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રાદિ સંખ્યાબંધ ચરિત્ર પદ્યાત્મક તેમજ ગદ્યાત્મક વિદ્યમાન છે. - પ્રસ્તુત ચરિત્રનાયક શ્રી પાર્શ્વનાથ પરમાત્મા ત્રિષષ્ટિશલાકા પુરૂ પૈકી 24 તીર્થકરમાંહેના ૨૩મા તીર્થકર હોવાથી તેમનું ચરિત્ર તેની અંદર આવી જાય છે, પરંતુ તે ચરિત્રને અનેક કથાઓના ક્ષેપન કરવા વડે વિસ્તૃત કરવાના વિચારથી શ્રી ભાવદેવસૂરિએ તેની પદ્યાત્મક રચના કરી છે. તે ચરિત્ર છપાયેલ પણ છે, પરંતુ સંસ્કૃતના નવીન અભ્યાસીઓને મુશ્કેલ પડે તેવું હેવાથી અલ્પ બુદ્ધિ અને અભ્યાસવાળા ભવ્ય જીના ઉપકાર નિમિત્તે શ્રી ઉદયવીરગણિએ આ ચરિત્ર ગદ્યબંધ પપ૦૦ લેક પ્રમાણુ રયું છે. તેનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવીને ગુજરાતી ભાષાનાજ * I .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 384