Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad Author(s): Dharmratnavijay Publisher: Manav Kalyan Samsthan View full book textPage 5
________________ 004 પ્રકાશકીય આગમવેદી પુરુષોમાં શ્રેષ્ઠ, ચૌદસો પ્રકરણોના પ્રણેતા, આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સાધુધર્મ અને શ્રાવકધર્મને જણાવવા પંચાશક પ્રકરણ નામના ગ્રંથની રચના કરી જેના ઉપર ગીતાર્થ શિરોમણી આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીએ ટીકા રચી હતી. સમગ્ર ભારતવર્ષમાં આ ગ્રંથની એક માત્ર અતિપ્રાચીન તાડપત્રીયપ્રતિ જેસલમેરમાં છે. આ ગ્રંથનું સંશોધન અને સંપાદન કાર્ય પ.પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનાનુસાર પ.પૂ. પ્રશાન્તમૂર્તિ આ.શ્રી.વિ બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિપ્રવરશ્રી ધર્મરત્નવિજય ગણીએ કરેલ. જે ગ્રંથ વિ.સં. ૨૦૭૦માં ટીકા સાથે પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં અને પ્રકાશિત કરેલ. હમણાં પ.પૂ. ધર્મરત્નવિજયજી ગણિવરની પ્રેરણાથી શ્રુતસાધનામાં મગ્ન એવા સાધ્વીજી ભગવંતે સમગ્ર ગ્રંથનો ભાવાનુવાદ કરેલ છે. જેનું સંમાર્જન, શુદ્ધિકરણ પૂજ્યશ્રીએ કરીને અમને પ્રથમવાર આ ગ્રંથનો ભાવાનુવાદ પ્રકાશિત કરવાનો લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. આ ગ્રંથનું છાપકામ ખંતપૂર્વક કરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પંચાશક પ્રકરણ ગુજરાતી ભાવાનુવાદનું સારી રીતે અધ્યયન કરી શ્રાવકધર્મની વિધિપૂર્વક આરાધના કરીને તથા સાધુધર્મનું નિર્મલ પાલન કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને પરમ પદના ભોક્તા બનીએ એ જ મંગલ કામના. માનવ કલ્યાણ સંસ્થાનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 441