________________
૭૫ પાંત્રીશ પ્રકૃતિએ પહેલા ગુણઠાણે ચારે કારણુથી બંધાય છે માટે ત્યાં ચતુઃ પ્રત્યયી બીજાથી પાંચમા ગુણસ્થાનક સુધી (જે જે જ્યાં બંધાય છે ત્યાં) મિથ્યાત્વ ન હોવાથી ત્રિપ્રત્યયી છે. તેવી જ રીતે ૬૫ પ્રકૃતિઓ પ્રથમ ગુણઠાણે ચારે કારણે બંધાતી હેવાથી ચતુ પ્રત્યયી, બીજાથી પાંચ સુધી મિથ્યાત્વ સિવાય ત્રિપ્રત્યયી, ૬ થી ૧૦ ગુણ સ્થાનક સુધી (જે જે જ્યાં જ્યાં બંધાય છે ત્યાં) મિથ્યાત્વ અને અવિરતિ સિવાય દ્વિપ્રત્યયી છે, અને સાતવેદનીય પ્રથમ ગુણસ્થાનકે ચારે બંધ હેતુ હોવાથી ચતુઃ પ્રત્યયી, બે થી પાંચ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વ સિવાય ત્રિપ્રત્યયીકી, છ થી દશ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વ અને અવિરતિ સિવાય દ્ધિપ્રત્યયી અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી એક માત્ર જ બંધ હેતુ હોવાથી એક પ્રત્યયી છે.
કર્મગ્રંથ અને સપ્તતિકા ભાષ્ય આ બન્નેની માન્યતામાં મતાંતર નથી, પરંતુ માત્ર વિવક્ષા લે છે કેમકે કર્મગ્રંથમાં જે પ્રત્યય (બંધહેતુ) હોય ત્યારે જે જે પ્રકૃતિએને બંધ થાય છે અને ન હોય ત્યારે બંધ થતું નથી તેજ પ્રત્યયને મુખ્ય તરીકે ગણને તેની વિવક્ષા કરી. છે અને બાકીના પ્રત્યય (બંધહેતુ) હોવા છતા ગૌણ કરીને તેની જુદી વિવેક્ષા નથી કરી, જ્યારે સપ્તતિકા ભાષ્યમાં પ્રધાન ગણપણાની વિવક્ષા કર્યા વિના જ જ્યાં જે જે પ્રકૃતિઓના જેટલા જેટલા પ્રત્યયે હતા તેટલા તેટલા પ્રત્યે ત્યાં જણાવ્યા છે આથી આમાં મતાંતર નથી પણ માત્ર વિવક્ષા ભેદ જ છે.
तदेव यस्य प्रत्ययसद्धावे यासां बन्धोऽसद्भावे च न बन्धः स एव प्रत्ययस्तासां प्रधान कारणमिति विवक्ष्यते, शेषास्तु प्रत्यया यथायोग सन्तीऽपि गौणत्वान्न विवक्ष्यन्ते इत्यत्र गाथायां सूत्रकृदाशयः । अस्माभिस्तु प्रधानाप्रधानत्वाविवक्षया यत्र यासां प्रकृतिनां यावन्तः प्रत्ययाः सम्भवन्ति ते तत्र तासां बन्धे सामान्येनात्र सर्वेऽप्युपाददिरे ।
(સપ્તતિક ભાષ્ય ગા-૩ ની ટીકા),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org