Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસ્તાવિક નવમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા નૈયાયિક જયંત ભટ્ટની ન્યાયમંજરી ન્યાયસૂત્ર ઉપરની વૃત્તિ ગણાતી હોવા છતાં સ્વતંત્ર રચનાનું સ્વરૂપ ધરાવે છે. ન્યાયમંજરી અત્યંત મહત્વને દાર્શનિક ગ્રંથ છે. તેના બાર આફ્રિકા છે. પ્રથમ બે આલિકે ગુજરાતી અનુવાદ સહિત અમે પ્રકાશિત કર્યા છે. અહીં ત્રીજા આલિકને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરીએ છીએ. પ્રથમ આત્રિકમાં પ્રમાણુનું લક્ષણ, પ્રમાણુની સંખ્યા, અર્થાપતિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આહ્નિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું નિરૂપણ છે. આ તૃતીય આહિકમાં શબ્દપ્રમાણું, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યત્વની વિચારણું છે. એટલે આ ચર્ચાઓમાં તૈયાયિકોને માટે પ્રધાન મલ છે મીમાંસ. અનુવાદ કરવામાં મૂળ ગ્રંથનો અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું ધ્યાન રાખ્યું છે. અનુવાદ સ્વતંત્રપણે વાંચી શકાય એ સ્વાભાવિક અને સુવાચ્ય બને એ લક્ષ્ય છે, આમાં હું કેટલું સફળ રહ્યો છું એનો નિર્ણય સહૃદય વિદ્વાન કરે. મારા પ્રસ્તુત અનુવાદને વાંચી ગ્ય સુચને કરવા બદલ શ્રી દલસુખભાઈ માલવણિયાને આભાર માનું છું. ભારતીય તત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એમ માનું છું. લા. દ. ભા. સં. વિદ્યામંદિર અમદાવાદ ૩૮૦૦૦૮ ૭ મારી ૧૯૮૪ નગીન જી. શાહ કાર્યકારી અધ્યક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194