Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના મુમુક્ષુપણામાં જ્યારે પૂજ્યપાદ ન્યાયવિશારદ ગુરુભગવંતશ્રીની સાથે સૂરતથી મુંબઈ તરફના વિહારમાં હતો ત્યારે પરમોપકારી પૂજ્ય ગુરુભગવંતે દમણ મુકામે ન્યાયભૂમિકાનું અધ્યયન શરૂ કરાવવાની મહાન્ કૃપા કરેલી. સામાન્યથી દરેક શાસ્ત્રની, વિશેષ કરીને ન્યાયશાસ્ત્રોની ભણાવવાની કળાને પૂજ્યશ્રીએ એટલી સરસ હસ્તગત કરેલી કે આજે આ સમુદાયમાં જેટલા પણ ન્યાયના વિષયમાં પ્રખર વિદ્વાનો વિચરી રહ્યા છે તેનું પરમશ્રેય પૂજ્યપાદ ગુરુભગવંત આચાર્યવર્ય શ્રી ભુવનભાનુસૂ. મ.સા.ને છે. - ત્યારબાદ દીક્ષા જીવનમાં પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પાસે આગમ - પ્રકરણ આદિનો અભ્યાસ થયો સાથે સાથે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ.સા. પાસે ન્યાયભૂમિકાથી માંડીને વ્યાતિપંચક સુધીનો અભ્યાસ થયો. તે ઉપરાંત પંડિતશ્રી દુર્ગાનાથજી અને પંડિતશ્રી બદરીનાથજી શુક્લ પાસે પણ કેટલાક ન્યાયના ગ્રન્થોનું અધ્યયન કરેલું. પ્રાચીન અને નવ્યન્યાયનો અભ્યાસ આજે ઘણો જટિલ મનાય છે. કારણ કે કેટલીક ન્યાયની પરિભાષાઓ સમજાવનાર વિશિષ્ટ કક્ષાનો કોઈ ગ્રન્થ ઉપલબ્ધ હતો નહીં. ન્યાયના અભ્યાસી વિદ્યાર્થીઓ અવચ્છેદક-અવચ્છિન્ન કે નિરૂપક-નિરૂપિતની ભાષા આવે તેનાથી ઘણા મુંઝાયા કરતા હતા. આ મૂંઝવણનું નિવારણ કરવા માટે પૂજ્યપાદ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ અનેક વિદ્યાર્થી - સાધુઓને પહેલા એ બધી પરિભાષાઓ ભૂમિકારૂપે સમજાવી દેતા હતા જેથી આગળનો અભ્યાસ સરલ થઈ જાય. વર્ષો પછી એ ભૂમિકાને પૂજ્યશ્રીએ લિપિબદ્ધ કરીને મૂર્ત સ્વરૂપ આપ્યું અને ન્યાયભૂમિકા' નામનો અજોડ ગ્રન્થ તૈયાર થયો જે થોડા વર્ષો પૂર્વે કપાઈ ચુક્યો છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પ્રસ્થાપિત કરેલી આ ઉજ્જવળ પરમ્પરાને આગળ લખાવવા માટે કંઈક કરવાનું મન થયું. એના પરિપાકરૂપે આ “ન્યાયભુવનભાનું ગ્રન્થ પ્રકાશમાં આવી રહ્યો છે. એમાં જે કાંઈ સારું છે તે બધાનું શ્રેય તો પૂજ્યપાદ ગુરુભગવંતને જ છે. “ન્યાયભૂમિકા કરતાં વિશેષ એમાં ખાસ કાંઈ નથી. માત્ર દરેકની અભ્યાસ કરાવવાની પદ્ધતિ જુદી જુદી હોય તેથી મારી પાસે અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164