Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 4
________________ અનાદિ સ્વતંત્ર તત્ત્વ છે તે વિચાર રજુ કરી તેને અત્યારના વૈજ્ઞાનિકને કેવા પ્રકાર ટકે છે તે પણ સ્પષ્ટ કર્યું છે, અને પછી આ વિચારના સત્યની પ્રતીતિ કરવાનો માર્ગ “સ્વાનુભવ” પણ બતાવી દીધો છે. પરમેષ્ઠીનું સ્વરૂપ અહીંથી શરૂ થાય છે, જેમાં અરિહનત અને સિદ્ધનું વિશેષ સ્વરૂપ નિશ્ચય, વ્યવહાર અને કૃતકૃત્યતાની અપેક્ષાએ વિચાર્યું છે. આટલીજ સૂક્ષ્મતાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણના સ્વરૂપનું પણ વિવરણ કર્યું છે. છેવટે “નમસ્કાર” તે શું? તેના પ્રકાર કેટલા ? અને તે કરવાનો હેતુ છે? આ પ્રશ્નોને પણ સંક્ષેપમાં વિચાર કર્યો છે; અને ઉપસંહાર કરતાં પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂવ ક્રમને તફાવત દર્શાવી “સિદ્ધ' ને પ્રથમ નમસ્કાર કરવાને બદલે અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવાનું કારણ જે વ્યવહારિક પ્રધાનતા તે સ્પષ્ટ કરી બતાવ્યું છે. દ્વિતીય નિબંધ “આવશ્ય અર્થાત પ્રતિકમણ ની ક્રિયાના વિષય સંબંધે છે. આ ક્રિયાને લગતી સમજુતી રજુ કરવાનું કારણ તેમાં રહેલી પ્રાચીનતા, ભાવમયતા આદિ વાંચક ગણુ સમક્ષ લાવવું, એજ છે; આ નિબંધમાં લેવાયેલ પ્રયાસ સફળ છે કે કેમ તે અમે તો શી રીતે કહી શકીયે? છતાં અમે વાંચક ગણને એટલી વિનતિ કરી લઈયે કે આ નિબંધ ઉતાવળે વાંચવાને બદલે પૂર્ણ શાંતિના સમયમાં એકાગ્રતાપૂર્વક વાંચે, વિચારે અને માનસશાસ્ત્રના વિકાસને ક્રમ જે અભ્યાસક દષ્ટિએ “આવશ્ય ક્રિયાના ઉપપત્તિક્રમમાં અપાયો છે કે કેમ તેની તુલના વાંચક પિતેજ કરી લે. પ્રથમ તો ત્રણે સંપ્રદાયના આવશ્યક કર્મની સમાલોચના કરી આ ક્રિયાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન થયે છે; પછી તે ક્રિયાની વ્યાખ્યા અને તેના અધિકારીનું સ્વરૂપ છે. પ્રત્યેક આવશ્યકનું સક્ષમ સ્વરૂપ આપણા ચિંતન અને મનનપૂર્વક અભ્યાસ દ્વારા અનુભવી શકાય તેમ છે કે નહિ તે વાંચકના અનુભવ વિષય છે ત્યારપછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 96