Book Title: Navangi Vruttikar Abhaydevsuri Author(s): Bechardas Jivraj Doshi Publisher: Vadilal M Parekh View full book textPage 3
________________ 479 નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ सूरयो बप्पभट्टाख्या अभयदेवसूरयः । हेमाचार्याश्च मलयगिर्याद्याश्वाऽभवन् परे ॥ (શ્રી વિનયવિજય ઉપાધ્યાય; યુગપ્રધાનસંબંધ, લેાકપ્રકાશ ) જગતમાં જે દેશમાં અને જે કાળમાં જ્યારે જ્યારે પ્રજાને ભીડ પડી છે ત્યારે ત્યારે કાઈ ને કાઈ ભીડભજન વ્યક્તિ પ્રજાની વારે આવી જ પહોંચી છે, એવા કાઈ પ્રાકૃતિક વા દૈવી નિયમ સનાતન છે માટે જ ( ગીતા અધ્યાય ૪ માં) કહેલું છે કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! | अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥ परित्राणाय साधू । विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥ અર્થાત્ જ્યારે જ્યારે પ્રજા અધમ ને વશ પડી ભારે મૂઝવણુમાં પડે છે, ધર્મોને નામે અધમ જોર પકડે છે, સાધુપુરુષા સીઢાવા માંડે છે અને દુષ્ટ લાકે પ્રખળ અને છે તેવે તેવે સમયે પ્રજાના પાકારે જ કેાઈ એવી ભીડભંજન વ્યક્તિને પકવે છે કે જેના જન્મથી પ્રજા ફરી પાછી ધર્મને માર્ગે ચડે છે, જડતાનું— અધર્મીનું જોર નરમ પડે છે. જૈન શાસનમાં આવી ભીડભ ંજન વ્યક્તિએ અનેક થતી આવી છે, દાખલા તરીકે : (૧) જે સમયે કેવળ અ ંધશ્રદ્ધાએ જોર પકડ્યું ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરે જન્મીને એ અંધશ્રદ્ધાના અંધારાને ભેદવા ખરેખરા દિવાકરનું જ કામ કરી ખતાવ્યું હતું. [K Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36