Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... મૃત્યુ સમયે, પહેલાં ને પછી... માટે વાપરીશ તો રાયણાનો (રાયણનું ઝાડ) અવતાર આવશે. પછી પાંચસો વર્ષ ભોગવ્યા જ કર. પછી તારું ફળ લોક ખાશે, લાકડાં બાળશે. પછી લોકો માટે તું કેદીરૂપે વપરાઈશ. માટે ભગવાન કહે છે કે તારાં મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ બીજાને માટે કર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે. બીજે જાય ક્યાં ? પ્રશ્નકર્તા : દેહ છૂટી ગયા પછી પાછું આવવાપણું રહે ખરું ? દાદાશ્રી : બીજે કયાંય જવાનું જ નથી. અહીંનું અહીં જ આપણી પાડોશમાં જે બળદ-ગાયો બધાંય છે, કૂતરાં જે નજીકમાં રહે છેને, આપણા હાથે જ ખાય-પીવે છે, આપણા સામું જ જોયા કરે છે, આપણને ઓળખે છે, એ આપણા જ મામા છે, કાકા છે, ફુઆ છે, બધા આના આ જ અહીંના અહીં જ છે. માટે મારશો નહીં એમને. ખવડાવજો. નજીકમાં તમારા જ છે. તમને ચાટવા હઉ ફરે, બળદ ચાટે. રીટર્ન ટિક્ટિ પ્રશ્નકર્તા : ગાય-ભેંસનો અવતાર વચમાં કેમ આવે ? દાદાશ્રી : આ બળ્યું અનંત અવતાર, આ લોકો બધા આવ્યા તે ગાયો-ભેંસોમાંથી જ આવેલા છે. અને અહીંથી બધા જવાના છેને, તેમાં પંદર ટકા સિવાય બીજા બધા ત્યાંની જ ટિકિટો લઈને આવ્યા છે. કોણ કોણ ત્યાંની ટિકિટ લઈને આવ્યા છે કે જે ભેળસેળ કરે છે, જે અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવે છે, અણહક્કનું આવ્યું ત્યાં જાનવર અવતાર થવાનો. પાછલા ભવોની વિસ્મૃતિ ! પ્રશ્નકર્તા : આપણને ગયા જન્મનું યાદ કેમ રહેતું નથી ? અને યાદ રહે તો શું થાય ? દાદાશ્રી : એ કોને યાદ આવે કે મરતી વખતે જરાય દુ:ખ ન પડ્યું હોય. અને અહીં આગળ સારા આચાર-વિચારનો હોય તો એને યાદ આવે. કારણ કે એ માતાના ગર્ભમાં તો પાર વગરનું દુઃખ છે. પણ એ દુ:ખ પ્લસ પેલું દુ:ખ હોય - મરતી વખતનું; એ બે થાય એટલે પછી એ છે તે બેભાન થઈ જાય દુઃખને લઈને, એટલે યાદ ના રહે. અંત પળે પોટલાં સંકોરતે. એક એંસી વર્ષના કાકા હતા, એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે આ બે-ચાર દહાડામાં જવાના છે અહીંથી, તોય મને કહે છે કે, “પેલા ચંદુલાલ તો આપણે ત્યાં જોવાય નથી આવતા.' આપણે કહીએ કે, “ચંદુલાલ તો આવી ગયા’. તો કહેશે કે ‘પેલા નગીનદાસનું શું?” એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા, તારા શરીરની કાળજી રાખને ! આ બેચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારા પોટલાં સંભાળ. તારી અહીંથી લઈ જવાની દાબડી તો ભેગી કર. આ નગીનદાસ ના આવે તે એને શું કરવો છે ? તાવ આવ્યો તે ટપ ! પૈડા કાકા માંદા હોય ને તમે ડૉક્ટરને બોલાવો, બધી દવાઓ કરી, પણ તોય છતાં ખલાસ થઈ ગયા. પછી બેસવા આવનારા હોયને પાછાં એ આશ્વાસન આપવા આવે. પછી પૂછે કે, “શું થઈ ગયું હતું કાકાને ?” ત્યારે તમે કહો કે, “મૂળ તો મેલેરિયા તાવ જેવું લાગતું હતું; પણ પછી ડૉક્ટર કહે કે આ તો જરા લૂ જેવું છે !” પેલા પૂછશે પછી કે, ‘કયા ડૉક્ટરને બોલાવ્યો હતો ?” ત્યારે તમે કહો, ‘ફલાણાને'. ત્યારે કહેશે, ‘તમે અક્કલ વગરના છો. પેલા ડૉક્ટરને બોલાવવાની જરૂર હતી.” પાછો બીજો આવીને એ તમને ટૈડકાવશે, “આમ કરવું જોઈએને ! આવી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29