________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
૧૦
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
બરોબર નથી લાગતી. એ રીબાતો હોય તો એનો અંત લાવવો જ જોઈએ, એમાં શું ખોટું ?
દાદાશ્રી : એવો કોઈને અધિકાર જ નથી. આપણે દવા કરવાનો અધિકાર છે, સેવા કરવાનો અધિકાર છે પણ કોઈને મારવાનો અધિકાર જ નથી.
પ્રશ્નકર્તા તો એમાં આપણું શું ભલું થયું?
દાદાશ્રી : તો મારવાથી શું ભલું થયું ? તમે એ રીબાતાને મારી નાખોને તો તમારું મનુષ્યપણું જતું રહે અને એ રીતે માનવતાના સિદ્ધાંતની બહાર છે, માનવતાની વિરુદ્ધ છે.
સથવારો, સ્મશાન સુધી જ ! આ ઓશીકું હોય છે, તે એનું ખોળિયું બદલાયા કરે પણ ઓશીકું તેનું તે જ. ખોળિયું ફાટી જાય ને બદલાયા કરે, એવું આ ખોળિયું પણ બદલાયા કરવાનું.
બાકી આ જગત બધું પોલમપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય, પણ સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાંય પાછાં આવે. બધા ડાહ્યાડમરાં જેવાં છે, એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.
પ્રશ્નકર્તા: પાછું એના નામનું કૂટે કે કશું મૂકી ના ગયા અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.
દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે કે, મરતો ગયો અને મારતો ગયો’ એવું હઉ અંદર અંદર બોલે ! ‘કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો !! હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મૂક્યું, પણ પેલાને ગાળો ખાવાની લખેલી તે ગાળોય
ખાધીને ! આવડી આવડી ચપાડે
અને આપણાં લોકો સ્મશાનમાં જતાં હશે, તે પાછાં નથી આવતોને કે બધાંય પાછાં આવે ? એટલે આ તો એક જાતનો ઢેડફજેતો છે ! અને ના રડે તોય દુઃખ ને રડે તોય દુ:ખ. બહુ રડે ત્યારે લોક કહેશે કે, ‘લોકોને ત્યાં નથી મરી જતાં, તે આવું તમે રડ ૨ડ કર્યા કરો છો ? કેવા, મગજના ચક્કર છો કે શું?” અને ના રડે તો કહેશે કે, ‘તમે પથરા જેવા છો, હૃદય પત્થર જેવું છે તમારું !” એટલે કઈ બાજુ ચાલવું તે જ મુશ્કેલી ! બધું રીતસરનું હોય, એવું કહેશે.
ત્યાં આગળ સ્મશાનમાં બાળશેય ખરાં અને બાજુમાં હોટલમાં બેઠાં બેઠાં ચા-નાસ્તો કરશે, એવું નાસ્તા કરે છે કે લોકો ?
પ્રશ્નકર્તા : નાસ્તો લઈને જ જાય છેને !
દાદાશ્રી : એમ ! શું વાત કરો છો ?! એટલે આવું છે આ જગત તો બધું ! આવા જગતમાં શી રીતે મેળ પડે ?!
‘જજો-આવજો” એવું બાંધે ખરાં પણ માથે ના લે. તમે લો છો માથે હવે ? માથે લો છો ? વહુનું કે કોઈનુંય નહીં ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : શું વાત કરો છો ?! અને એ તો હજુ તો વહુને સોડમાં ઘાલીને બેસાડ બેસાડ કરે છે. કહેશે, તારા વગર મને ગમતું નથી. અને સ્મશાનમાં કોઈ જોડે આવે નહીં. આવે કોઈ ?
મૃત્યુતિથિ સમયે ! પ્રશ્નકર્તા : કુટુંબમાં કોઈની મરણતિથિ આવે તો તે દિવસે કુટુંબીજનોએ શું કરવું ?
દાદાશ્રી : ભગવાન પાસે પ્રાર્થના કરવી કે એનું ભલું થાય.