Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 23
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી. મૃત્યુ સમયે, પહેલાં ને પછી. દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાન દશાનું પરિણામ છે. જે જે “કૉઝીઝ' કર્યા તેની આ “ઇફેક્ટ' છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ અને તમને ગાળ દે એટલે તમે ચિઢાઈ જાવ. તે ચિઢાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતરભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે ‘ડિસ્ચાર્જ થાય છે. તે વખતે તે ‘ઇફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા ત્રણેય ‘ઇફેક્ટિવ' છે. ‘ઇફેક્ટ ભોગવતી વખતે બીજાં નવા “કૉઝીઝ' ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઇફેક્ટિવ' થાય છે. આમ “કૉઝીઝ' એન્ડ ‘ઇફેક્ટ’, ‘ઇફેક્ટ’ એન્ડ ‘કૉઝીઝ' એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે. મનુષ્યજન્મ એકલામાં જ “કૉઝીઝ' બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી ‘ઇફેક્ટ’ જ છે. અહીં ‘કૉઝીઝ' એન્ડ ‘ઇફેક્ટ’ બંને છે. અમે જ્ઞાન આપીએ ત્યારે ‘કૉઝીઝ' બંધ કરી દઈએ છીએ. પછી નવી ‘ઇફેક્ટ’ થાય નહીં. જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે ? ત્યારે કહે, “કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી ‘ઇફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે ! અહીં આગળ આખી જિંદગી “કૉઝીઝ' ઊભાં કરેલાં હોય, એ તમારા ‘કૉઝીઝ' કોને ત્યાં જાય ? અને “કૉઝીઝ' કરેલાં હોય એટલે એ તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં. ‘કૉઝીઝ' ઊભાં કરેલાં, એવું તમને પોતાને સમજાય ? દરેક કાર્યમાં “કૉઝીઝ' ઊભાં થાય છે. તમને કોઈએ ‘નાલાયક' કહ્યું તો તમને મહીં “કૉઝીઝ' ઊભાં થાય છે. ‘તારો બાપ નાલાયક છે” એ તમારું ‘કૉઝીઝ' કહેવાય. તમને ‘નાલાયક’ કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું. એ ના સમજાયું આપને ? કેમ બોલતા નથી ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : એટલે “કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની ‘ઇફેક્ટ’ આવતે ભવ ભોગવવી પડે છે ! આ તો “ઇફેક્ટિવ' (પરિણામ) મોહને “કૉઝીઝ' (કારણ) મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે હું ક્રોધ કરું છું' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો ‘ઇફેક્ટ' છે. અને “કૉઝીઝ' બંધ થઈ જાય એટલે ‘ઇફેક્ટ' એકલી જ રહે છે અને તે “કૉઝીઝ' બંધ કર્યા એટલે ‘હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ’ (પરિણામનો પોતે જવાબદાર નથી) અને ‘ઇફેક્ટ’ એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી. કારણ બંધ થાય ? પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ તો ખરોને ? ત્યાં સુધી ભટકવાનું... ‘ઇફેક્ટિવ બૉડી’ એટલે આ મન-વચન-કાયાની ત્રણ ‘બેટરીઓ તૈયાર થઈ જાય છે અને એમાંથી પાછાં નવાં ‘કૉઝીઝ' ઉત્પન્ન થયા કરે છે. એટલે આ ભવમાં મન-વચન-કાયા ‘ડિસ્ચાર્જ થયા કરે છે અને બીજી બાજુ મહીં નવું ‘ચાર્જ થયા કરે છે. જે મન-વચન-કાયાની ‘બેટરીઓ” ચાર્જ થયા કરે છે તે આવતે ભવને માટે છે અને આ ગયા ભવની છે તે અત્યારે ડિસ્ચાર્જ થયા કરે છે. ‘જ્ઞાની પુરુષ' નવું ‘ચાર્જ બંધ કરી આપે એટલે જૂનું ડિસ્ચાર્જ થયા કરે. એટલે મૃત્યુ પછી આત્મા બીજી યોનિમાં જાય છે. જ્યાં સુધી પોતાનું ‘સેલ્ફનું ‘રિયલાઈઝ' (આત્મઓળખ) ન થાય ત્યાં સુધી બધી યોનિઓમાં ભટક ભટક કરે છે. જ્યાં સુધી મનમાં તન્મયાકાર થાય છે, બુદ્ધિમાં તન્મયાકાર થાય છે ત્યાં સુધી સંસાર ઊભો રહ્યો છે. કારણ કે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29