Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ૩૯ ૪૦ મૃત્યુ સમયે, પહેલાં ને પછી. મરી જઈશું તોય માણસમાં જ જન્મીશું તો એ ભૂલ છે. અલ્યા મૂઆ, તારા વિચાર તો ગધેડાના છે અને પછી માણસ શી રીતે થવાનો છે ? તને વિચાર આવે છે, કોનું ભોગવી લેવું, કોનું લઈ લેવું, અણહક્કના ભોગવી લેવાના વિચાર આવે છે તે વિચારો જ લઈ જાય છે, પોતાની ગતિમાં ! પ્રશ્નકર્તા: જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ? દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્ય જન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજાં બધાં ઊંચે ચઢ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે એ કોને કહે છે ? દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો આ બરાબર નથી. અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે. પણ તેય કાયમનું નથી. વધારેમાં વધારે બસો વર્ષ અને બહુ ત્યારે સાત-આઠ અવતાર જાનવરમાં જાય અને ઓછામાં ઓછો તો પાંચ જ મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં આવી જાય. કેટલાંક જીવ એવા છે કે એક મિનિટમાં સત્તર અવતાર બદલાય, એટલે એવાંય જીવ છે. માટે જાનવરમાં ગયા એ બધાયને સો-બસો વર્ષનું આયુષ્ય નહીં મળવાનું. એ સમજાય લક્ષણ પરથી ! પ્રશ્નકર્તા : આ જાનવર યોનિમાં જવાના એની સાબિતી તો કહો કંઈક, એ સાયન્ટિફિક રીતે કેવી રીતે માનવું ? દાદાશ્રી : અહીં કોઈ ભસ ભસ કરે એવો માણસ મળ્યો છે તમને ? ‘શું ભસ ભસ કરે છે” એવું તમે એને બોલેલા ખરા ? એ ત્યાંથી કૂતરામાંથી આવેલો છે. કોઈ છે તે વાંદરા જેવા ચેનચાળા કરે એવાં હોય છે ! તે ત્યાંથી આવેલા હોય છે. કોઈ બિલાડીની પેઠ આમ તાકીને બેસી રહેલા હોય છે, તમારું લઈ લેવા માટે, પડાવી લેવા માટે. એ ત્યાંથી આવેલા હોય છે. એટલે અહીં ક્યાંથી આવેલા છે એ, તેય ઓળખાય અને ક્યાં જવાનાં છે તેય ઓળખાય અને તેય પાછું કાયમને માટે નહીં. આ લોકો તો કેવાં છે, આમને પાપ કરતાંય આવડતું જ નથી. આ કળિયુગના લોકોને પાપ કરતાં આવડતું નથી અને કરે છે પાપ જ ! એટલે એમના પાપનું ફળ કેવું હોય ? બહુ ત્યારે પચાસ-સો વર્ષ જાનવરમાં જઈને પાછો અહીંનો અહીં આવે, હજારો વર્ષ કે લાખો વર્ષ નહીં. અને કેટલાંક તો પાંચ જ વર્ષમાં જાનવરમાં જઈને પાછા આવે. એટલે જાનવરમાં જવું, એને ગુનો ના ગણશો. કારણ કે એ તો તરત જ પાછાં આવે છે બિચારા. કારણ કે એવાં પાપ જ કરતાં નથી ! આમનામાં શક્તિ જ નથી એવાં પાપ કરવાની. તિયમ હાનિ-વૃદ્ધિનો ! પ્રશ્નકર્તા : આ માણસોની વસ્તી વધતી જ ગઈ છે, એનો અર્થ એ કે જાનવરો ઓછાં થયા ? દાદાશ્રી : હા, ખરું છે. જેટલા આત્મા છે, એટલા જ આત્માઓ છે પણ કન્વર્ઝન (રૂપાંતર) થયા કરે છે. કોઈ ફેરો મનુષ્યો વધી જાય છે ત્યારે જાનવરોમાં ઓછાં થાય છે અને કોઈ ફેરો જાનવરમાં વધી જાય છે ત્યારે મનુષ્યો ઓછાં થાય છે. એમ કન્વર્ઝન થયા કરે છે. હવે પાછા મનુષ્યો ઓછા થશે. હવે ૧૯૯૩ની સાલથી શરૂઆત થશે ઓછા થવાની ! ત્યારે લોકો કેક્યુલેશન (ગણતરી) માંડે છે કે ૨૦OOની સાલમાં

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29