________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
પછી ઠેકાણું જડે ના ! પ્રશ્નકર્તા: કોઈ વ્યક્તિનું અવસાન થાય, તો આપણે જાણવું હોય કે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે, તો એ કેવી રીતના ખબર પડે ?
દાદાશ્રી : એ તો અમુક જ્ઞાન વગર દેખાય નહીંને ! અમુક જ્ઞાન જોઈએ એને માટે, અને જાણીને એનો અર્થ નહીં. પણ આપણે ભાવના કરીએ તો પહોંચે ખરી ભાવના. આપણે યાદ કરીએ, ભાવના કરીએ તો પહોંચે. એ તો જ્ઞાન વગર બીજું કશું જડે નહીંને !
તારે કોઈ વ્યક્તિનું ખોળી કાઢવું છે? કોઈ ગયું છે તારું સગુંવહાલું ? પ્રશ્નકર્તા : મારો સગો ભાઈ જ હમણાં એક્સપાયર થઈ ગયો.
દાદાશ્રી : તો તને એ યાદ નથી કરતો ને તું યાદ કર્યા કરે છે ? આ એક્સપાયર થવું એટલે શું તે જાણું છું ? ચોપડાના હિસાબ પૂરા થવા તે. એટલે આપણે શું કરવું, આપણને બહુ યાદ આવે છે, તો વીતરાગ ભગવાનને કહેવું કે એને શાંતિ આપો. યાદ આવે માટે એમને શાંતિ મળે એમ કહેવું. બીજું શું આપણાથી થાય ?
ખરેખર એ આપણો છોકરો હોતો નથી. ખરેખર તો આ દેહ પણ આપણો નથી. એટલે જે આપણી પાસે રહે એટલું જ આપણું અને બીજું બધું જ પારકું છે ! એટલે છોકરાને પોતાનો છોકરો માન માન કરીએ તો ઉપાધિ થાય અને અશાંતિ થાય ! એ છોકરો હવે ગયો, ખુદાની એવી જ ઇચ્છા છે, તો તેને હવે ‘લેટ ગો’ કરવાનું.
પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, અલ્લાની અમાનત આપણી પાસે હતી તે લઈ લીધી !
દાદાશ્રી : હા, બસ. આ બધી વાડી જ અલ્લાની છે. પ્રશ્નકર્તા : આ પ્રમાણેનું એનું મૃત્યુ થયું તે આપણાં કુકર્મો હશે ?
દાદાશ્રી : હા, છોકરાનાંય કુકર્મ ને તમારાંય કુકર્મ, સારા કર્મો હોય તો તેનો બદલો સારો મળે.
પહોંચે માત્ર ભાવતાં પંદન છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુ:ખ પડે છે. આપણાં લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે. એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાના છે. અમારેય બાબાબેબી હતા, પણ તે મરી ગયા. મહેમાન આવ્યો હતો તે મહેમાન ગયો. એ આપણો સામાન જ ક્યાં છે ? આપણે હઉ નથી જવાનું ? આપણે પણ જવાનું ત્યાં, આ શું તોફાન તે ? એટલે જીવતા હોય એને શાંતિ આપો. ગયું એ તો ગયું, એને સંભારવાનુંય છોડી દો. અહીં જીવતાં હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું? એટલે ફરજો ચૂકો છો બધી. તમને એવું લાગે છે ખરું ? ગયું એ તો ગયું.
અલ્લાકી અમાનત ! તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. અલ્લાને ત્યાં પહોંચવા માટે જે કંઈ અડચણ આવે તે અમને પૂછો, તે અમે તમને દૂર કરી આપીએ.
પ્રશ્નકર્તા: મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ?
દાદાશ્રી : આ જગતમાં જે બધું આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, એ બધું ‘રિલેટિવ કેરેક્ટ’ છે, તદન સાચી નથી એ વાત ! આ દેહ પણ આપણો નથી, તો છોકરો આપણો કેમ કરીને થાય ? આ તો વ્યવહારથી, લોકવ્યવહારથી આપણો છોકરો ગણાય છે,